કોઈ ને પણ ઇમ્પ્રેસ કરવામાટે નથી લખતી બસ પોતાના મન ને વાંચીને જે આવે એ લખી દઉં છું. બીજીવાત હમેશાં જીવનમાં મોજ મા રેવુ છે બસ.

લાગણી ની કોઈ માંગણી ના હોય મારા દ્વારિકાધીશ ના પ્રેમ ની કોઈ માપણી ના હોય.

જય દ્વારિકાધીશ

હું જે છું એ તારો પડછાયો છું
યાદ આવે તુ તો પોતાને અરીસામાં જોઈ લઉં છું.
કારણકે મારી ઓળખ જ તુ ને પપ્પા છો.
બધા જ અભિનય તે અહીં બહુ જ મસ્ત રીતે નિભાવ્યા પોતાને પણ ભૂલાવી ને.
ભગવાન ને એટલું જ કહીશ આજે મને મારી મમ્મી , મારી મિત્ર થોડાક સમય માટે પણ આપી અને એને મારી જિંદગી બનાવવા માટે thank you . ખરેખર બહું જ નસીબ વાળી છું કે તારા સંસ્કાર મારા માં છે તું મારી જનેતા છે.

jay shree krishna

Read More

આજે એક વ્યક્તિ નું સ્ટેટસ જોઈને ખરેખર હસવું પણ આવ્યું ને દયા પણ. એ સ્ટેટસ માં મસ્ત hindi song હતું ને નીચે એક લાઇન લખી હતી ' i am fallen in love' . હવે આ માણસ ને સમજાવે કોણ કે પ્રેમ માં પડતાં નથી ઊભા થઈએ છીએ પણ જોકે એવો રહ્યો પણ નથી પ્રેમ પણ fallen શબ્દ નોં ઉપયોગ ના જ કરવો જોઈએ.
જય શ્રી ક્રિષ્ના

Read More

આજે ફરી એક નવો બદલાવ જોયો આ કોરોના ના કારણે આજ કાલ ના બેસણા કે જેમાં નજીક ના જ લોકો આવે અને એ પણ દૂર થી મળી ને જતા રહે.કદાચ કોઈક પરિવાર એ નાની ઉમર નું માણસ ગુમાવ્યું હોય તો કદાચ રડે બધા પણ પોતાની જગ્યા પર બેસી ને અને આ સમયે કોઈને ભેટી ને રડે તો પણ એ પછી નું બીજું ટેન્શન મગજ માં ઊભું થાય કે હારું ભેટયા હતા પણ મને કોરોના ના થાય તો સારુ.
અને હવે 2 વર્ષ પહેલા નો અનુભવ કહું જ્યારે બેસણું હોય ને ત્યારે લોકો મળવા આવે અને ગામડા માં તો દૂર થી જોર જોરથી રડતા રડતા આવે અને જે માણસ એ પોતાનો માણસ ગુમાવ્યો હોય એ તો આ અવાજ સાંભળી ને હારી જાય પછી એ પરિવાર ને ભેટી ને રડે એ વખત તો એમ જ થાય એ અવાજ સાંભળીને કે હમણાં કાંઈક થઈ જશે . એમાંય પાછું બધી સ્ત્રીઓ એતો લાજ કાઢેલી હોય એટલે સાચું રડે કે ખોટું એ ખબર ના પડે પણ કદાચ સાડી માથા ઉપર થી નીચે પડી જાય ને ત્યારે ખબર પડે કે આંખો માંથી આંસુ પણ ના નીકળતા હોય ખાલી ગળામાંથી અવાજ જ નીકળતો હોય પણ એમને એ ખબર નથી પડતી કે એમને તો થોડીકજ વાર એવું કરવાનું હોય છે એ પણ સાચું ખોટું કરે એતો એમનi મન જ જાણે પછી એ પરિવાર ની શું હાલત હોય એ ખબર છે તમને??? પહેલાં જ ભગવાને એમની પાસેથી પોતાના સ્વજન ને લઈ ને એમને દુખી કર્યા છે ને ઉપર થી તમે પણ ત્યાં જઈને એ જ કરો છો અને મન જાણે એ પરિવાર ના કે તમે દુખ ઓછું કરી ને આવ્યા કે વધારીને અને એમાં પણ મારા જેવા હોય ને તો એ અવાજ કદાચ 2 દિવસ સુધી કાન માં ગુંજી ઉઠે.
પણ અત્યારે મને સાચે જ આ બદલાવ સારો લાગ્યો કોઈ પણ માણસ દુખી હોય ને એની સામે તમે રડતા રહો ને તો એ માણસ હિંમત હારી જાય. તમારા માટે દેખાવ હશે મને તો એ સમય એમ લાગતું તુ કે જાણે કે કોઈ અવાજ ની કે રડવાની કોમ્પિટિશન હોય ને એમ. એ પછી બહેનો ને topik પણ એ જે હોય કે પેલી બિચારી કેટલું રડતી હતી ભેટી ભેટીને પકડાતી પણ નહતી.મન માં તો એ સમયે એમ થાય કે એમનો ઘૂમટો ઊંચો કરો ખબર પડી જશે કે દેખાવ છે કે સાચું અને બીજી બાજુ મારા જેવી હોય તો રડે નહીં પણ મન માં માળા કરતાં હોય તો એ પણ topik પર આ લોકો ચર્ચા કરે કે આ કેવી કેવાય રડતી જ નહતી એને તો સહેજ પણ લાગણી નહીં હોય . અરે ભાઈ રડી ને સામે વાળા ને હિંમત ના આપી શકાય કોઈક વખત તો એવા વિચાર માંથી બહાર નીકળો અને આ કોરોના એ કરી ને બતાવ્યું . લાગણી હોય ને રડવું એ વસ્તુ ખોટું નથી પણ જે already દુખી છે એમને એ સમયે તાકાત અને સાથ ની જરૂર છે અને કદાચ રડવાનું મન થાય એમની પરિસ્થિતિ જોઈને તો રડી લો પણ તમારા ઘરે જઈને કે કોઈ ખૂણામાં જઈને પણ પ્લીઝ એ પરિવાર સામે નહીં .
જય શ્રી ક્રિષ્ના

