ડિપ્લોમા ઈન જર્નાલિઝમ, નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ, અમદાવાદ

પત્તા રમવા વિશે આ મને નવું જાણવા મળ્યું હોં. ♠️♥️♣️♦️
Playing Cards-પત્તાનો અર્થ !

આપણે પત્તા રમીએ છીએ,મજા કરીએ છીએ.પરંતુ કદાચ બહુ થોડા જ લોકો જાણતા હશે કે પત્તાની ડિઝાઈન વાંહે વિજ્ઞાન જેવું છે અને સાથે જ તે પ્રકૃતિ સાથે પણ સંબંધિત છે એમ જણાય.લિસ્સા લંબચોરસ કાગળમાંથી બનેલા પત્તાં ચાર પ્રકારના હોય છે.દરેક જાતનાં 13 કાર્ડ દરેક મળીને કુલ 52 કાર્ડ બને છે.પત્તાં એક્કાથી દસા,ગુલામ, રાણી અને રાજા સુધી.lr
1. 52 પત્તાં.....52 અઠવાડિયા
2. 4 પ્રકારના પત્તાં.....4 ઋતુઓ
3. દરેક રંગના 13 પત્તાં.....દરેક સિઝનમાં 13 અઠવાડિયા.
4. બધા કાર્ડનો સરવાળો....1 થી 13 = 91 × 4 = 364
5. જોકર.....364+1= 365દિવસ...1 વર્ષ
6. બીજા જોકરની સંખ્યા છે..365 +1=366 દિવસ..લીપ વર્ષ
7. 52 કાર્ડ્સમાં 12 ચિત્ર કાર્ડ - 12 મહિના.
8. લાલ અને કાળો...દિવસ અને રાત!
1.એક્કો - અંતરાત્મા
2. દુગ્ગી-પૃથ્વી અને આકાશ
3.તીરી-બ્રહ્મા,વિષ્ણુ,મહેશ
4.ચોકી- ચાર વેદ (અથર્વવેદ,સામવેદ,ઋગ્વેદ,અથર્વવેદ)
5.પંજી-પંચ પ્રાણ (પ્રાણ,અપાન,વ્યાન,ઉદાન,સમાન)
6.છક્કી- ષડરિપુ (કામ,ક્રોધ,મદ, આસક્તિ,મત્સર,લોભ)
7.સત્તી- સાત સમુદ્ર
8.અઠો- આઠ સિદ્ધિ
9.નવમ- નવ ગ્રહો
10.દસી- દસ ઈન્દ્રિયો
ગુલામ - મનની વાસના
રાણી- માયા
રાજા - બધાનો શાસક
એક્કા- માણસનો અંતરાત્મા!

કદાચ આ શબ્દો ની ગોઠવણી જ હોય... છતાંય સાચું લાગે છે

-મહેશ ઠાકર

Read More

*#જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે. #*

*એક વૃદ્ધ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી. આગળના સ્ટોપ પર એક સુંદર મજબૂત યુવતી બસમાં ચઢી અને વૃદ્ધ મહિલાની બાજુમાં બેઠી. થોડીવાર પછી તેને બાજુ માં બેઠેલી વૃદ્ધ મહિલાને ધક્કા મારવા નુ ચાલુ કર્યુ અને તેના સામાન ને પણ પગ થી લાતો મારવા લાગી. યુવતીએ જોયું કે વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે તો પછી તે યુવતી એ તેમને પૂછ્યું "મેં તમારી સાથે આવુ દુષ્કર્મ કર્યું છતાં તમે ચૂપ છો ? તમે કોઇ ફરિયાદ કેમ ન કરી ?"*

*વૃદ્ધ મહિલાએ હસીને જવાબ આપ્યો*

*"આટલી નાની-નાની બાબતોમાં અને અસભ્યતા પર ચર્ચા કરવાની મને જરૂર જ ના લાગી. કારણ કે મારી તમારી સાથેની આ સફર બહુ ટૂંકી છે અને હું આગળના સ્ટોપ પર જ ઉતરી જવાની છું.*

