Hey, I am reading on Matrubharti!

પિયર
પિયર એટલે જ્યાં કોઈક બેટા કહી ને બોલાવનાર હોય, જ્યાં સવાર ની મીઠી નિંદર મોડે સુધી માણી શકાય,જવાબદારી નો ભાર ન હોય
પિયર એટલે બિન્દાસ ઘર ની બહાર દોડી જઇ શકાય, મિત્રો ને મળવા જઇ શકાય, મોડે રાત સુધી ભાઈ બહેન કે મમ્મી સાથે વાતો કરી શકાય, મસ્ત નિરાતે બેસી ચા ની ચૂસકી લઈ શકાય,છાપુ હિંડોળે ઝૂલતા નિરાતે વાંચવાનું મજા લઈ શકાય પિયર એટલે જ્યાં ફરી એકવાર સ્ત્રી કે વહુ માંથી દીકરી કે યુવતી બની શકાય જિંદગી ને ફરી હળવાશ થી માણી શકાય.

મમતા પંડયા

Read More

" જિંદગી ત્યારે જીવવા જેવી લાગે છે ......!!! "
🌹
ભરચક કામની વચ્ચે,
ઘરેથી ફોન કરીને કોઈ
" ક્યારે આવે છે ? "
એવું પૂછે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
ગાલ પર પડતો
ઉદાસીનો પહેલો વરસાદ,
કોઈ પોતાના પાલવથી લૂછે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
જ્યારે કોઈને
કશું પણ કહ્યા વિના,
કોઈ આપણને પૂછે કે -
" કેમ આજે ઉદાસ છે ?? "
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
જ્યારે હાથ પકડીને
પાસે બેસીને કોઈ સમજાવે કે -
" તું મારા માટે ' ખાસ ' છે ! "
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
સાંજ પડે સૂરજની જેમ
આથમી ગયા હોઈએ...
અને ઘરનો દરવાજો
' દીકરી ' ખોલે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી
' મમ્મી ' નામનું અજવાળું બોલે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
જ્યારે ઉજાગરા વખતે
કોઈ બાજુમાં બેસીને કહે -
" ચાલ , હું તારી સાથે ' જાગું ' છું..."
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે,
અને પ્રેમથી પૂછે કે -
" કેવી લાગુ છું ?? "
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
લોન ઉપર લીધેલી
ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
" ભરાઈ જશે " એવું કહે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
ના પાડ્યા પછી પણ
પરાણે એક કોળીયો મોઢામાં મૂકી,
કોઈ નજીકનો ખાસ મિત્ર
" ખવાય જશે " એવું કહે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
જ્યારે વર્ષો જુનો મિત્ર
ફોન કરીને કહે કે -
" ચાલને યાર, એક વાર પાછા ' મળીએ '..."
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિરમાં
એક ' પ્રાર્થના ' સાંભળીએ...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
બે ટંક અનાજ માટે
ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી " જીવવા જેવી " લાગે છે !
🌹
હોસ્પિટલના ખાટલા પર
" મૃત્યુ સામે " તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી " જીવવા જેવી " લાગે છે..
🌹
આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર
'સ્મિત' આવી જાય...
ત્યારે મને
મારી જિંદગી " જીવવા જેવી " લાગે છે...🌹

Read More

તસવીરમાં નહીં પણ,
તકલીફમાં સાથે દેખાય
તે આપણા............

તહેવાર એટલે દોડતી જિંદગી ની વચે આવતા સ્પીડ બ્રેક
તહેવાર એટલે ફાટેલી જિંદગી ને થીગડા મારવા નો સમય
તહેવાર એટલે ડચકા ખાતા જીવન ને ફરી ધબકતું કરવાનો સમય , દરવાજો ખોલી ખુશીઓ ને આવકારવાની પળો બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગી માં રંગ પુરાવાની મોસમ
તહેવાર એટલે પોતાના માં પોતાને જ શોધવાની પળ
તહેવાર એટલે થાકેલી જિંદગી ને તરોતાઝા કરવાની ક્ષણો
તહેવાર એટલે ફરી બાળક થઈ જવાની ક્ષણ.

Read More

તમે પરિચિત નું વર્તુળ દોરું અમે બહાર રહી ગયા અમે પ્રેમ નું વર્તુળ દોરું એમાં સૌ સમાઈ ગયા.

આંસુ નો રંગ પુછયો ત્યાં તો આખો દરિયો જ શરમાય ગયો.

