Hey, I am on Matrubharti!

બસ શરૂઆત કરવાની જ તો વાત છે,
પણ એ વાતની જ તો શરૂઆત નથી.
#શરૂઆત

તમારી પાસે કાઈ વધારે પ્રમાણમાં હોય જેમકે પૈસો,બળ,જ્ઞાન,હિમ્મત કે બીજું કાઈ પણ તો એ ફક્ત તમારા માટે નથી, ઉપરવાળા એ તમને આપ્યું છે કે જેથી તમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો.
#જરૂરિયાતમંદ

Read More

જે વ્યક્તિ કોઈ પણ ઊંમરે બાળકો જેવો તોફાની અને મસ્તીખોર બની શકે છે તે જીવનને સારી રીતે માણી શકે છે.
#તોફાની

Read More

ગમે તેટલા શક્તિશાળી બની જાવ પણ બે આંસુ વહાવી શકાય તેટલા નબળા તો રહેજો.
#શકિતશાળી

કોઈ કહે, તમે જે હાથથી લખો છો તે જમણો, પણ કોઈ ના માટે તે ડાબો પણ હશે.
આમ કોઈ પણ વસ્તુ,ઘટના,સંબંધ,વ્યક્તિ નો અર્થ દરેકના જીવનમા છે તેવો જ આપણા માટે પણ હોય તે જરૂરી નથી તેથી બીજા નો અર્થ પોતાના જીવનમાં લગાવવાને બદલે આપણાં જીવનમાં તેનો સાચો અર્થ શોધવો જોઈએ.

Read More

દરેક વ્યક્તિના જીવનમાં એક એવું વ્યક્તિ હોય છે જે ધારે તો સફળતાનાં શિખરો સર કરાવે અને ધારે તો નિષ્ફળતાની ખાઈમાં ધકેલી દે, અને તે વ્યક્તિ એટલે તમે પોતે.
#પોતે

Read More

હું નસીબ માટે એટલું માનુ છું, 'કે નસીબ ને સો ટકા બદલી શકાય છે'.
#નસીબ

પ્રકાશની જરૂરિયાત અને તાકાત અંધારામાં જ જણાય છે તેમ આપણી પણ ક્ષમતા અને જરૂરિયાત મુશ્કેલીમાં બહાર આવે છે.
#પ્રકાશ

Read More

બીજાના જેવું કરો પણ તેમાં પોતાનું કાંઈક નવું ઉમેરતા શીખો, તેમા હાર-જીત સો ટકા તમારી હશે બાકી નકલ ની સફળતામાં તો ભાગીદાર પણ સો થી વધુ હશે.
#શીખો

Read More

પતંગ એ આપણું જીવન છે અને દોરી એ આપણી માનસિકતા છે. જો જીવન ને ઊંચે લઈ જવું છે તો સંસ્કારો અને સાહસ નો માંજો પીવડાવો જોઈએ.દોરીને(માનસિકતા) ઢીલ આપવી પડે એટલે કે વિચારોને પકડી રાખવાને બદલે બધાના વિચારો સમજવા પડે.
#પતંગ

Read More