_*આ જવાબ સુવર્ણ અક્ષરે લખવા લાયક છે.*_

*"આવી તુચ્છ બાબત પર ચર્ચા કરવાની જરૂર જ નથી, કારણ કે મારો તમારી સાથેનો પ્રવાસ બહુ ટૂંકો છે"*

*આપણે દરેકે આ સમજવું એટલુ જ જરુરી છે કે આ દુનિયામાં આપણો સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો, ઈર્ષ્યા, અન્યોને માફ ન કરવા, નારાજગી અને ખરાબ વર્તન પાછળ વ્યર્થ થાય તે યોગ્ય તો ના જ ગણાય.*

*કોઈએ તમારું હૃદય તોડ્યું છે ? શાંત રહો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.*

*શું કોઈએ તમને છેતર્યા, ધમકાવ્યા અથવા* *અપમાનિત કર્યા છે ? આરામ કરો. તણાવ ન કરો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.*

*કોઈ કારણ વગર તમારું અપમાન કરે છે ? શાંત રહો. અવગણના કરો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.*

*કોઇ પાડોશીએ એવી ટિપ્પણી કરી કે જે તમને પસંદ ન આવી ? -શાંત રહો, તેની તરફ ધ્યાન ન આપો. તેને માફ કરી દો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે*.

*કોઈએ તમને કઈ સમસ્યા કે મુશ્કેલી આપી છે? એને ભુલી જાવ. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.*

*કોઈને ખબર નથી કે આપણી મુસાફરી કેટલી લાંબી છે. કોઈને ખબર નથી કે તે તેના અંત પર ક્યારે પહોંચશે ? તો મિત્રો અને કુટુંબીજનોની કદર કરીએ, આદર, દયાળુ અને ક્ષમાશીલ બનીએ. આખરે આપણે કૃતજ્ઞતા અને આનંદથી ભરાઈ જઈશું.*

_*તમારું સ્મિત દરેક સાથે વહેંચો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.*_

*मुसाफिर.....हुँ यारों*
*ना घर है ना ठिकाना*
*तुझे चलते जाना है...*
*बस चलते जाना ।।*

-મહેશ ઠાકર

Read More

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો
ખોબો માગું ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો સાંવરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમજીનું નામ મારું નાણું
મારા જીવનું ગુલાલ જેવું ગાણું
જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો
સાંવરિયો રે મારો સાંવરિયો

કોઈ પૂછે કે ઘર તારું કેવડું?
ઘર મારું કેવડું? ઓ હો હો હો...
મારા વ્હાલમજી બાથ ભરે એવડું!
મને પૂછે કે ઘર તારું કેવડું?
આંખ ખટકે ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી

છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો
ખોબો માગું ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો સાંવરિયો
ખોબો માગું ને દઈ દે દરિયો
સાંવરિયો રે મારો સાંવરિયો

- રમેશ પારેખ
લયના રાજવી કવિ શ્રી રમેશ પારેખની યાદમાં...
આજે એમની પુણ્યતિથિ એ યાદ કરીએ...
#રમેશોત્સવ

-મહેશ ઠાકર

Read More

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

– બરકત વિરાણી ‘બેફામ’

-મહેશ ઠાકર

Read More

એવું નથી ઓ કાળ કે મંથન માં રસ નથી
અમૃત રહ્યું નહીં તો સમંદર મા કસ નથી

દેખાય છે હજી એ મને રણ મા ઝાંઝવાં
દાવો અમસ્તો કેમ કરું એ તરસ નથી

જૂઠા પડે ના ક્યાંક તબીબો ના ટેરવાં
પ્રેમી ની નાડ છે કોઈ મામુલી નથી

લિલી સૂકી તો શૂન્ય છે ચૈતન્ય નું પ્રમાણ
કબરો ના ભાગ્યમાં કોઈ માઠું વરસ નથી

*-શૂન્ય પાલનપુરી*

-મહેશ ઠાકર

Read More

*પતિદેવ* ઓફીસેથી ધરે પાછા ફર્યા તો..... *ટેલીવીઝન ઉપર ચીપકાવેલ એક કાગળ મળ્યો* જેમાં વેકેશન માં *પિયર જતી પત્નિએ* લખેલી *સુચનાઓ*.

