જીવન માં જે મળ્યું એણે વધાવીને જીંદગી જીવતા શીખ્યું છે. હર એક પરિસ્થિતિ નાં હિસાબે મે ઢળતા શીખ્યું છે. જીવન ને હમેંશા એક હકારત્મક વલણ થી જોતાં શીખ્યું છે. મેં જીવન ને હમેંશા હસતાં ખેલતાં બાળક ની જેમ જીવતાં શીખ્યું છે.

જીવન બહુ સરસ ચાલતું હતું નહિ! અને અચાનક આવ્યો આપણાં જીવન માં કોરોના નામનો ધમાકો.🤪👻 જીવન બદલાઈ ગયું. મુંબઈ ની લોકલ સેવા રદ છે.એટલે બધી પબ્લિક રોડ થી પોતાનાં કામો પર જવા લાગી છે. રોડ થી કોઈ બસ માં તો કોઈ પોતાની કાર માં તો કોઈ સ્કુટી કે એકટીવા ઉપર કોઈ સાઈકલ ઉપર, અને ઘણાં ચાલતી કા નામ ગાડી!

ટ્રાવેલિંગ ઘણું કઠિન છે, બોલવામાં લાગે બહુ સરળ છે. જે લોકો વિરાર કે નાલાસોપારા કે વસઈ રહેતા હોય એવા લોકો જ્યારે મુંબઈ સાઈડ જવાનું હોય કે જેમ કે બાંદ્રા , દાદર તો ટ્રાવેલિંગ માં લગભગ એક સમય જવાના ૪ કલાક બગડી જાય છે.

મુંબઈ નાં લોકો નું જીવન ટ્રાવેલિંગ માં ખતમ થઈ રહ્યું છે, આ ટ્રાવેલિંગ માં માણસ નાં શરીર અને મગજ ઉપર પણ ઘણી અસરો પડે છે. અમુક લોકો શરીર થી થાકી જાય છે, અને અમુક લોકો મગજ થી થાકી જાય છે. કોઈ ને કોઈનો ઊંચો અવાજ તકલીફ આપે છે, તો કોઈને બધી વાત માં વાંધા વચકા જોવા મળે છે. અમુક લોકો એટલી હદે ચીડ- ચીડા બની જાય છે.

મગજ અને શરીર બને થી સ્વસ્થ રહેવા માટે થોડી કસરત કરવી જોઈએ,યોગા કરવા જોઈએ. પોતાનાં તકલીફો માં એક માણસે ક્યારે બીજા માણસ જોડે ખરાબ વર્તન નાં કરવું જોઈએ. માણસાઈ એ નથી કે તમે માણસ ને શોભે નાં એવું વર્તન કરો, અને પછી પોતાને સારા સાબિત કરવા મારો તો ટોન જ એવો છે હું શું કરું! એ યોગ્ય નથી.

Read More

જ્યારે સવાલો નાં જવાબ મળી જાય, ત્યારે શું થાય છે. એક સરસ મજાની શાંતિ ની અનુભૂતિ નો અહેસાસ થાય છે. આ શાંતિ એટલી સરસ હોય છે કે એની લહેરો માં કૂદકા કરવા પણ મજા આવે છે બોસ.

બહુ સરળ હોય છે આ શાંતિ ને મેળવવું, બસ મન ની વાતો ને મન માં નાં રાખીને , બધી વસ્તુ નાં ચોખવટ કરી લઈએ ત્યારે તમે આ લાગણી અનુભવી શકો છો.

હમેશા મન માં વસ્તુ ભરી રાખવાથી, ક્યારે મન ભરીને નઈ જીવી શકાય. મન ભરીને જીવન ને જીવવા માટે માણસે પોતાનું મન ખાલી કરવું પડશે. જ્યાં સુધી મન માં ભરેલી વાતો સવાલો બહાર નઈ આવે ત્યાં સુધી, તમને પણ જીવનને જીવવાની મજા નહિ આવે.

જીવન ને જીવવા માટે અને ખુશી થી જીવવા માટે જરૂરી છે કે દૂધનો ઉભરો આવે અને વેરેર જાય. એક સાથે બધી વાત નાં ન્યુક્લિયર બોમ્બ ફોડવા ક્યારે જરૂરી હોત નથી.

જ્યારે પણ એમ લાગે કઈક ખટકે છે, તો પૂછી લેવું યાર. ચોખવટ સબંધ ને સાચવી રાખે છે.

