લોકો શૂન્ય માંથી સર્જન કરે છે પણ મેં તો minus થી ચાલું કર્યું છે તો થોડો સમય લાગશે. _jaydip khachriya

મેળવેલું
માણતા
શીખીયે
એ જ સુખ

મોટા થયા પછી
અમુક વાતો પરિવારને કહી નથી શકાતી,
ત્યારે જે બ્રહ્માષ્ટ્ર કામ આવે તેનું નામ

મિત્ર....

બસ મને તો એટલી જ ખબર પડે કે
દોસ્ત એટલે...
સ્વયં પછીનો સૌથી પહેલો સ્વજન....

बेवजह है तभी तो प्यार है।
वजह होती तो व्यापार होता ।।

_ अज्ञात

પ્રેમ દર્શન નો વિષય છે
પ્રદર્શન નો નહી .....

-અજ્ઞાત

રસ્તા નાના અને સફર લાંબો છે,
તારા વગર તો આ રસ્તા પણ નકામો છે.

ખુલવા લાગ્યું છે આપણું શહેર
ચાલો એક મુલાકાત તો કરીએ,

બે ગજ નું અંતર પણ જાળવીશું
પણ ફેસ 2 ફેસ વાત તો કરીએ.

હંમેશા "Repair" કરતાં શીખો..
અનમોલ સંબંધો નું "Solution"
"Replacement" નથી.

#cp

પ્રેમમાં જે સાવધાની હોય છે
એ જ ચાહતની નિશાની હોય છે!

ફૂલને સ્પર્શે, છતાં ચૂંટે નહીં
એ હવાની ખાનદાની હોય છે

Read More

ફરી એકવાર શિક્ષણની સીસ્ટમ પર કૃષ્ણ દવે ની અદ્દભુત રચના ને યાદ કરીએ

આંટી ઘુંટી એડમીશનની, જાળ માં એવા જકડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

સાવ બિચારા બની મા બાપ, ક્યાંના ક્યાં જઈ રખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

પોતે સૌ શિક્ષણના રાજા 'ને સીસ્ટમ અંધેરી,
કાં તો સીધું ખિસ્સું કાપે, કાં તો લે ખંખેરી,
કઈ રીતે ડોનેશન દેશું? ઘરમાં વાસણ ખખડે છે,
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .!

ડોક્ટર, એન્જીનીઅર, એમબીએ, બીસીએ કે સીએ.! 
નીટ, ઝી,નાટા, ને ગુજસેટ, સીમેટ, ગેટ, કેટ.. સૌ લોહી મજાનું પીએ..
જાણે કે સો બાજ વચાળે એક કબુતર ફફડે છે.!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે..!

ક્યાં ગઈ વિદ્યા? વ્હાલ ગયું ક્યાં? 'ને ગુરુ શિષ્યનો નાતો?
ના.. ના.. વિદ્યાપીઠ નથી, અહિંયા કેવળ ધંધો થાતો:
એક ખુણામાં ઉભો ઉભો વડલો એવું બબડે છે...!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

Read More