*સુચનાઓ* હતી...કે

હું છ સાત દિવસો માટે મારી મમ્મીને ધરે છોકરાઓ સાથે જાઉં છું, આ નિચે લખેલી *સુચનાઓ* માત્ર સુચનઓ જ નહી વોર્નિંગ પણ સમજવી.

૧-મારી ગેરહાજરીમાં *મિત્રોને* ધરે ભેગા કરવા નહીં..ગયે વખતે *બે ખાલી બોટલો* માળિયામાંથી મળી હતી અને સોફા નિચેથી ચાર *લાર્જ સાઇઝ પીઝાનું* બીલ મારા હાથમાં આવ્યું હતું...

૨- બાથરૂમમાં ગયા વખતની જેમ શોપ કેઇસમાં *મોબાઇલ* ભુલી ના જતાં. કોઇને બાથરૂમમાં *મોબાઇલ* ની શું જરૂર પડે તેજ સમજાતું નથી.?

૩-તમારા ચશ્મા બોક્સમાં સાચવીને રાખજો. ગયા વખતે તે ફ્રીઝમાંથી મળ્યા હતા.

૪- *કામવાળીને* પગાર આપી દીધો છે...તમારે વધારે *અમીરી* બતાવવાની જરૂરત નથી.

૫- સવાર સવારમાં *પડોશી* ને એમ કહીને ખલેલ પહોંચાડતા નહીં *“અમારે આજે છાપુ નથી આવ્યું તમારે આવ્યુ “ ?*
આપણો અને તેમનો *છાપા વાળો* જુદા છે.
અને હા, આપણો *ધોબી* અને *દુધવાળો* પણ જુદા જ છે.

૬- તમારા *નિકર* અને *ગંજી* કબાટની ડાબી બાજુએ છે.. જમણી બાજુએ છોકરાઓના છે... ગઈ વખતની જેમ કહેતા નહી કે કામ કરતી વખતે હું *અનકમ્ફર્ટ* અનુભવતો હતો...

૭- તમારા બધાજ મેડીકલ રીપોર્ટ આપણે ગયા અઠવાડીયે કરાવી લીધા છે અને બધાજ નોર્મલ છે.... એટલે વારે વારે તબિયતને બહાને ઓલી *લેડી ડોકટર* પાસે દોડ્યા ના જતાં.

૮- મારી *બહેન* અને *ભાભી* નો જન્મદિવસ ગયા મહીને આપણે ઉજવી લીધો છે એટલે તે બહાને ગમે ત્યારે તેમના ધરે જઈને ડીસ્ટર્બ કરતાં નહીં.

૯- મેં દસ દિવસ માટે *વાઇ-ફાઇ* બંધ કરી દીધું છે એટલે નિરાંતે *ઊંઘજો*...

૧૦- મારા પિયર જવાથી મનમાં ને મનમાં ખુશ થઈને રાજી થવાની જરૂરત નથી કેમ કે આપણા પડોસીઓ *મીસીસ જોશી, મીસીસ વ્યાસ, મીસીસ પટેલ, મીસીસ ત્રીવેદી, મીસીસ કુલકર્ણી, મીસીસ પટવારી અને મીસીસ ચેટરજી* બધાજ આ સમય દરમ્યાન બહારગામ જ છે.

