હું એક નવો લેખક છું, લખવાનો પ્રયાસ કરી રહ્યો છું,નવા લોકો ને વાંચીને તેમના સારા લાગતા શબ્દો અને વાક્યો ને મારા લેખન માં ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો છું, વાક્ય અથવા શબ્દો ભલે સાંભળેલા હોય પણ વિચાર પોતાનો જ હોવો જોઈએ, બસ મિત્રો તમારી શુભેચ્છાઓ ની જરૂર છે. મારી પ્રોફાઈલ ની મુલાકાત કરવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.નીચે હું ઇંસ્ટાગ્રામ ની લીંક આપુ છું તમે ત્યાં પણ મને ફોલોવ કરી શકો છો.I'm on Instagram as @morning_mahek. Install the app to follow my photos and videos.

You are the captain of your own thoughts!

-Keyur Shah

આંખોથી આંખો નો ઈશારો સમજવો છે
દિલ થી દિલનો તાંતણો બાંધવો છે
આજે મારે પેચ લડાવો છે

પતંગની જેમ ઉડીને જવું છે
હ્રદયમાં તેના વસી જવું છે
આજે મારે પેચ લડાવો છે

પ્રેમની દોરી માં બંધાઈ જવું છે
લાગણીઓની ઢીલ છોડી દેવી છે
આજે મારે પેચ લડાવો છે

સ્નેહનું પિલ્લું વાળી દેવું છે
દુઃખની છૂટ આપી દેવી છે
આજે મારે પેચ લડાવો છે

આકાશમાં ઊંચે ચઢી જવું છે
સ્થિર થઈને બસ રહી જવું છે
આજે મારે પેચ લડાવો છે.

આપ સૌને મકરસક્રાંતિ પર્વ નિમિતે હાર્દિક શુભેચ્છાઓ! 🙏

-Keyur Shah

Read More

નજીક નથી પણ નજીક છીએ,
પાસે છે પણ દૂર છીએ,
આપણે માણસ પણ કેટલા અજીબ છીએ!

-Keyur Shah

સુખનું સામર્થ્ય ત્યારે જ જળવાઈ રહે જ્યારે તમે બીજાના સુખથી પણ સુખી રહી શકો.

-Keyur Shah

પગલાં ભલે નાના હોય પણ છલાંગો તો ઊંચી જ લેવી જોઈએ!

-Keyur Shah

સંવત ૨૦૭૭ માં આપનું હાર્દિક સ્વાગત છે, આવનારું નવું વર્ષ આપણા સૌને આવી પડેલી મહામારીમાં થી બચાવે અને આશાનું નવું કિરણ રસી રૂપે મળી જાય તેવી આશા, તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તથા આપનું આરોગ્ય સચવાઈ રહે તેવી આશા સાથે આપ સૌને નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન 🙏🙏🙏

- કેયુર શાહ

Read More

આજના શુભ અવસર પર ભગવાન આપને સુખ,સમૃદ્ધિ અને શાંતિ આપે તથા લક્ષ્મીજીની કૃપા આપ સૌ પર સદાય બની રહે તેવી કામના સાથે આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ🙏🙏🙏

-Keyur Shah

Read More