I am home maker and doing art activities too... I love to write so I am here to write and express feelings.. i hope you will love to read.

તું મારી કલમ ને
હું તારી ડાયરી
તું શાહીરૂપી લાગણી ને
હું તારી 'લિપિ'
તું એ કલમનો શબ્દ ને
હું બનું તારી પંક્તિ....

ખ્યાતિ

Read More

ક્યારેક એવું થાય કે
પ્રેમ આવો પણ હોઇ શકે!?
જયાં માત્ર એક અહેસાસ જ છે
તારી સંગ છું એનો......
જ્યાં માત્ર એક આશા જ છે
તારા મિલનની.....
જ્યાં માત્ર ઇંતજાર જ છે
તારી એક ઝલકનો....
જ્યાં માત્ર એક સ્વપ્ન જ છે
તારી સાથે રહેવાનું.....
પ્રેમ આવો પણ હોઈ શકે!???

ખ્યાતિ

Read More

તારા પ્રેમની મહેક મારામાં
એવી તો ભળી છે કે
તારા હોવાની અનુભૂતિ
મેં બધે જ ભાળી છે.....

ખ્યાતિ

'મને'
તારી નજરે દુનિયા
જોવી છે મને
તારો હાથ ઝાલી
ચાલવું છે મને
તારી કલમે
લખાવું છે મને
તારા હૃદયનો ધબકાર
બનવું છે મને
તને વ્હાલ કરીને
બેસવું છે મને
તારી સાથે હીંચકે
ઝૂલવું છે મને
તારી સાથે દરેક ક્ષણ
માણવી છે મને
તારી લાગણી
મહેસુસ કરવી છે મને
તારો પ્રેમ
પામવો છે મને
હે વાલમ! આવ
તારામાં સમાવવું છે મને.....

ખ્યાતિ

Read More

તને ગમે વરસતો વરસાદ ને
મને ગમે ભીની ભીની તું
તને ગમે પંખીનો કલરવ ને
મને ગમે ચહકતી તું
તને ગમે સપ્તરંગી આકાશ ને
મને ગમે એ દરેક રંગમાં તું .....

ખ્યાતિ

Read More

તું અને હું
હું અને તું
ક્યારેય મળીયે એમ નથી,
છતાં શોધું તને ને
અને તું ના મળે
એમ પણ નથી.....

ખ્યાતિ

લાગણી નો વરસાદ વરસે ને
ત્યારે એમાં પલળી જ લેવું
બાકી દુષ્કાળ તો છે જ.....

ખ્યાતિ

'કહેવા દઈશ ને મને'

તને વાત કહું મારા પ્રેમ
કહેવા દઈશ ને મને...
તું નહીં બોલે ને કંઈ?
મારો પ્રેમ છે એવો ખાસ
એટલે જ હું છું તારી પાસ
રહું છું તારા દિલ માં
એનો છે મને વિશ્વાસ
તું મારો ને હું તારી
કેવો છે ને આપણો પ્રાસ
તું જીવનભર સાથ નિભાવીશ
એવી છે મને આશ.....
તને વાત કહું મારા પ્રેમ
કહેવા દઈશ ને મને...
તું નહીં બોલે ને કંઈ?

ખ્યાતિ

Read More

તારા વિના દિવસ એટલે
સુકાયેલું પર્ણ
તારા વિના રાત એટલે
સપનાનાં ઓછાળ
તારા વિના વરસાદ એટલે
રડી રહેલાં વાદળ
તારા વિના પ્રેમ એટલે
ચુકી ગયેલો ધબકાર.....

ખ્યાતિ

Read More