૧૧- અને *હા*, ઓલી પાડોસી *ચુડેલ પ્રીયા* ને ત્યા *ખાંડ , કોફી* કે *દુધનાં બહાને વારે વારે જતાં નહી.. મે બધોજ સ્ટોક રસોડામાં* *પહેલેથીજ ભરી લીધો છે.*

*૧૨-અને છેલ્લે,*
*જરાપણ વધારે પડતી હોશિયારી કરવાની કોશીશ કરતાં નહીં...*
*હું ગમે ત્યારે તમને જાણ કર્યા સિવાય પાછી આવી શકુ છું.*

હેપી વેકેશન....
🍓🍓🍓

-મહેશ ઠાકર

Read More

આજરોજ સોમવાર બુદ્ધપૂર્ણિમા માં ના પાવન દિવસે એક ઐતિહાસિક ઘટના ભારત દેશ માં બની, ભારત માં આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર છે તેની બાજુ ઔરંગઝેબ અને તેની મુઘલ સેના એ કાશી વિશ્વનાથનું મંદિર તોડી ત્યાં જ્ઞાનવ્યાપી મસ્જિદ બનાવી દેવામાં આવી હતી..મસ્જિદ ની નીચે મંદિર છે તેવી કરોડો હિંદુઓ ની માંગણી હતી હિન્દૂ સંગઠન દ્વારા કોર્ટ માં અરજી કરવામાં આવી તે અનુસંધાન માં ન્યાયલાય તરફ થી એક કમિશન ની રચના થઈ અને મસ્જીદ ની તપાસ કરતા આજ રોજ કાશી વિશ્વાનથ નું શિવલિંગ મળી આવ્યું છે ત્યારે કરોડો હિન્દૂ ઓ હર્ષ ની લાગણી અનુભવે છે.. તેના ભાગ સ્વરુપે અમદાવાદ ચમનપુરા વીર હનુમાન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યુ હતું હર્ષોઉલ્લાસ સાથે મહાદેવ ની આરતી ઉતારી મીઠાઈ વહેચી ભવ્યથીભવ્ય ઉજવણી કરી હતી..

હર હર મહાદેવ..
જય જય શ્રી રામ..

-મહેશ ઠાકર

Read More

*યાદ છે બરાબર, ધાબા પર સાંજથી ગાદલાંઓ પથરાઈ જતા, રાતે સૂતી વખતે કોની પથારી ઠંડી છે એની ખાતરી પથારીમાં આળોટીને કરતા*

*મા પાણીની ઢોચકી મૂકવા માટે વારંવાર યાદ કરાવતી. ધાબા પર મૂકેલી એ પાણીની ઢોચકી અડધી રાતે ફ્રીઝની ગરજ સારતી.*

*બરફ્ગોળો ખાવા જવા માટે ખાસ કાર્યક્રમ ઘડાતો ને એક જ ગોળા પર ચાર પાંચ વાર મસાલો છંટાવીને, જીભ કેસરી થઇ છે કે નહિ એ જોઈ કરીને પછી પાછા આવતા.*

*ઘરે સંચાનો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલેથી તારીખ નક્કી થતી, મોટા ભાગે તો ફોઈ આવે પછી કે પછી છોકરાંઓનું પરિણામ આવી જાય પછી બનતો આઈસ્ક્રીમ. સવારથી આસપાસ ગોઠવાઈ જતાં ને સંચો જરાક જેટલો ઉઘાડીને કેવોક આઈસ્ક્રીમ બનશે એની ગંભીરતાપૂર્વક જાહેરાત મોટેરાઓ કરતા.*

*ઘરે આઈસબોક્સમાં ભરેલો બરફ રાત પડતાં ખલાસ થઇ જતો ને કોકને ત્યાંથી બરફની ટ્રે મળી જાય તો કુબેરના ભંડાર મળ્યા જેટલો આનંદ થતો.*

*રાત પડ્યે ઢગલાબાજી ને ચારસોવીસની રમત મંડાતી, ભારોભાર જૂઠું બોલીને જીતી જવાતું પત્તાની એ રમતમાં તે કોઈ વડીલ સૂઈ જાઓ એમ ધમકાવે ત્યારે પૂરી થતી.*