Read More

ક્યારેક કઈ ખટકે છે, ક્યારેક કઈ અટકે છે.
કોઈના તરફથી થયેલી પૂરી વાત ક્યારેક બીજા તરફથી અધૂરી રહી જાય છે.

શું હક નથી એ બીજો વ્યક્તિ પોતાનાં જવાબો ને માગે?
કઈક અધૂરું જીવન ને એક જગ્યા એ સ્ટોપ કરી ને મૂકી દે છે.
આગળ વધવું હોવા છતાં વધતું નથી.

કોઈ મન થી જીવે છે તો કોઈ મગજ થી.
મગજ થી જીવનારા ને ક્યારે આ વસ્તુઓ અસર નથી કરતી.
પરંતુ મન થી જીવનારા લોકો નાં જીવન માં ટ્રાફિક જામ માં જ અટકી જતું હોય છે.

ઘણીવાર બને એવું કે અમુક લોકો જવાબ આપવા નાં માગતા હોય , જેમ કે ignore કરવું સૌથી મોટો જવાબ છે.
પણ ક્યારેક માણસ એ વ્યક્તિ નાં મોઢા થી એ ચાર શબ્દો ને સાંભળવા માગતો હોય છે.

Read More

happy independence day

my first songs.

title is : thayo chhe prem

થયો છે આ પ્રેમ મને પણ, જીવ્યો છે આ પ્રેમ ને મે પણ...
છે હવે તારી યાદો નું વાવાઝોડું, અહિયાં કોઈ નથી તારા સિવાય...
થયો છે આ પ્રેમ મને પણ.


જીવન માં તું આવ્યો ને, લાગ્યું હવે જીવવા લાગ્યો છું ,.
હું આ જીવન..તારા થકી છે મારા જીવન નું આ અસ્તિત.
થયો છે આ પ્રેમ મને પણ...

ઊભો છું હું તારી રાહ જોતો..
જો આવીને તું હા કહે તો..
સાથ ચાલીને જાશું જીવન નાં આ લાંબા રસ્તા ઉપર ...
થયો છે આ પ્રેમ મને પણ. ..જો હોય સાથ તારો તો..સુંદર બનશે આ મારું જીવન....

જીવ્યો છું હું તારા જ માટે...તારા માટે આ મારું જીવન...
થયો છે પ્રેમ મને પણ.

Read More

થાકી ગયો છું.! માણસ નાં મોઢેથી ક્યારેક આવા શબ્દો નીકળે છે કે હું હવે  જીવન થી થાકી ગયો છું. જીવન થી થાકી ક્યારે જાય છે માણસ, જ્યારે એ પોતાના મગજ થી હારી જાય છે. માણસ નું શરીર અને મગજ બને હમેશા તંદુરસ્ત રહેવા જોઈએ .


મગજ ક્યારે થાકવું નાં જોઈએ. શરીર થી માણસ કેટલું પણ કામ કરે થાકતો નથી, પરંતુ મગજ થી થાકી ગયો તો જીવન માં કઈ મેળવી નહિ શકે.


મગજ ને હમેશા હકારાત્મક રાખવા શું કરશો તમે.


૧. હેમેશા દસ એક મિનિટ સારા વિચારો ને વાંચો.

૨. થોડો સમય નીકળી ને મેડીતટેશન કરવું જોઈએ.

૩. રોજ થોડો સમય નીકળીને કસરત કરવી જોઈએ.

૪. હમેશા હકારત્મક લોકો જોડે થોડી વાતો કરવી જોઈએ.

૫ . હમેશા મગજ ઉપર ફક્ત મગજ નું નિયંત્રણ હોવું જોઈએ. ક્યારે મન હાવી નાં થવું જોઈએ મગજની ઉપર.


સમય ની સાથે પરિસ્થિતિ સારી અને ખરાબ પણ આવી શકે છે. તો હંમેશાં એક હકારાત્મક વલણ રાખીને પરિસ્થિતિ નો સામનો કરવા સક્ષમ રહેવું જોઈએ.


તમે પોતે એક એવા વ્યકિત છો, જે પોતાને તારી અને ઉતારી શકો છો. તમે પોતે છો એ વ્યક્તિ જે તમારા જીવન ની દિશા બદલી ને પરિસ્થિતિ બદલી શકો છો.