યાર, પ્રોબ્લેમમાં છું
-ડૉ. નિમિત્ત ઓઝા

‘આત્મહત્યા કરવા જાય છે ? પહેલા કોફી પીતો જા.’ આપણી લાઈફમાં ઓછામાં ઓછો એક મિત્ર એવો હોવો જોઈએ, જે આપણને આવું કહી શકે. એક એવો મિત્ર જેની સાથે કોફી કે ચા પીધા પછી જિંદગીને બીજી તક આપવાનું મન થાય. એક એવો મિત્ર જે જીવનમાં આવેલા અંધારામાં સિગરેટ સળગાવીને અજવાળું લાવી શકે અને હસતા મોઢે કહેતો હોય કે ‘આ પી લે અને જે વીતી ગયું એનો ધુમાડો કરી નાખ. આત્મહત્યા કરતા આ ઓછું નુકશાન કરશે.’
જીવનની સૌથી મોટી લડાઈ માણસ પોતાના વિચારો સાથે લડતો હોય છે, સંજોગો સાથે નહીં. માણસનો ખરાબ સમય જેટલું નુકશાન નથી કરતો, એનાથી વધારે અસર એ ખરાબ સમય દરમિયાન આવતા વિચારોથી થાય છે. માણસને પરિસ્થિતિ નહીં પણ વિચારો થકવી નાખે છે. લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હોય, કોઈ બીઝનેસમાં મોટો લોસ થયો હોય કે પ્રેમિકાએ કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા હોય. આપણા દરેકની લાઈફમાં એક એવો મિત્ર હોય જ છે જેની પાસે આપણા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય. આપણી સૌથી મોટી સમસ્યા એ હોય છે કે આપણી સમસ્યાઓને આપણે મેગ્નીફાયિંગ ગ્લાસથી જોતા હોઈએ છીએ. એ સમસ્યા આપણને એટલી મોટી લાગવા લાગે છે કે જીવનનો અંત લાવવાની ઈચ્છા થઈ આવે. આવા સમયે એક મિત્ર એવો હોવો જોઈએ જે સાક્ષી ભાવે આપણી તકલીફો સાંભળીને કહી શકે, ‘આ તો કાંઈ પ્રોબ્લેમ જ નથી યાર.’
દુઃખના ચોમાસાની એ ખાસિયત હોય છે કે નિરાશાના વાદળો ભલે ને ગમે તેટલા ઘેરાયેલા હોય, આ વાદળછાયું વાતાવરણ કાયમ નથી રહેવાનું. સુખનો સૂર્યપ્રકાશ ક્યારેક તો આપણા પર પડશે જ. જરૂર હોય છે તો ફક્ત એ ખરાબ મોસમમાં ટકી રહેવાની. આવા ખરાબ મોસમમાં આપણી સમસ્યાઓનો ઉકેલ મળે કે ન મળે, એક એવો મિત્ર શોધી કાઢો જે છત્રી લઈને આપણી બાજુમાં ઉભો રહે અને કાં તો આપણી સાથે પલળી શકે.
પદવી, પોઝીશન, પોપ્યુલારીટી, પૈસા ગમે તેટલા હોય પણ એ માણસને આત્મહત્યા કરતા નથી રોકી શક્તા. એ કામ તો મિત્ર જ કરતો હોય છે. આપણા સહુના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવતો જ હોય છે જ્યારે એવું થાય કે બહુ ચાલી આ શ્વાસની રમત, બહુ ફિલ્ડીંગ ભરી જિંદગીમાં. હવે ‘ટાઈમ પ્લીઝ’ કહીને ગ્રાઉન્ડની બહાર નીકળી જઈએ. બસ, એવા સમયે ગ્રાઉન્ડની બહાર જતા પહેલા એવા મિત્રને જાણ કરજો જેના પર તમને સૌથી વધારે ભરોસો હોય. મને ખાતરી છે કે એ તમને રોકી લેશે અને કહેશે, ‘દાવ લઈને જા.’
આપણી આત્મહત્યા અને જિંદગી વચ્ચે બસ એક ફોન કોલ અને અહંકારનું અંતર રહેલું હોય છે. જેમ સારવાર માટે ‘સેકન્ડ ઓપિનિયન’ લઈએ છીએ, એમ મૃત્યુનો નિર્ણય લેતા પહેલા પણ સેકન્ડ ઓપિનિયન લઈ લેવો. જિંદગીની સૌથી અમૂલ્ય સલાહ કોઈ જ્ઞાની કે ફિલોસોફર પાસેથી નહીં, મિત્ર પાસેથી જ મળતી હોય છે. પ્રોબ્લેમનું સોલ્યુશન ન મળે તો કાંઈ નહીં, ક્યારેક કોઈની સાથે પ્રોબ્લેમ શેર કરવાથી પણ ઘણી નિરાંત મળતી હોય છે. તકલીફો ગળે પડે ત્યારે મિત્રને ગળે મળીને રડી લો અને કહી દો એને કે ‘યાર, એક પ્રોબ્લેમમાં છું.’ અને એ જીવતા રહેવા માટેનું કારણ શોધી આપશે.
-ડૉ. નિમિત્ત ઓઝા

Read More

✏📋.....
ચાલ જીવન નામે પેપરને લીક કરી જોઈએ.
ને આઈ.એમ.પી મળે તો ક્લીક કરી જોઈએ.
દુઃખ નામના દાખલાઓ ગણતા ફાવે નહીં.
તો કૃષ્ણ નામની કાપલીની ટ્રીક કરી જોઈએ.
સપ્લીમેન્ટરી સ્વાર્થની આખી ભરીને શું થશે?
પરમાર્થ નામે પ્રશ્નો પહેલાં પીક કરી જોઈએ.
કોર્સ બહારનું પૂછવામાં પરમેશ્વરને આવે મઝા
ને ફોડેલાં પેપરમાં કશું જો સમજાય નહિ તો
‘હરિ ઇચ્છા’ નામે ખાનામાં ટીક કરી જોઈએ.

Read More

એક સપનું તૂટી ને ચકનાચૂર થઈ ગયા બાદ બીજું સપનું જોવાની તાકાત ને જ જિંદગી કહેવાય.

be confident