સાહિત્યનો જીવ છૂં અને સાહિત્યમાં હું જીવું છું, ફાટેલી તૂટેલી લાગણીઓને કલમના દોરાથી સીવું છું. સિહોર તાલુકાનું ઢુંઢસર ગામ કરણસિંહ ચૌહાણ છે નામ.શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજ,ભાવનગર ખાતે કરુ છું કામ, સૌ સાહિત્ય રસિકોને મારા હદયપુર્વકના પ્રણામ.

ધડકતા , રડતા દિલના હાલ કોઈ પુછતું નથી, મડદાની મોકાણ કરવા વ્યસ્ત છે જગતના માનવીઓ!!!

સમયે સમયને સમય સાથે સમય જેવો સમય મલે તો સમયની સાચી કિંમત થાય.

વિસ્તારના વિચારોને બદલે,વિચારોના વિસ્તાર કરો.

કોઈ અેકબીજા માટે બનેલા છે,તો કોઈ અેકબીજાને બનાવે છે.

ઝાડવું જો ઉભે ઉભું જતું હોય સુકાઈ, તો તેનું મૂળ જુઓ ડાળ,પાન જોવાથી નહિ થાય કાંઈ.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'કદરના નામે' વાંચો
https://www.matrubharti.com/book/19875487/kadarna-name

ચહેરો જેટલો ચોખ્ખો હોય,તેટલો માણસ સારો લાગે.ને વિચાર જેટલો સારો હોય,અેટલો માણસ ચોખ્ખો લાગે.

લાવી ન શકે ઘણા ચોપડા પણ,જેટલું ભાન અેક અનુભવ કરાવે છે.

હતી નિર્દોષતાને, વળી હતું કેવું ભોળપણ,વતનમાં હતો વાસ,હતું મજાનું અે બાળપણ.

તકલીફ આજે મેદાનમાં ઉતરી છે,
તેથી તો આ રમત મારી સુધરી છે.