વાંચન લેખન સંગીત સાંભળવું

હૈયું

આંખોમાં નવા શમણાં,
દિલની ધકધક
ને
પ્રેમનાં મધૂર
સૂરો ગુંજી રહ્યા મનમાં,
હલચલ મચી ભીતરે..
હૈયું હરખે
મન તરસે
કેમ સંતાડું?
આંખ મિચોલી ચાલી..

રચાય તારા મૈત્રક
થૈ થૈ દિલડું નાચે. ©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

રહેવા દે

નગરમાં આજ ખૂલ્લે મોં તું ફરવાનું રહેવા દે.
ગળે વળગી હવે સૌને તું મળવાનું રહેવા દે.

પરંતુ કિંતુ કરવાનું પછી શરમાવવાનું કેમ?
નજર ઝુકાવી સ્વીકારી તું લડવાનું રહેવા દે.

કરી લે થાય એ બોલી ગયા છે એમને આજે,
સજા કરવા લઈ સોટી તું ફરવાનું રહેવા દે.

નમાવીને પછી આગળ વધી જાશે ખબર છે ને?
તો નતમસ્તક રહીં, હારી તું ડરવાનું રહેવા દે.

નકામી વાતમાં એણે વધારી વાત ગભરાયો,
વળી જોયું નથી પાછળ તું નડવાનું રહેવા દે.

ટકાવી રાખજો હિંમત સમય આવ્યે અહીંયા કે,
બધી બાબત ભૂલી જઈને તું રડવાનું રહેવા દે.

કહી દો આજ સૌને કે જમાનો આખરે આવ્યો,
નથી ટકતો સમય એનો તું ગણવાનું રહેવા દે. ©
કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

#ચુંબન

*રજની*

સંધ્યા ચાલી ધીરે ધીરે
રજનીને આવકારતા..
ઝીણા ઝીણા તારલીયાની
ભાત ભરેલ માથે ઓઢી ચુનરી જાણે
ત્યાં આકાશે પેલો શશી ડોકિયું કરે..
શાંત સરોવરના જળમાં બંને
એક બીજાને તાકયાં કરે
શરમાઈને ત્યાં ..
ચાંદની થોડી થોડી પથરાઈને
રજનીનો આ ઘુંઘટ
થોડો જયાં સરક્યો..
નાજુક નમણી નારનું રૂપ ધરી
આ રજની સામે આવી
લલચાવ્યા કરે..
ચમેલી ચંપોને રાતરાણીની સુંગધથી તર..
ત્યા દૂર શાંત સરોવરમાં ઝીલાતું પ્રતિબિંબ.
મંદ મંદ વાતો શીતળ વાયરો..
ધીરે ધીરે આ રાત પણ...
તેનું રૂપ નિખારતી...
કયાંક ઉઠતા તરંગો..
નભમાં ખેલાતી..
વાદળની સંતાકુકડી ...
કાળા વાદળો વચ્ચે સફેદ વાદળો
શ્વેત શ્યામની રંગોળી..
આ નિશા મન લોભાવતી..
ધીરે ધીરે તેના રૂપમાં આશક્ત
તેના આગોશમાં સમાવી..
માથે મીઠું ચુંબન કરી..
સમણાની સહેલ કરાવતી..
આવતીકાલ સોનેરી સવાર
તારી પ્રતિક્ષામાં...

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Read More

#ચુંબન

*શીતળ*

એ સ્પર્શની ઉષ્ણતા કાયમ ગમતી
પરિચય વધતા
અનેક નિકટતાના પ્રસંગે
વારંવાર એ ઉષ્ણતા પામતી
હાથ તેમનો પકડી સહેલાવતી
કયારેક આલિંગનબધ્ધ
ચુંબનોથી નવરાવતી...
આ નિકટતા વધતા..
એક સંબંધ
એકનામ
હક્ક અને ફરજો વચ્ચે અટવાયો
ધીરે ધીરે
સંબંધોમાં ઉષ્ણતા ખોવાઈ
વિચારભેદ
કયારે મનભેદ બન્યાં
એ અહેસાસ ના રહયો
સમય ગતિ કરતો રહ્યો
સતત અવિરત
અમે થંભી ગયા એક મોડ પર
આજ
બહુ સમયે હાથ ઝાલ્યો
અને મળ્યો
શીતળ ઉષ્માવિહિન સ્પર્શ
જે
અંદર સુધી દઝાડી ગયો..
ઓહહહ
બહું મોડું થયું..
હવે...એ ઉષ્મા...
કયારેય નહીં પામી શકાય..

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Read More

#ચુંબન

સપનું નથી આ હકીકત છે
મીઠું એક ચુંબન કરી તો જો.

