હું સાહિત્ય નથી લખતી પણ માનવીય સંવેદનાઓને વાચા આપું છું.આજુબાજુ વેરાયેલી લાગણીઓને શબ્દોમાં સમેટુ છું.આપ સૌના સાથની અપેક્ષા સાથે મારી કલમને બળ મળે એ આશા રાખું છું.

तुमसे मिलने से पहलेकी,
पूरी रातका जगरता हो गया।
कोई अलग सी उमंग थी!
ईतने सालों बाद मिलेंगें!
कैसे हो गए होंगे तुम?
कैसे दिख रहे होंगे अब?
मुझे देख कैसा महसूस
करोगे तुम?
इन सवालोंकी झड़ियाँ,
कुछ किए हुए वादों के साथ
मानों जुगलबंदी कर रही थी!
"उसे याद तो हो वो वादें!
तुम अकेली ही पहेलियाँ
न बुझाया करो।
कभी वह क्या सोचता है,
वो भी सोचा करो।"
पर,तुम जानते हो मुझे,
मेरे हर अंदाज़को,
मेरी हर ख्वाहिशोंको भी पहचानते हो!
फिर भी,न जाने क्यों नींद उड़न छू हो गई!

अब, जब कि तुम मिले हो....
तो देखोना,
वह असमंजसकी, जगरतेवाली रातके कारण,
आँखों तले काले घेरे आ गए हैं!
होंठो ने जैसे चुप्पी ही साध ली हैं!
हमेशा बतियाती हुई मैं,
बातें खोजने लगी हुँ!
वैसे बात कुछ भी नहीं थी,
फ़िर भी बहुत कुछ थी!
तुम तो बिलकुल ही नही बदले हो!
वही हँसी, वही ठहाके,
वही सभीसे अपनापन दिखानेवाली
बातों का अंदाज़!
वो ही कत्थाई बड़ी बड़ी आँखें,
पर हाँ!उस पर एनकी पहरे लग गए हैं!
इतनें सालों बाद मिलके,
जो इतनें सालों तक सोचा था,
कुछ न कह सकी और कुछ न कर पाई मैं,
बस बुद्धू की बुद्धू ही रही मैं!

कुंतल भट्ट"कुल"

Read More

*મારી લાડો ક્યાંય જતી નહિ*

મમ્મી સફાળી જ જાગી ગઈ,
ગભરાઈ ને બૂમ મારી,
મારી લાડો... ક્યાં છે તું?
ક્યાંય જતી નહિ.
કોઈ વિજાતીય મિત્ર બનાવતી નહિ..
બનાવે તો નજીક જતી નહિ ...
સંભાળજે...
મારી લાડો ક્યાંય જતી નહિ..!

હજી તું નાજુક નમણી છે,
વિચારોમાંય કુમળી છે!
કોઈ સહાધ્યાયી પ્રેમ કરી બેસશે..
તું દોસ્તી સમજશે ને એ વહેમ કરી બેસશે..
તારી દીદીની જેમ તારી ગરદન નથી વહેરાવવી ..
એકતરફી વહેણમાં નૈયા નથી ડુબાડવી...
એટલે જ કહું છું..
મારી લાડો તું ક્યાંય જતી નહિ!

લોકો જોતાં રહી જશે,
વીડિયો બનાવતાં થઈ જશે!
જાનથી તું તારી જઈશ,
ખાનદાનમાં તું અકારી થઈશ!
થોડાં દિવસો સમાચારે રહીશ!
હું તો રડતી જ રહી જઈશ..!
એટલે જ કહું છું...
મારી લાડો તું ક્યાંય જતી નહિ..

એને સજા ભલે વર્ષે થાય..
ભલે પછી એ જીવથી જાય..
એનાં મા-બાપનું હૈયુય વલોવાયને!
આંસુડાંનાં તોરણ તો ત્યાંય દેખાયને!
કેવો પ્રેમ ને કેવી હશે એ વાત!
જ્યાં જીવ સટોસટની બાજી ખેલાય!
તું એ બધાંથી દૂર રહી શકે ને..
એટલે જ કહું છું...
મારી લાડો તું ક્યાંય જતી નહિ!

ભલે રહી હું બીકણ નાર,
સૌને કહેતાં ન આવે પાર..
પહેલાં હું 'મા' છું ને!
કાળજાનો એક કટકો ગુમાવ્યો છે,
બીજીવારની હિંમત લાવવી ક્યાંથી?!
એટલે જ કહું છું..
મારી લાડો તું ક્યાંય જતી નહિ..

કુંતલ ભટ્ટ"કુલ"
સુરત

Read More

તારી નજરમાં રૂપાળી છબી હોવી જોઈએ,
પણ છબીમાંય એક મર્યાદા હોવી જોઈએ!

રૂપની પૂજારી તો છે આ દુનિયા સારી,
પણ પૂજા સાથેય એક આસ્થા હોવી જોઈએ!

પ્રેમ કરવો એ કામ ભીરુતાનું તો નથી,
પણ સ્વીકારવાનીય હામ હોવી જોઈએ!

