...

છે સાંકડી જગ્યા અને ગહેરી ખામોશી ,
ટીપે ટીપે અંતરમાં ઉદ્ભભવે છે ખામોશી..

રોજ થાય કે ઉલેચી દઊ આ ખામોશી,
પણ ક્યાં કોઇને કહેવાય આ ખામોશી ..

હોઠે બની તાળું વસાઈ જાય ખામોશી,
મૌન આંખોથી ઉભરાય આ ખામોશી..

-R.Oza. મહેચ્છા

Read More

અવિરત વહેતું કલકલ ગાતું ઝરણું છે જીવન..
અનેક અડચણો છતાં જીવાતું જાય છે જીવન...

કદીક સુખની મીઠી છાંવ તો કદીક દુખનો તાપ,
છતાંય ચાલતો રહેતો અવિરત પ્રવાસ છે જીવન..

શું આ ઉધામા અને શેની છે આ ભાગદોડ ..?
ફૂલ સમ મ્હોરીને ખરવું બસ એ જ છે જીવન..

આવ્યાં ,રહ્યાં અને ગયાં એટલી જ છે વાર્તા ,
અંનત ચાલતી યાત્રાનો એક પડાવ છે જીવન ..

R.Oza "મહેચ્છા "

-R.Oza. મહેચ્છા

Read More

તૂટેલાં પાનને પૂછો જો સરનામું કોઇ મહેંકતી વસંત હશે,
સુકાઈ ગયેલાં આંસુઓમાં પણ કોઈને ચાહ્યાંનું દર્દ હશે ..

એમ ક્યાં મળે છે જીવનનો અનુભવ સહેલાઈથી કદી ,
કરચલીઓવાળા ચહેરામાં પીઠે ઝીલેલા ઘાવ બંધ હશે..

-R.Oza. મહેચ્છા

Read More

આ તો કેવી વિચિત્ર માનસિકતા આપણા સમાજની,
ઉછેર્યો દીકરાને અને સેવાની ફરજ વહુને પાડવાની.!!
#માનસિક

શાનદાર આવાસ બનાવવાની દેખાદેખીમાં,
સંતોષભર્યું ઘર બનાવતાં ભૂલ્યાં છે લોકો ..

#આવાસ

મારાં હૃદયનાં ટોડલે રોજ શ્રદ્ધાદીપ જલાવું છું,
કે કોઇ તો આ આવાસની બહારી સુંદરતા નહીં,
પણ ભીતરની સરળતાને સમજવાં આવશે..
#આવાસ

Read More

ભલે લોભવશે બહું #ચળકદાર રસ્તો અસત્યનો,
પણ મંજિલ તો સત્યનાં કાંટાળા માર્ગે જ મળશે.

એકલતાનાં આ વેરાન રણની ભૂખ તરસ સહી શકું છું,
ભાથામાં બાંધેલી તારી સ્વાદિષ્ટ યાદોથી જીવી શકું છું.
#સ્વાદિષ્ટ

Read More