લખવું એ જ નિજાનંદ.

મળવું છે તને
એવા ઝાંખા અંધકારમાં...
વિજ્ઞાનની શોધખોળો પહેલાંના
અગવડભર્યા સંસારમાં
જંગલી પશુઓથી ને દેમાર ફૂંકાતા પવનોથી
ભાગવું છે તારો હાથ ઝાલીને
ખારાં પાણીમાં ઝબકોળાઈને જ તો
ઝરણાંની ટાઢક અનુભવાશે
તુૃં અનુભવાશે
એટલે જ તો
સાંબેલાધાર ફોરાંમાં
ચાળણી ચાળણી થઈ જવું છે
ને બળી જવું છે તારી દૃષ્ટિમાં રહેલી
શિષ્ટ અગ્નિના તાપથી
મળવું છે તને
સમુદ્રના તળિયે ને એનેય તળિયે
સ્વયં તળ થઈ
ખોદાઈ જવું છે ને જાણવું છે
શું છે મારાં મૂળમાં ને તારા ખારાં જળમાં
હું વસી શકે મારાં અશ્રુનીર થઈ?
જો હા, તો વસવું છે મારે
તારાં દેહ પર
પ્રસ્વેદબૂંદો બનીને
મળવું છે તને...

#અનુ_મિતા
#નિર્મોહી_અને_હું_
#ગુડ_મોર્નિંગ_મેરી_જાન_

🍂🍂

Read More

અબ દેખો ન્
તુમસે મૈં યહ ભી નહીં કહ સકતી
કિ મુજે
અચ્છા લગતા હૈ તુમ્હારા
ઈંતઝાર કરતે હુએ
બાર બાર તુમ્હારી તસવીર
દેખતે રહના.
ના, ના,
તુમ્હારી કસમ
તુમ્હારી તસવીર બડે હી
સલીકે સે દેખતી હૂં મૈં
મન મચલ ઉઠતા હૈ, મગર ફીર ભી
તસવીર કે કિસી કોને કો
ચૂમતી નહીં મૈ
બડી મુશ્કિલ સે સંભાલે રખતી હૂં અપની
ઉંગલિયોં કો
ઘૂમતે ઘૂમતે કહીં
તુમ્હારે હોઠોં તક ન પહુંચ જાએ
મુસ્કુરાતે હુએ તુમ્હારે ચહેરે કો
ઘંટો તક દેખ સકતી હૂં મૈં, રોઝાના
લેકિન...
ડરતી હૂં, કહીં
મેરી હી નઝર...
ઈસી લિયે કહતી હૂં તુમસે
થોડી થોડી દેર મેં
આ જાયા કરો ન્ મેરે
ખયાલોં મેં
બેહદ પ્યાર ભી કર લિયા કરુંગી
ઔર
તુમ્હેં પતા ભી ન ચલને દૂંગી
અબ યે જો ગુઝારિશ હૈ
ખયાલોં મેં હી તો હૈ...
હૈ ન્...!

#अनु_मिता
#ગુડનાઈટ_

Read More

ક્યારેક
આમ અચાનક જ એ
અદૃશ્ય થઈ જાય
તો...
મને-કમનેય તુૃં
યાદ કરજે હં એને
ધરાર અશક્ય હોય તો પણ
પૃચ્છા કરજે એના વિશે
સાવ અસત્ય ને ખોટેખોટા
થોડાક વખાણ કરજે એના
યોગ્યાયોગ્યનાં ત્રાજવામાં તોલ્યા વગર જ
એના વડે કહેવાયેલી એકાદ ઉક્તિમાં
સત્ત્વનું આરોપણ કરજે
એકાદ વખત
એકાદ વખત જ
એની વિચિત્ર મુખમુદ્રા કલ્પીને
તુૃં મલકાજે
'ફરી ન મળજે' ના તીવ્ર ભાવ સાથે જ
ભલે
તું અવળી પ્રાર્થના કરજે.
એ અબુધને તુૃં
ચાહી ન શકે કદાચ, પણ
એનો એ ભરમ એને આજીવન
જીવવા દેજે,
એને તો તને આમ જ છેટેથી
ચાહવા દેજે...

#અનુ_મિતા
#ગુડ_મોર્નિંગ_મેરી_જાન_

Read More

ચલ કોઈ એવી જગ્યાએ જઈએ
જ્યાં અંધારું હોય
પ્રગાઢ અંધારું
જ્યાંથી માત્ર તારામંડળ જ નહીં,
નક્ષત્રો ને નિહારિકાઓ પણ સ્પષ્ટ દેખાતાં હોય
જ્યાંથી સમગ્ર અવકાશ
ભરચક ભાસતું હોય
લાખો-કરોડો ચંદ્રમાઓ આપણાં પર
હેત વરસાવતા હોય
આખી પ્રકૃતિની સ્નેહભરી દૃષ્ટિ વડે રક્ષાતાં
દૃશ્યમાન આપણે
બેય અદૃશ્ય હોઈએ
એકમેકને માટે
ખભા પર ઝૂકેલું મસ્તક
ને ગૂંથેલી હથેળીઓની અનુભૂતિ સિવાય
કશું જ અનુભૂત ન હોય
સ્પર્શ્યા વિનાના સ્પર્શનો સ્વર્ગીય આનંદ લઈ
ચલ, ખૂંપી જઈએ
નશ્વર પ્રકાશની દુનિયામાં
મળીનેય ન મળ્યાંની કસકનો અનુભવ
મનભરીને માણવાની
બેધારી વાસ્તવિક દુનિયામાં
રહી જઈશું ત્યાં બનીને
યાદ હંમેશાં...

