દિલની વાત મા દિલગીરી ન હોય.

કિરણોની જરુર આજે ઓછી હતી વૃક્ષોને
કેમ કે - પહેલા વરસાદના પ્રેમમાં તેઓ પડ્યાં
હતાં, સ્વાર્થી તો કુદરત પણ હતી ને આપણે
બસ માણસોને કોસવામાં પડ્યાં હતાં.

Read More

આંખ અંદરના અંજપા આંખમાં છલકાવનારું
કોણ છે કાગળમાં અમને ફૂલ-સમ મહેકાવનારું?
મેં નથી રાખ્યા કદી પણ આવકારના ધખારા
હોય છે એકાદ જણ આંખો ભરી બોલાવનારું!

Read More

ન તો મંદિર કે ન તો અટપટાં તત્વજ્ઞાનોની જરૂર છે.
આપણાં મન અને આપણાં હ્રદય જ આપણાં મંદિર છે.

And still, after all this time,
the Sun has never said to the Earth,
“You owe me.”
Look what happens with love like
that. It lights up the sky.

ઝંખના એકલી નથી આવતી, પોતાની સાથે તરવરાટ લઈને આવે છે. સમય, સમજણ 'ને પરિસ્થિતિને અનુરૂપ ઈચ્છાઓ અને અકાંક્ષાઓ મરતી જાય છે, પણ એ ઈચ્છાઓની સાથે આવેલ તરવરાટ કયાંય જતો નથી. દેહમાં અકબંધ રહે છે. ઈચ્છાઓ બીજુ કશું જ નહીં પણ કૈક પામવાના વસ્ત્રોમાં તરવરાટ જ હોય છે. કૈક પામવાના, હાંસિલ કરવાનો, જીતવાનો ખ્યાલ મારા માટે તદ્દન નિરર્થક છે. હાસ્યપદ છે. ઈચ્છાઓને નિર્વસ્ત્ર કરી હું ભીતરના તરવરાટ સાથે એકાકાર થવા માંગુ છું. ધીરે ધીરે જૂની ઈચ્છાઓનો તરવરાટ મારી ધમનીઓમાં વિજળી બની દોડવા માંડે છે. સતત કશાંક નો કૈફ રહે છે. કૈફ વિનાનું જીવન, જીવન જ નથી. કૈફ ગમે તે ચીજનો હોય શકે, કવિતાનો, wine નો, ઉદાસીનો, સાહસી યાત્રાનો, પ્રેમનો!

Read More

સાચા ના સો સાથી
ખોટાનો તું ખુદ પણ નહીં..

કશું કહેવાને આવ્યો છું, હું કરગરવા નથી આવ્યો.
બીજાની જેમ આ જીવન અનુસરવા નથી આવ્યો.
દયાસાગર ! હવે મુજને તું તારામાં સમાવી લે,
હું આવ્યો છું અહીં ડૂબવા, હું તરવા નથી આવ્યો.

Read More

मैं वो सब कह रही हू
जो इतने साल कह न पाए
थोड़ा गुस्सा कर रही हू
ढेर सारा रो रही हू
जरा जलील कर रही हू
थोड़ा शर्मा रही हू
बस समझ लीजिए की
मैं बेफीकर जी रही हू।

Read More

हालात बुरे थे
मगर अमीर बनाकर रखती थी,
हम गरीब थे
ये बस हमारी माँ जानती थी।