કૃષ્ણપ્રીયા....કૃષ્ણમયી...નથી બનવુ મારે... રાધા...રૂક્ષમણી...કે મીરાંબાઈ...હું તો બસ મારા કૃષ્ણ ની મુરલી બનવા ચાહું છું...

કોશિશ કરી હતી રાખવાની,
સંબંધોને #સ્વાદિષ્ટ અને રસદાર...

ખબર નહીં ક્યારે આવી ગઇ,
એ સંબંધોમાં કડવાશ...

#સ્વાદિષ્ટ
✍️- ખ્યાતિ સોની "લાડુ"

Read More

છેડાયું હતું #યુદ્ધ આજ...
ધુમ્મસ ને સુરજ વચ્ચે...

કહે ધુમ્મસ ફેલાવ્યું છે...
સામ્રાજ્ય આખી રાત માં...

કહે સુરજ ઓગળી જઈશ...
મારી આકરી તપીશ માં...

કરી ને અભિમાન ધુમ્મસ...
ફેંકે પડકાર સુરજ ને...

ના સમજાયું એ અબુધ ને...
સુરજ થકી જ તો અસ્તિત્વ છે...

ઓગળી ગયું અસ્તિત્વ એનું...
સુરજ તણા ઓજસ માં..

હટયું અંધકાર અભિમાન નું...
ને થયું ઉજાસ સ્વાભિમાન નું...

#યુદ્ધ

✍️- ખ્યાતિ સોની "લાડુ"

Read More

हिन्दी- मेरी अपनी राजभाषा...

सुनो सुनो भाई सुनो सुनो..
में बात बताऊ हिन्दी भाषा की...

है बोली जाती पूरे देशमें...
रखती सबको बांधे हुए...

है जोड़ा जिसने पूरे देश को...
हो हिंदू, मुस्लिम या शिख ईसाई...

है दिया जिसने योगदान हर मॉड पे...
इस देश के सर्वांगी विकास में...

है मिला जिसको सम्मान..
इस देश की राजभाषा का...

क्यों नहीं मिल पाया उसको...
सम्मान देश की राष्ट्रभाषा का??

है अब जरूरत उठाने की..
आवाज देश की जनता को!!!

है दिलाना सम्मान उस भाषा को...
किया प्रशिक्षित जिसने देश के हर जन को...

आओ सब मिल कर साथ...
उठाएं ये आवाज...

करो घोषित राजभाषा को...
देश की "राष्ट्रभाषा हिन्दी"।।।

✍️- ख्याति सोनी "लाडू"

Read More

આપ્યો છે પડકાર મેં...
પોતાની જ જાત ને...!!

પૂરું કરવું છે સપનું એ...
જોયું છે નાનપણ થી જે...!!

કરીશ એટલી મહેનત કે...
ઝુકવું પડશે નસીબને પણ...!!

લાવશે મહેનત મારી રંગ...
ને થશે #વિજય "લાડુ" તારો પણ...!!

#વિજય
✍️- ખ્યાતિ સોની "લાડુ"

-Khyati Soni

Read More

છે માતૃભારતી એક પવિત્ર મંચ,
લેખકો અને વાચકો ને કાજ!!

ના કરો #દુષ્ટ એની પવિત્રતા,
બનાવી ને દોસ્તીનું મંચ!!
#દુષ્ટ

✍️- ખ્યાતિ સોની"લાડુ"

Read More

થઈ #અસ્પષ્ટ લાગણીઓ,
ને થયું સઘળું જ ધૂંધળું...

વાગ્યા એવાં શબ્દોનાં બાણ,
ને થયું સઘળું જ છિન્નભિન્ન...

✍️- ખ્યાતિ સોની "લાડુ"

Read More

લઉં હું ઓવારણાં કાન્હા...
તારાં જાજરમાન રૂપ નાં...

મોહયું મારું મનડું કાન્હા...
તારાં આ ભોળપણ માં..

હૈયું મારું હરખાય કાન્હા...
જોઈ ને તુજ મુખડું...

વારી વારી હું જાઉં કાન્હા...
લાગે નહીં નજરું...

✍️- ખ્યાતિ સોની "લાડુ"

Read More

रह कर ज़मीं पर,
उठा खुद को इतना ऊँचा!!

की ना करना पड़े,
कभी अपने सिर को नीचा!!

चल सबको रख कर साथ,
कामियाबी के उस पथ!!

की लोग दे #मिसालें ,
तेरे नाम की!!

#मिसालें
✍️- ख्याति सोनी "लाडू"

-Khyati Soni

Read More

કરી ને #આક્રમણ શબ્દોનાં,
ના કરો કોઈ ને ઘાયલ!!

બોલી ને મીઠાં બોલ,
વહાવો પ્રેમનાં ધોધ!!

#આક્રમણ

✍️-ખ્યાતિ સોની"લાડુ"

Read More

કહી ને #અપશુકનિયાળ ,
મારે સૌ મહેણાં એને!!

સારાં-નરસામાં,
રાખે સૌ દૂર એને!!

જીભ પર સૌની,
છે સવાલ ભરપૂર!!

વાંક શું હતો એનો,
કહેશો સૌ જરૂર?

સ્ત્રી હોવું પણ,
પણ માઁ ના બનવું?

કોણે આપ્યો હક,
લાગણીને દુભાવવાનો?

મારી ને મહેણાં,
ના કરો તાર તાર એને!!

સ્ત્રી છે એ,
નથી કોઈ ગુલામ એ!!

મુક્ત મને કદી,
વિચરવા તો દ્યો એને!!

ફૂલની માફક કદી,
ખીલવા તો દ્યો એને!!

દિલની વાત કદી,
કહેવા તો દ્યો એને!!

કહે છે સૌ,
બદલાયો છે જમાનો!!

તો પછી શું કામ,
એને નથી સ્વીકારતું કોઈ??
😢😢😢😢

#અપશુકનિયાળ
✍️-ખ્યાતિ સોની "લાડુ"

Read More