Read More

🙏🙏

epost thumb

દરરોજ ની ભાગદોડ માં મમ્મી ને દિવસ માં ક્યારેય 'કેમ છે હિરોઇન?' એ પૂછવાનું ભૂલી જવાય છે. બસ 364 દિવસ નો પ્રેમ આ એક દિવસ માં બતાવી દેશે એ પણ ખાલી સ્ટેટસ માં જેનાં માટે મુક્યું હશે એને તો કદાચ ખબર પણ નહીં હોય તો શું કામ એ દેખાવ?? અરે મા બાપ માટે તો આખી જીંદગી ખર્ચી નાખીએ ને તો પણ એમના ઋણી જ રહીએ અને એ કદાચ શક્ય પણ નથી . ખાલી દિવસ માં 5 મિનિટ પણ કાઢો ને તો મમ્મી પાપા માટે તો ગેરંટી સાથે કહુ આ એક દિવસ ના mothers day fathers day ઉજવવાની જરૂર નહીં જ પડે.
જય શ્રી ક્રિષ્ના

Read More

કેવા દિવસ આવ્યા છે સાહેબ ગંગાજળ થી હાથ સાફ કરવાને બદલે આલ્કોહોલ થી હાથ સાફ કરવા પડે છે.
હવે તો આંખો થી હસતાં પણ શીખી જવું પડશે કારણકે મોઢા પણ આ માસ્ક એ બંધ કરાવી દીધા છે.

Read More
epost thumb

એક દિવસ ભગવાન એવો રાખે કે જેને પોતાના ખોયા હોય એમને વર્ષે એક વખત આકાશ માં દૂર થી એક જ વખત મોઢું જોવા દે અવાજ સાંભળવા દે ભગવાન કેમ આટલા દૂર કરી દેતા હશો કે મોઢું જોવા માટે ને અવાજ સાંભળવા માટે આ કાન અને આંખો તરસી રહી છે.

heartly miss youuu.
m.p

Read More

હવે તો તારા દ્વાર ખોલ માણસ ઓ ને પણ પોતાની ભૂલ કદાચ સમજાઈ ગઈ હશે. હજુ કેટલાં ના ઘર ખાલી કરીશ હજુ કેટલાં ને પોતાનાં જીવ આ મહામારી માં ગુમાવવા પડશે . એક વખત એ માણસ ની પણ પ્રાર્થના સાંભળીલે જેને પોતાનું બધું આમાં ખોયું છે. પછી એવું ના બને કે માણસ ને તારા પર થી વિશ્વાસ ઉઠી જાય.

Read More
epost thumb

ખરેખર બેસણા માં આ સીન જોઈને હસવું આવે, કોઈ ના ફોટા આગળ જઈને એક ફુલ નોં હાર ચઢાવી ને બે માણસ આગળ રડી ને એમ કહેવું કે ખરેખર એના જેવું તો કોઈ જ નહીં શું માણસ હતા એતો એમની તો વાત જ કાંઈક અલગ હતી. અને એ જ માણસ જેનું બેસણું હોય એને થોડાક દિવસ પેલા આ દેખાવ કરતાં માણસ એ એજ વાક્ય કીધું હોય કે તમારા આ ગુણ સારા છે તો ક્યાંક પેલા માણસ ને હાશકારો થયો હોત. પણ આ તો દેખાદેખી આપણે કોઈ ના પણ નેગેટીવ પોઇન્ટ સંભળાવવામાં ક્યાંય બાકી નથી રાખતા તો positive પોઇન્ટ હમેશા માણસ ના ફોટા આગળ જ કેમ ??
જય શ્રી ક્રિષ્ના

Read More