Hey, I am on Matrubharti!

કેટલો હું તને પ્રેમ કરું છું 
તને ખોવાના વિચાર માત્ર થી ડરું છું,
બસ તને જ સમજાતું નથી...

હકીકત તો શું છે? હું તો
તારી જુદાઈ ના સપના થી પણ ડરું છું,
પણ તને ક્યાં અહેશાસ છે....

તું મારા જીવવાનું કારણ,
અને તું જ મૃત્યુ સમય ની આશ છે,
એટલો તું મારા માંટે ખાસ છે....

સહાતી નથી કોઈ ની નજર,
તો પડછાયો તો બહુ દૂર ની વાત છે,
બસ તને જ દેખાતું નથી...

સદાયે મારા વિચારો માં,
અને આસપાસ છવાયેલો રહે છે,તું,
તને તો એ દેખાતું જ નથી...

હું જ તારી રુક્મિણી,
મીરા અને રાધા પણ હું જ,
બસ તને જ સમજાતું નથી....


         આરતી ગેરીયા...

Read More

સમય ને પાંખો આવી ને ,વહેતી થઈ વાત ખબર ના પડી,
કે તારી રાહ માં જો ને વીતી ગઇ રાત ખબર ના પડી...

આમ તો કોણ હતું મારુ કે,કે પછી મારી સાથે તો પણ,
તારી રાહ માં હું એકલી જ રહી ગઈ કેમ!ખબર ના પડી...

મિત્રો ની મસ્તી માં,હતી સંઘર્ષ ભરી જે રાત એ
ક્યારે રમત માં પૂર્ણ થઈ ગઈ,જો ને! ખબર ના પડી...

વિષાદો થી ભરેલી વેળા,હૃદય માં ચિનગારી જગાવી,
આત્મા ને જ સળગાવી ગઈ,ક્યારે?ખબર ના પડી...

કા તો વિશ્વાસ મારો ઓછો પડ્યો,કા તો આસ!
ઈશ્વર ની મદદ નો હાથ પાછો પડ્યો,ખબર ના પડી...

ભીની રેતી માં નાખેલો હાથ,અને યાદ આવતી એની વાત
સુકાઈ જતા,એ પણ ક્યારે ખરી પડી,ખબર ના પડી...

ઊંચે આકાશ મા ઉડવાની લ્હાય માં,ક્યારે પોતીકી,
ધરતી રિસાય ગઈ મુજ થી ,મને ખબર જ ના પડી...

ઘૂઘવાતા આ દરિયા ની ગંભીરતા જોને આરતી,
કેટલી શીખવી ગઈ સ્થિરતા,ખબર જ ના પડી...

                          ✍️ આરતી ગેરીયા...

Read More

આંખો મીચાણી જરા ને એ આવ્યા
ધર આખુ મધમધે છે લાગે છે એ આવ્યા...
કયાંક દેખાય છે આછા પડછાયા ને મન
મા જાણે મોર નાચ્યાં લાગે છે એ આવ્યા...
કયાક મોર ટહુકે અને કયાક કોયલ કુકે ને
કયાક ગાયો ના ગીત છે સંભળાયા લાગે છે એ આવ્યા..
જોવો માખણ ને મીસરી છે ઢોળાયા અને
કાન માં વાસળી ના સૂર રેલાયા લાગે છે એ આવ્યા...
આખ માંથી અમી વહી જાય મારા અંતર
માં આનંદ હીલોળા લેતો જાય લાગે છે એ આવ્યા...
લાવ ને ઉતારૂ "આરતી"એમની ઉઠી ને ગઈ
હુ હરખાવા પ....ણ કયા એ આવ્યા??કયા એ આવ્યા??

✍️ આરતી ગેરીયા...

Read More

ઓચિંતા ખખડાવ્યો કોઈ એ મન નો દરવાજો,
               ને હરખાતી પહોંચી હું જોવા..
આવકારો આપતા હૈયું હેલે ચડ્યું,
                  અને અનરાધાર આશું આંખ માં..
ઉભરાતું ઉદર જોઈ ને હૈયું મારુ હરખાય,
                સંભાળી ને મને નાચવાનું મન થાય..
   થાતું બધું જ મારું મનગમતું જાણે,
              કોઈ મહારાણી ની સરભરા થાય..
તારા આવવાના સમાચાર માત્ર થી,
            મારુ ઘર ઉપવન બની જાય..
લાગે છે નાળ જોડાઈ ગઈ તારી સાથે,
            જોને!કેવી સુગંધ છે,મારા શ્વાસે..
તારું એ પ્રથમ વાર નું ફરકવું,મારા,
           અંગેઅંગ માં રોમાંચ પ્રસરાવી ગયું..
ને તારું આ મારા ઉદર માં આગમન થવું,
         મારુ જીવન સાર્થક કરી ગયું.
તારી વાતો તો જાણે કેવી હશે?
        પણ તારી લાતો મને મજાની લાગે છે..
ને તારા આવવાની ઘડી ની પીડા,
       પણ હવે તો મને મીઠી લાગે છે..
એ નવલા મહેમાન ની જોઈ ને કાયા ,
            લાગે છે મને એની એવી રે માયા,
લાગે છે પોતાનું દરેક હવે અન્ય થઈ ગયું,
           તારા જન્મ થી મારુ જીવન ધન્ય થઈ ગયું...

                     આરતી ગેરીયા....

Read More

મારી જીદંગી નો આધાર મારી માં ,જીવન નો સ્વાસ મારી માં
        સુખડી નો ગોળ અને,  લાપસી ની મીઠાશ મારી માં
મારી દરેક જીત પાછળ ની કોશીશ મારી માં,
         મારા સુખ ની સીડી, દુઃખ પાછળ ની હિંમત
મારા ભણતર નુ ચણતર, ને જીવન નુ ગણતર મારી માં
       દરેક પંથ માં મારી ગુરૂ ,અને બેસ્ટ ફ્રેન્ડ મારી માં
ખીજાય ને શીખવે, ને પ્રેમ થી જમાડે ,
         દરેક અન્યાય સામે લડવાની હિંમત આપે
બીજા નુ માન ને પોતાનું સ્નમાન કરતા શીખવે
          અબળા ને મદદ કરતાં ને જબરા સામે લડતાં
   સૌ સાથે ન્યાય કરતાં શીખવે મારી માં
           ઊમર ના દરેક પડાવ માં હમેંશા મને
કઈંક નવું શીખતી શીખવાડતી મારી માં
       આજે પણ બોલતા એનું નામ મીઠું ને
આખુ ભરાઈ જાય મારું મો એવી મારી માં. માં
                    
                         આરતી ગેરીયા.

Read More

એક તું અને એક હું
પછી બીજું જોઈએ શું?

-Arti Geriya

કે કૈક વિચારી ને એમ નેમ જ નહિ લખાય ગઝલ
જો થાય કોક થી પ્રેમ તો અંતર માં ઉમટશે એક ગઝલ.

-Arti Geriya

stay happy and healthy

-Arti Geriya

કેટલો હું તને પ્રેમ કરું છું
તને ખોવાના વિચાર માત્ર થી ડરૂં છું
બસ તને જ સમજાતું નથી

-Arti Geriya

તારા વિના જીવવું
છે બહુ જ અઘરું
કદાચ એટલે જ કાઈ
નથી તારા વિના હું.

-Arti Geriya