*સવારે કોયલના ટહુકારે ઉઠી જવાતું તો ય માથે મોઢે ઓઢીને સૂરજનાં અણિયાળા કિરણો આંખમાં ન ભોંકાય ત્યાં સુધી પથારીમાં આળોટતા રહેતા.*

*એફ બી આઈના સભ્યો જેટલી જ ગંભીરતાથી તપાસ કરતાં કે કોના ઘરે રાયણ પાકી છે ને કોના ઘરે શેતૂર. બપોરે ટોળી નીકળી પડતી ચોરી કરવા. ચોરીનો એ માલ ઈમાનદારીથી વહેચી લેવાતો.*

*આઈસપાઈસની ચાલુ રમતમાં ઘરે જઈને જમી અવાતું ને આંધળોપાટો રમતી વખતે પાટો ઉંચો કરીને જોઈ લેવાની અંચાઈ પણ કરી લેવાતી.*

*પેટભરીને ઝગડી લેવાતું ને તરત જ કેરીના ચિરીયાઓ પર સુલેહ પણ થઇ જતી.*

*ગુલમહોરના ફૂલોમાં રાજા અને રાણી ખબર હોય તો બહુ જ્ઞાન હોવાનું અભિમાન લઇ શકાતું ને ગોરસઆંબલીનો બિયો કથ્થઈ ફોલી શકાય તો બાકી છોકરાંઓમાં આવડતના બણગા ફૂંકી શકાતાં.*

*રાતના ધાબા પર સપ્તર્ષિના તારાઓ તરફ મીટ માંડતા માંડતા ઠંડા પવન વચ્ચે આંખો મીંચાઈ જતી અને એક જ ઊંઘે સવાર પડી જતી.*

*ગરમીનાં એ દિવસોની કેટલી રાહ રહેતી બાળપણમાં !!!*

*આજે દિવસમાં કઈ કેટલીયે વાર કેટલી ગરમી છે એમ બબડી લઈએ છીએ ને ગરમીને હરાવવામાં લાગી જઈએ છીએ. મિનરલ વોટરનો ગોળો ક્યાં મળે છે એની તપાસ કરીએ છીએ. ઠંડો કેરીનો રસ ખાઈએ છીએ, ફોન બંધ કરી રૂમમાં અંધારું કરી એસી ચાલુ કરીને સૂઈ જઈએ છીએ, હિલ સ્ટેશન પર જવાના કાર્યક્રમો બનાવીએ છીએ, વોટર પાર્કમાં ભીડ જમાવીએ છીએ ને નારિયેળનું પાણી પણ ચિલ્ડ હોય એવો આગ્રહ રાખીએ છીએ.*

*સાલું ઠંડક તો મળે છે અત્યારે, પણ ટાઢક નથી મળતી..........

-મહેશ ઠાકર

Read More

ભારતીય ક્રાંતિકારી સુખદેવ ( આજનાં જન્મદિન વિશેષ) સુખદેવ થાપર (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧)

" સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ,
દેખના હૈ જોર કીતના બાજુએ કાતિલમે હૈ"

સુખદેવ ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએશનના અગ્રણી સભ્ય હતા. તેમણે ભગત સિંહ અને રાજગુરુ સાથે મળીને અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ બ્રિટિશ અધિકારીઓએ ૨૩ વર્ષની ઉંમરે તેમને ફાંસી આપી હતી.

🌺 પ્રારંભિક જીવન 🌺

સુખદેવ થાપરનો જન્મ ૧૫ મે, ૧૯૦૭ના રોજ બ્રિટિશ ભારતના લુધિયાણા, પંજાબમાં રામલાલ થાપર અને રલ્લી દેવીને ત્યાં ખત્રી પરિવારમાં થયો હતો.

પિતાના અવસાન પછી તેમના કાકા લાલા અચિંતરામે તેમનો ઉછેર કર્યો હતો.

