મારા જીવન માં મોજ છે અને મોજમાં મારૂ જીવન છે, કવિતા લખવા માટે મારી પાસે શબ્દો છે અને શબ્દો પાસે મારી હાસ્ય પરી છે...

પહેલીવાર એ આવી મારી સામે ત્યારે
એ એક સુંદર પરી જેવી દેખાતી હતી
અમારી ચૉકની સાક્ષીએ દોસ્તી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ બાળકી પહેલીવાર રડી હતી
કેવું જોઈને મને એ રોજ હસતી હતી
બકબકથી મારી એ કંટાળી જતીહતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે રીસાઈને ઘર માથે લેતી હતી
Get Out કહીને મને ભગાવતી હતી
આમ, આંખો કાઢી મને ડરાવતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ Teddy માટે ઝઘડતી હતી
પ્રોફેસર બનીએ સૌને ભણાવતી હતી
'ને રોજ મને કંઈક નવું શીખવતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ રુમઝુમ સ્કુલમાં જતી હતી
કાળી આંખમાં કાજળ આંજતી હતી
'ને ધીમે ધીમે એ તો કેવું બોલતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ પા-પા પગલી ચાલતી હતી
રોજ એની સુંદરતા હું ય લખતી હતી
એના ગુસ્સામાં પણ હું હસતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ ગાગર લઇને રમતી હતી.
P. K...
Dobrener Ni Duniya

Read More

follow me on instagram...

My poem at Banaskantha News paper @Banas Bachavo

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો...

આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી ...

*ઘડપણનો બળાપો*

બાળકે દાદાને પૂછ્યું " ઘડપણ " એટલે શું દાદુ..?

દાદા -- તારી મમ્મીને સમય મળે ત્યારે....
- ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ( ધડપણ )

- ચાનો કપ લેતા હાથ ધ્રુજે તે ( ઘડપણ )

- ધ્રુજતા હાથે ચા પીતા પીતા થોડી ઢોળાય....
ને જાતે પોતું મારવું પડે...
નહીં તો તારી મમ્મી રાડું નાખે તે ( ઘડપણ )

- સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ( ધડપણ )

- નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું
ને જમવા ટાણે ઘેર આવવાનું તે *ઘડપણ*

- બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી.

- ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ( ધડપણ )

- નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય....
પણ....,જોઈને રાજી થવાનું...,
ને પેટ ને મનાવી લેવાનું....
ને સાંજ સુધી બહાર રેવાનું....
*તે (ધડપણ )*

-વાત થતી હોય છોકરાની બોલે કઇક એના મમ્મી એને અને સંભળાવતા હોય કોઇ ને....
એનુ નામ *ઘડપણ*

-જો શાક મા મીઠુ ઓછુ હોય કે કઇક જોતુ હોય તો પતી ને કે તમારા મમ્મી પપ્પા ને સારુ સારુ ખાવુ...
આ સાંભળી ક્યાક ખુણા મા જઇ ને બે આંસુ વહાવી લે તે *ઘડપણ*

- જે વસ્તુ ની મા-બાપ ને ના પાડી હોય એજ વસ્તુ ને બન્ને માણસ હસીને ખાતા હોય એ જોઇ ને પણ બન્ને હસી લેતા હોય એ *ઘડપણ*

- બાળપણ જે ને આંગળી પકડી ને ચાલતા શીખવાડ્યુ હોય ,,,, એજ વ્યક્તી ધડપણ મા કોઇ ને ઠેસ આવતા કે આંધળો છે ચાલતા નથી આવડતુ બેટા એ છે *ઘડપણ*

- અંતે તે ઘયડા મા-બાપે કહ્યુ ,,,
બેટા અમે તો સહન કરી ને જ મોટા કર્યા છે તારા પપ્પા ને એ સહન ન કરી શકે ? તુ મદદ કરજે એમની..
આમ,,આટલુ સહન કરવા છતા પણ જેને પોતાના દીકરાનુ બળે વ્હાલા હા આ એજ *ઘડપણ*

- અંતે તે દાદાએ કહયું કે......

" બેટા...,! *" ઘડપણ "* બહું જ ખરાબ છે...!

કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી....!

સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડીને નો જોતો હો બેટા...!,

મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે...
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે....

*આપણા સમાજની નરી વાસ્તવિકતા*

કોઈને સમજ આવી જાય વાંચવાથી

તોં *ઘડપણ* મા આવું સહન ના કરવું પડે...
મીત્રો સારુ લાગે તો એક વાક્ય સામે જરુર મોકલજો........

-- vaibhav patel

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111240359

Read More

subscribe this channel... they are work hard for students of 11th and 12th standard in free of cost....
share it for help