વ્યવસાયે શિક્ષિકા છું. ૧૯૯૬ થી લેખનની શરૂઆત કરી. સામાજીક નવલિકા, શૈક્ષણિક લેખ, બાળવાર્તા તેમજ અછાંદસ કાવ્ય અને ગઝલ લખું છુ. અનેક સામયિક અને ન્યુઝ પેપરમાં અવાર નવાર આવતા રહે છે.સહિયારું પુસ્તક પડછાયો ગઝલ સંગ્રહમાં મારી ત્રણ ગઝલ સમાવિષ્ટ થયેલ છે. બીજું પાંચ ગઝલકારોનું પુસ્તક શબ્દાનુભૂતિ ટૂંક સમયમાં પ્રસિધ્ધ થશે. જેમાં મારી વીસ ગઝલનો સમાવેશ થયેલ છે. હજુયે વધારે સારું લખી શકું એવો પ્રયત્ન કરું છુ. વાંચક મિત્રોની હંમેશા આભારી છું. જેના દ્વારા લખવાનું પ્રોત્સાહન મળતું રહે છે.

https://m.facebook.com/story.php?story_fbid=1217792271895184&id=100009932687314

મારી રચના દેશ-વિદેશમાં પ્રખ્યાત ગાયિકાના સ્વરમાં સાંભળો અને આપના પ્રતિભાવ આપશો અને share કરો એવી અપેક્ષા. ખૂબ ખૂબ આભાર.

Read More

જન્મ અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે.
સારા કર્મ કરવા એ આપણાં હાથમાં છે.

કુસુમ કુંડારિયા.
#જન્મ

હે, કૃષ્ણ તારા મુખની તેજસ્વીતા મન મોહક છે.
તારું એક-એક કર્મ આ પૃથ્વી લોક માટે રોચક છે!

કુસુમ કુંડારિયા.
#તેજસ્વી

Read More

જીવનનો કંઈક તો સાર હોવો જોઈએ.
લાગણીશીલ વ્યવહાર હોવો જોઇએ,

મળીએ એકબીજાને ઉત્સવ જેમ આપણે.
હર મુલાકાત એક તહેવાર હોવો જોઈએ.

કુસુમ કુંડારિયા.
#સાર

Read More

પુછવું નથી રામ, રહીમને અલ્લાહ વિશે.
વહેંચાઈ ગયો છે એ જુઓ ઈન્સાન વચ્ચે!

કુસુમ કુંડારિયા.

#પુછવું

કલા કોઈની મોહતાજ નથી હોતી,
બે-ચારને ખુશ કરવા કાજ નથી હોતી,

કુસુમ કુંડારિયા.
#કલા

સૌથી મોટો કલાકાર ઇશ્વર છે,
છતાંય જુઓ નિરાકાર ઇશ્વર છે.

કુસુમ કુંડારિયા.
#કલા

શુન્યમાંથી સર્જન કરનાર સદાય મહાન છે.
એનીજ દુનિયામાં આન બાન અને શાન છે.

કુસુમ કુંડારિયા.
#શૂન્ય

ઇશ્વરે તો મનુષ્ય માટે વિશ્વનું સર્જન કર્યું છે.
માણસે સરહદો બનાવીને કેવું પતન કર્યું છે!

કુસુમ કુંડારિયા.
#વિશ્વ

Read More

જંગલી હિંસક પ્રાણીને પણ લાગણીથી કાબુમાં કરી શકાય છે. પણ માણસ જ્યારે મર્યાદા વટાવી જંગલી બને છે ત્યારે તેને વશ કરવો અશક્ય છે.

કુસુમ કુંડારિયા.

#જંગલી

Read More