હમેશા આત્મનિર્ભર બનો. નાનામાં નાનું કામ પણ જાતે કરતાં શીખો. જેટલી જેવી આદતો તમારી હશે, તમે એટલાં જ પાવરફુલ બનશો.


ક્યારેક ક્યારેક મગજ એટલાં માટે થાકે છે. આપણે નાની નાની વાતો માં ચિડતા હોય છે. અને એનાથી મગજ ઉપર વધારે સ્ટ્રેસ પડે છે. મન અને મગજ ની ઇન્દ્રિયો જો આપણા કંટ્રોલ માં હશે તો આપણને થાક નો અનુભવ નહિ થાય.

Read More

આપણે કોઇને નથી આપવાનો કે એના પરથી આપણી કારકિર્દી નથી ઘડાવવાની એવો બાયોડેટા જાતે જ લખીએ તો? એ બાયોડેટા આપણી જાત- મુલાકાતનો સંકલિત અંશ બનશે. સાથે સાથે હતાશાથી પીડાતા કેટલાય જીવોને નવું જોમ પૂરું પાડશે. ગીતા પર હાથ રાખીને કોર્ટમાં બોલાતી જુબાની ખોટી હોઇ શકે છે. પણ, હૃદય પર હાથ રાખીને અરીસામાં ચહેરો જોતાં જોતાં થોડીક મીનીટો પસાર કરવાથી પોતાના જ આંસુમાં આંખોના દ્રશ્યોને નવડાવીને સ્વચ્છ થઇ જવાય છે.જન્માક્ષર વાંચતા આવડતું હોત તો શિક્ષકની અદાથી મારી કુંડળીમાં ઈશ્વરે કરેલી ભૂલોનેલાલ પેનથી કુંડાળું કરીને દેખાડી હોત! ક્યારેક એવું પણ થાય છે કે કોઇકની ભૂલ સુધારવા માટે આપણો દાખલો સાચો હોવો જોઇએ. ભૂલો સ્વીકારવાની ખેલદિલી હોય અને પછી એની એ જ ભૂલોની વારંવાર દખલગીરી ન હોય એખૂબ જરૂરી છે. દાખલો ખોટો પડી શકે છે પરંતુ જીંદગીનો તાળો મેળવવો આવશ્યક છે. સામાન્ય માણસની જેમ જીવન જીવવામાં બહુ મહેનત કરવી પડે છે! દુનિયામાં દરેકને બીજા કરતા જુદા બનવું છે. આ રેસ અરીસાથી પોતાના વિઝીટીંગ કાર્ડ સુધીની છે. જેવાછીએ એવું દેખાડી દેવામાં બહુ જોખમ રહેલું છે. આપણે બધા એવી ઈચ્છા રાખીએ છીએ કે મને બધા ઓળખે, પણ સાથે એવી બીક પણ છે કે મને કોઈ ઓળખી ન જાય . . . મારા અનુભવ પ્રમાણે આપણી ભલમનસાઇનો લાભ બીજા ઊઠાવે તો માનવું કે આપણે સઘ્ધર છીએ.મારા વિશે સામેવાળાને કહેવું પડે એ મને ક્યારેય નથી ગમ્યું. મૌન રહેવાનું ચિક્કાર ગમે છે પણદુનિયાને શબ્દો સાંભળવા ગમે છે.I believe :-"આવડત ઉપર વિશ્વાસ,નસીબ ઉપર શ્રદ્ધા,અને પ્રેમાળ મન, એ જ સાચું જીવન"

Read More

આજે એક ઉખણો પૂછું?
એ કોણ છે જે ધરતી ઉપર ફક્ત તમારો વિરોધ કરવા જન્મ લીધો છે.😜🤣
તમારામાં
ans:- sir.🤣🤣

ભગવાને બધાને કોઈ ને કોઈ ઊણપ આપી છે, દેખાતી, અને નાં દેખાતી સર્વગુણસંન્ન કોઈ નથી.

#અત્યંત

#અત્યંત પ્રિય છે, મને તું, અત્યંત પ્રિય છે મને તારું મારા જીવન માં હોવું...

અત્યંત પ્રિય છે, તારા વિરહ ની રાહ, અત્યંત પ્રિય છે, તને ફરી મળવું.

અત્યંત પ્રિય છે, તારી સાથેનું જીવન! અને તું !

Read More