#અનુ_મિતા

શુભરાત્રિ..🌺

Read More

જો,
ચા મૂકવી છે મારે
તુૃં આમ જ
મલકાતો મલકાતો
ટગર ટગર જોયા કરીશ, તો
ખાંડ જેટલી ચાની પત્તી નાખી દઈશ હું
ને ખાંડ તો ભૂલી જ જઈશ પછી
પછી તુૃં જ કહીશ,
ચા તો કડવી છે !
પેલું ફિલ્મોમાં બતાડે છે ને
તુૃં ચાખી લે તો મીઠી થઈ જશે ચા...!
એમ ચાખીને આપીશ તોય કડવી જ રહેશે ચા
એટલે જો !
આમ ટગર ટગર ન જો મને
હવે રિસાઈને જઈશ નહીં હં
અહીં જ રહે
મારી આસપાસ
ને જોયા કર મને
પણ એ રીતે કે મને
જાણ ન થાય...

#અનુ_મિતા
#નિર્મોહી_અને_હું_
#ગુડ_મોર્નિંગ_મેરી_જાન_

Read More

એય અંતર્યામી !
ધર ને કોઈ વિરાટ રૂપ
ને પ્રસરી જા આભથી લઈ ધરા સુધી
જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં
તુૃં જ તુૃં હોય,
કર ને એવું કંઈક !
આંખો મીંચીને થતી તારી અનુભૂતિને
નરી આંખેય કરવા દે ને
હવે એમ ન કહીશ કે
આટલો ઓછો પડું છું તને?
પ્રત્યક્ષ કે પરોક્ષ
ભીતર કે ઈતર
શ્વાસ જેવો છે તુૃં તો,
ઓછો જ પડે ને !
હા, ઓછો જ પડે...

#અનુ_મિતા
#નિર્મોહી_અને_હું_

Read More

quotes/turn-mne-oddhe-ke-tne-hun-tthriishun-aapnne-beya-anu-mitaa-ce719y

ચલને, ગરબા જોવા જઈએ.

રંગોની છોળો ને તાલની રમઝટ...

રમવા જેટલી જ જોવાનીય મજા પડશે,
તુૃં સાથે હોઈશ તો !

ના ના !
આવવાની જરૂર નથી.
આવીશ તો...
રંગછોળો ને રમઝટો
આંખોમાંથી વહેવા માંડશે.
પછી તો બધે જ બધું જ અટકી જશે
સ્થિર ને ધૂમિલ થઈ જશે
કાન પર પડતી ગરબાની ધૂનમાં
જૂદો જ લય
હિલોળા લેવા માંડશે
ને હાથતાળી નહીં પડે
કે પગને બદલે પણ
થિરકશે કંઈક
બીજું જ...
મારે તો ગરબા જોવા છે
તારી સાથે જોવા છે
તારી સાથે...એટલે...
સમજે છે ને તુૃં?
જે ઘડીએ ઢોલ પર પહેલી થાટ પડે
તુૃં કલ્પજે મારા ઝાંઝર
અને જે ઘડીએ પેટશે આરતીની જ્યોત અહીં
હું કલ્પીશ તારું મુખમંડળ
મલકતાં મલકતાં આપણે બેય
સાથે માણીશું
આઠમની રાત, ગરબાવલીને સાથ...

#નિર્મોહી_અને_હું_
#અનુ_મિતા
#પાનખર

Read More

પાઘડી ને કેસરિયા વાઘામાં
તને કલ્પું તોય
હાથમાં વાંસળી કે માથે મોરપીંછ તો
નહીં જ કલ્પું.
એટલે નહીં કે તને ગોપિકાઓ સંગે
રાધા ઘેરી વળશે,
બલકે એટલે કે,
તુૃં કોઈને નહીં ઘેરે.
અખંડ યોગી નથી કલ્પવો તને
ડાંગ ફેરવતો ગોવાળ કલ્પવો છે.
પછી મને ઘેરીશ નહીં તો ચાલશે, પણ
રોજ આંતરવા તો દઈશ !
કે એક કાંકરી
તારા અભેદ્ય સ્નેહસાગરમાં
મને મારવા દઈશ?

#અનુ_મિતા
#નિર્મોહી_અને_હું_

Read More