કાજલ
કિરણ પિયુષ શાહ

#ચુંબન

*પ્રેમ ....પ્રથમ પ્રેમ.....*

પ્રેમ શબ્દ જ કેટલો સુંદર
સાંભળતા જ
મનમાં મીઠું સંગીત રેલાય
અને કલ્પનાની ઉડાન ભરવા
મન આતુર..
આંખોમાં ચમક ચહેરા પર અનોખી આભા
હૈયામાં મીઠી મૂંઝવણ થાય...
કોઈ ખાસનો ચહેરો..
નજરમાં રમવા લાગે...
મેઘધનુષી સપનાંની વણઝાર ..
અસમાનની સફર જ જોઈલે...
એ પહેલી નજર..
પહેલી મૂલાકાત..
પહેલું આલિંગન...
ચુંબન..
એકમેકમાં એકરૂપ થવું...
આ પહેલાંની વાત અનેરી..
પ્રેમ પહેલો કે છેલ્લોના હોય.
પ્રેમતો બસ એક ગુલાબી અહસાસ
તેને અનુભવી
આંખોમાં પ્યાસ છુપાવી..
પ્રિયને ગમતું કરવાની હોડ
મારું નહીં બસ આપણું..

એકવાર પ્રેમમાં પડયા
પછી..
છબછબીયા નહીં
બસ ડૂબી જવાનું મન થાય..
પહેલો પ્રેમ એક મીઠું સંભારણું .
કેમકે
પ્રેમ સફળ નિષ્ફળ ના હોય
પ્રેમતો બસ પ્રેમ જ હોય
સતત ભરતી
કયારેય તેમાં ઓટ શક્ય નથી?

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૩/૧૧/૧૮

Read More

*અંધારીરાત*

"ચીબરીનો તીણો.અવાજ..
પાંદડાનો ખડખડાટ
પવનનો સુસવાટો
ને
અમાસની અંધારી રાત..
ખુદનો હાથ પણ દેખાય નહીં..
એવી એ રાતે..
હાથમાં ફાનસ લઈ...
એક ગામથી બીજે ગામ
બળદજોડી ગાડું લઈ નિકળ્યો...
પાદરે અગોચરની અફવાને ઘોળી પીધી..
મનમાં રામનું નામ
ને
ગાડામાં સુવડાવેલ વૃધ્ધા
ગાડું ચાલ્યું...
ગામલોકોએ ઉપર હાથ જોડી
રક્ષાની ભીખ માંગી...

હજી તો મૂંછનો દોરો ફૂટયો'તો
ખોરડે સાહબી અપાર
નોકર ચાકર
પણ
આજ સાથે કોઈ નહીં..
હિંમત ને મુઠ્ઠીમાં ભરી
ડરને ગજવે ઘાલી..
વૃધ્ધાને ધરપત આપતો...
પાદરે પહોંચ્યો...
વીજળીનો ચમકારો
વાદળનો ગડગડાટ...
ને એક ડરનો ઓછાયો
પણ
એ તરુણ હિંમતથી વધ્યો
આખરે આખરી સહારો
સ્વજન સર્વસ્વ એવી બા

પહોચ્યો બચાવવા વૈધને આંગણે
કે
ડોકટરને દ્વારે એ અંધારી રાતે...

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Read More

ચાડી કરી ચાલ્યાં જશેને ત્યાં વળેલી ભીંત બોલે છે.
જીદી હતાં ધાર્યુ કરે જુઓ હઢીલી ભીંત બોલે છે.

ઈચ્છા હતી, આશા હતી તોયે અહીં ક્યાં આપણે મળતાં?
મનમાં ફરી જાગી હતી ત્યારે ડરેલી ભીંત બોલે છે.

સામે એ પુર દરિયામાં તરવૈયો બની મળવા જશે પાછાં,
ને વાયદો પૂરો એ કરતા, લ્યો નમેલી ભીંત બોલે છે.

પીડા બધી ઘોળી પી ગ્યો સાચું હતું એ ધારવાનું ને?
સાચે નશો એનો ચડ્યો આંખો નશીલી ભીંત બોલે છે.

બાંધી હતી યાદો પછી, સાથે છબી એનું વજન લાગ્યું,
ભારે હતી એ પોટલી, આજે કળેલી ભીંત બોલે છે.

રિસાવવું એનું નથી ગમતું હવે તોયે મનાવું છું.
રોજે નવી વાતો કરુંછુંને ઢળેલી ભીંત બોલે છે.

હા! પાંપણે બેસાડશે વ્હાલા હવે માની લઉં એવું?
આ લાગણીઓ પણ ખરી જાતી, ખરેલી ભીંત બોલે છે.

શ્વાસો હવે થોડા બચેલાને અહીં યમતો ઊભો સામે,
ને જીવ પાછો ત્યાં ડરી ભાગે, રડેલી ભીંત બોલે છે.

આભે છવાયેલા હતાં એ વાદળા પણ શ્યામ રંગીલા,
માધવ પછી આવ્યાં હતાં સપને, રંગીલી ભીંત બોલે છે.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૨૨/૦૧/૧૯

Read More

kajal