🌺 ક્રાંતિકારી પ્રવૃત્તિઓ 🌺

સુખદેવ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય હતા અને પંજાબ અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં ક્રાંતિકારી કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેઓ એસોસિયેશનના પંજાબ એકમના વડા હતા અને નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા.

સુખદેવે અસંખ્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો; ૧૯૨૯માં જેલની ભૂખ હડતાળ અને લાહોર ષડયંત્ર કેસ (૧૯૨૯-૩૦)માં તેમના હુમલા માટે જાણીતા છે.

પીઢ નેતાલાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેના જવાબમાં ભગત સિંહ અને શિવરામ રાજ્યગુરુ દ્વારા ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ સહાયક પોલીસ અધિક્ષક જે.પી. સોન્ડર્સની હત્યામાં તેમની સંડોવણી માટે તેમને સૌથી વધુ યાદ કરવામાં આવે છે.

🌺 લાહોર ષડયંત્ર કેસ 🌺

સુખદેવ ૧૯૨૯ના લાહોર ષડયંત્ર કેસમાં મુખ્ય આરોપી હતા, જેનું સત્તાવાર શીર્ષક "ક્રાઉન વિરુદ્ધ સુખદેવ અને અન્ય" હતું. એપ્રિલ ૧૯૨૯માં સ્પેશિયલ મેજિસ્ટ્રેટ આર.એસ.પંડિતની કોર્ટમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક હેમિલ્ટન હાર્ડિંગ દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસના પ્રથમદર્શી અહેવાલ (એફઆઈઆર)માં સુખદેવનો આરોપી નંબર ૧ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં તેમને સ્વામી (ગ્રામીણ), રામ લાલના પુત્ર, જાતિ થાપર ખત્રી તરીકે વર્ણવવામાં આવ્યા છે.

નવી દિલ્હી (૮ એપ્રિલ ૧૯૨૯)માં સેન્ટ્રલ એસેમ્બલી હોલ બોમ્બ ધડાકા બાદ સુખદેવ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી

૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ થાપરને લાહોર સેન્ટ્રલ જેલમાં ભગત સિંહ અને શિવરામ રાજ્યગુરુ સાથે ફાંસી આપવામાં આવી હતી. તેમના મૃતદેહોના ગુપ્ત રીતે સતલજ નદીના કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

🌺 વિરાસત 🌺

હુસૈનીવાલા ખાતે આવેલા રાષ્ટ્રીય શહીદ સ્મારકમાં ભગતસિંહ અને રાજ્યગુરુ સાથે સુખદેવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં દર વર્ષે ૨૩ માર્ચે શહીદ દિવસ ઉજવવામાં આવે છે અને સ્મારક પર શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. દિલ્હી યુનિવર્સિટીની એક ઘટક કોલેજ શહીદ સુખદેવ કોલેજ ઓફ બિઝનેસ સ્ટડીઝનું નામ સુખદેવની યાદમાં રાખવામાં આવ્યું છે. તેની સ્થાપના ઓગસ્ટ ૧૯૮૭ માં કરવામાં આવી હતી.

અમર શહીદ સુખદેવ થાપર ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ સુખદેવના જન્મસ્થળ લુધિયાણા શહેરનું મુખ્ય બસ સ્ટેન્ડ છે.

-મહેશ ઠાકર

Read More

પૃથ્વી, અગ્નિ ,જળ ,આકાશ, વાયુ,

આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે.

આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી આ મનુષ્ય ભારતીય બને છે અને..

આમા ભોગીલાલ ના સમોસા,કાંતિ કાકા નો આઇસક્રીમ,ગઠામણ ની ટીકડી , *છેલ્લે ડાહ્યાલાલ નો શ્રીખંડ* જોડો તો આ જ મનુષ્ય અગિયાર તત્વથી પ્યોર *પાલનપુર વાસી* બને છે..

-મહેશ ઠાકર

Read More