મેડીકલ પ્રોફેશન માં છું... પણ સાહિત્ય પ્રત્યે ની રૂચી હોવાથી વાંચન નો શોખીન છું.... લેખક કે કવિ નથી પણ થોડું ઘણું લખું છું એ આપની સમક્ષ રજુ કરું છું.

ગૂંગળામણ નું કારણ દરવખતે
ફક્ત ઓક્સિજન ની અછત નથી હોતી,
ક્યારેક દિલમાં દબાવી રાખેલી
વાતોનો ભાર પણ હોય શકે.


#કૃણાલમેવાડા

Read More

મનગમતી મસ્તીનું શહેર,
અલબેલી વસ્તીનું શહેર,
તારી-મારી હસ્તીનું શહેર,
સહુનું પ્યારું #અમદાવાદ .

આજે પુરા #610 વર્ષનું થયું આપણું અમદાવાદ...

સવાર થી વિચારી રહ્યો છું શુ લખું ???
આટઆટલું કોણ જાણે કેટકેટલું આજ સુધી લખાયુ છે અમદાવાદ પર એમાં હું નવું શુ લખું ???

પછી ખ્યાલ આવ્યો કે આટલી 610 વર્ષની ઉંમરે અમદાવાદ જાણે રોજ નવીન તાજગી સાથે ઉઠે છે અથડાય છે,પછડાય છે ,પણ કયારે પીછે હઠ નથી કરતું ...

એ પછી કુતે પાર સસલા ની જીત હોય કે પછી કે અવાર નવાર આવતી માનવી - અમાનવી આફતો હોય #અમદાવાદ હંમેશા બાથ ભીડતું રાહુ છે હંમેશા જીતતું રહું છે ..


#happybirthdayamdavad #amdavadi #amdavad #601notout #amdavadism #amezingamdavad #krunalmevada1

Read More

*વસંત_પંચમીઃ*

ધર્મ-અર્થ-કામનો ત્રિવેણી સંગમ પર્વવિશેષ...

વસંત પંચમીનું પર્વ એના નામ પ્રમાણે વસંત ઋતુના આરંભનું પર્વ છે. વસંત એટલે કે આનંદ અને સુખ લઈ આવનાર ઘટના અંગે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, ઋતુઓમાં હું વસંત છું અને પંચાંગમાં પંચમ. આમ વસંત પંચમી વર્ષનો શ્રેષ્ઠ અને પૂર્ણ દિવસ છે.

Read More

*ટૂંકી વાર્તા*

એક નાનો તથા અતિ ગરીબ પરીવાર ધરાવતી સ્ત્રીએ,જરૂરી મદદ માટેની તમામ ધીરજનો અંત આવતાં.... ;

એક વાર "ઠાકોરજી”ની મદદ માગવા , રેડીઓ સ્ટેશને ફોન કર્યો..

એક નાસ્તિક માણસ પણ આ રેડીઓ કાર્યક્રમ સાંભળી રહ્યો હતો.

તેણે પેલી ગરીબ સ્ત્રીની મજાક
ઉડાવવાનું નક્કી કર્યું.

તેણે એ સ્ત્રીનું સરનામુ નોંધી લીધુ અને પોતાની સેક્રેટરી ને સારી એવી ખાદ્યસામગ્રી ખરીદી, પેલી સ્ત્રીને ત્યાં પહોંચાડી આવવાની આજ્ઞા કરી.

પણ તેણે પોતાની સેક્રેટરી ને એક વિચિત્ર સૂચના આપી.તેણે કહ્યું: "જ્યારે એ ગરીબ સ્ત્રી પૂછે કે આ ખાવાનું કોણે મોકલાવ્યું છે ?

તો, ત્યારે જવાબ આપવો કે એ "શેતાને"મોકલાવ્યું છે..!!"

સેક્રેટરી એ તો પોતાના બોસની આજ્ઞા પ્રમાણે સારી એવી માત્રામાં ખાદ્યસામગ્રી પેલી ગરીબ સ્ત્રીના ઘરે પહોંચાડી.

ગરીબ સ્ત્રી તો આટલી બધી ખાદ્યસામગ્રી જોઈને રાજીના રેડ થઈ ગઈ.

આભારવશતાની લાગણી અનુભવતા અનુભવતા તેણે એ બધો સામાન પોતાના નાનકડા ઘરમાં ગોઠવવા માંડ્યો.
સેક્રેટરી એ થોડી રાહ જોયા બાદ.........,
જ્યારે ગરીબ સ્ત્રીના તરફથી કોઈ સવાલ ન થયો ત્યારે.. અકળાઈને સામેથી જ પૂછી નાખ્યું ,

"શું તમને એ જાણવાની ઇચ્છા નથી કે આ બધું કોણે મોકલાવ્યું?"

ગરીબ સ્ત્રીએ જવાબ આપ્યો :
"ના.."
આ જેણે મોકલાવ્યું
હોય તેનો ખૂબ ખૂબ આભાર માનજો.. મને એની પરવા નથી,
એ જે કોઈ પણ હોય....!!
કારણ કે..;
જ્યારે મારા “ઠાકોરજી” હૂકમ કરે ને ત્યારે.. શેતાને પણ તેની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે!!

🚩 જય શ્રી કૃષ્ણ🚩

✍🏻*#કૃણાલમેવાડા *

Read More

પહેલા મરતા મરતા જીવતો હતો..
જ્યારથી મરતા મરતા જીવ્યો (બચ્યો)છું,
ત્યારથી જીવનની પરિભાષા જ બદલાઈ ગઈ છે.

#કૃણાલમેવાડા

Read More

जो इंसान खुद के लिये जीता है
उसका एक दिन मरण होता है ।
परंतु जो इंसान दूसरों के लिये जीता है
उसका स्मरण हर दिन होता है ॥

#krunalmevada

Read More

“તું જગત નો તાત જરૂર હોઈશ,
પણ તું જગતનો નાથ તો નથીજ...”

#krunalmevada