મોહ-માયા વશ સંસાર રહ્યો છે ચાલી,
પણ મોક્ષનીય કો'ક ખૂણે આશ હોવી જોઈએ!

રૂપાંગના ને રજવાડાંની હોડ જ્યાં લાગી,
પણ ત્યાં એક ભાવનાય નિઃસ્વાર્થ હોવી જોઈએ!

કુંતલ ભટ્ટ"કુલ"
સુરત.

Read More

સોચને વાલી બાત!
**************
આજનાં યુગનો ચર્ચાનો કરન્ટ ટોપિક.."પોતાનાઓ માટે જીવવું કે પોતાને માટે જીવવું?" અજબ ગડમથલ કરાવતો પ્રશ્ન!પણ બન્ને રીતે જ જીવવું જરાય અઘરું નથી. પોતાનાઓ અને પોતાની સાથેની એડજસ્ટમેન્ટ અને એનું વિચારસરણી સાથે સાંકળવું અઘરું પડે છે એટલે પ્રૉબ્લેમ્સ ત્યાં ઉભા થાય છે.જે હું વિચારું એ જ બધાં અનુસરે એ અશક્ય હોય છે,એટલે ઘર્ષણ સ્વાભાવિક છે.સૌ જાણે જ છે પરંતું સ્વીકાર કરી ઘર્ષણ રોકવાનાં પ્રયત્નો આડે નાનકડો ઈગો નડે છે.પોતાનાંને સાચવવા આમ તો બહુ અઘરું નથી જ હોતું પણ આ નાનકડાં ઈગોરૂપી જીવડાંને બાજુએ કરવું પડે તો સૌ આપણને પણ પોતાને માટેનો ટાઈમ આપવા મદદરૂપ થશે જ.

હવે બીજો પોઇન્ટ હંમેશા ડિસ્કસ થતો હોય છે કે, ઘરમાંથી અને ઘરનાં લોકોમાંથી ઉંચું જ નથી અવાતું તો કઈ રીતે પોતાને માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો?! એ બાબતે હમણાં થોડાં સમય પહેલાં જ એક ફ્રેન્ડ સાથે વાત થઈ.મેં કહ્યું કે,સવારમાં ઉઠીને પહેલાં મશીની જવાબદારીઓ મશીનની જેમ પૂરી કરી નાંખવાની પણ આપણે રૉબો નહિ માનવી છીએ એટલે અમુક અંશે લાગણીઓ સાથે જ કામ પૂરું કરવું.એ બધું થયાં પછી શરૂ થાય પોતાનો ટાઈમ"Me time" યસ,રોજ જ મેળવી શકાય,પોતાને ગમતી પ્રવૃત્તિ કરી જ શકાય એ જે થોડો ઘણો ટાઈમ નીકળે છે એમાં જીવેલું પોતાનાં માટે જીવ્યું જ કહેવાય ને?! એ પછી આપણી વિચારસરણી પર નિર્ભર હોય છે."સ્વ કેન્દ્રી" બનવું ઠીક છે પણ "સ્વ" સાથે જોડાયેલા "સૌ"ને સાચવવા પણ ખૂબ જરૂરી છે નહિ તો,સ્વર્ગસ્થ થઈ જઈએ ત્યાં સુધી "સ્વ" માં જ રહી જવાય!
"જબ ભી સોચો અચ્છા સોચો,જીતના સોચો અચ્છા સોચો" "ઇફ યુ થિંક પોઝિટિવ સો યુ બી પોઝિટિવ"જીવનકાળ અને જીવન્તકાળનો ફરક સમજવો જરૂરી છે.પોતાનાઓ વચ્ચે જીવવું અને ક્વોલિટી ટાઈમ ફાળવવો બહુ જ જરૂરી હોય છે.પોતાનાઓ સાથે રહેતાં પણ ચોવીસ કલાકમાં એક કલાક તો આરામથી આપણે પોતાને ફક્ત પોતાને જ માટે ચોક્કસ કાઢી શકીએ (અમુક દિવસો છોડીને).
ત્રીજો પોઇન્ટ પણ જબરો છે,ફ્રી હોવું અને ફ્રી ન હોવું બન્ને સમસ્યાઓથી સ્ત્રીઓ બોર થતી હોય છે!આને શું કહેવાય?મનની આડાઈ જ ને?!વધુ પડતી નવરાશ ન જ જીવાય એ દરમિયાન મગજ સત્તર નેગેટિવિટી ઉભી કરતું હોય છે.એનાંથી બચવા એ દરમિયાન પોતાને ગમતી પ્રવૃત્તિ (જે ઘરની શાંતિને ન ડહોળે) કરી જ શકાય. ઘરનાં લોકોનું વિચારવું એ આપણાં વિચારોની પરતંત્રતા જરાય નથી.પોતાનાઓની ખુશીઓથી,સુખ-સગવડતાઓ થી આપણને ખુશી અને શાંતિ બન્ને મળે છે.થિંક અબાઉટ ઇટ.
કુંતલ ભટ્ટ

Read More