નામ મનીષા ગોંડલીયા કામ વાતો કરવી.. કીડિંગ રે.... ગુંચવાળા વાળી વાર્તાઓ લખવી શેખચિલ્લીના વિચારો કરવા આકાશવાણી રાજકોટ ના યુવવાણીમાં થોડીક વાતો કરવી અને મારા વિદ્યાર્થીઓને ભણાવી પણ લઉ છું કયારેક ... . ભણાવું અંગ્રેજી છું પણ ગુજરાતી ઇઝ માય પ્યાર! એટલે જ ગુજરાતી નવલકથાનો મુંજ મારો પહેલો ક્રશ હતો... હેરી પોટર બીજો...... 

મોજ તો અંદરથી આવે માણહ ... બહાના ગોતવા પડે તો એ મોજ નહીં બહાનું જ કહેવાય...મોજ તો જીવવાનો વિષય છે...! મોજ તો તહેવાર છે ઉડવાનો, નાચવાનો, બેસુરા અવાજથી ગીતો લલકારવાનો, ઝણઝણાટી મહેસુસ કરવાનો મનથી લઈ દીવાલો ચિતરવાનો! માંહ્યલાની વસંત એટલે મોજ...!

સુગિયા મોઢા લઇ સૂફીયાણી સલાહ આપનારને મોજ જેવું હોતું હશે!? એવો પ્રશ્ન થાય ક્યારેક .. પણ એનું ઇ જાણે એમ કરીને ભટકતા રેહવું એ ય નરી મોજ જ છે..

મોજ એટલે ... મનની, જીવની, સ્વતંત્રતા જ્યાં બધું કહેવાની,સાંભળવાની, અનુભવવાની સ્વતંત્રતા હોઈ ત્યાં મોજ કાયમી નિવાસ કરે છે...! મોજ નેય જબરી ફકીરી છે... મને પડે ત્યાં વિહાર કરે....! અલગારી વૃત્તિને એટલે જ મોજ કહેવાય છે. ને અલગારીને પૂછવું એટલે હાકોટા જ આવે "હા... મોજ ...હા..."
#આતોવાતથાયછે

Read More

મારા જીવનને સતત શીખવનાર ખૂબ લોકો છે. એક શાંત છોકરીને બોલતી કરનાર લોકો મારી સ્ટુપીડીને સંભાળી મેચ્યોરિટી સુધી લઈ જનાર ખૂબ લોકો છે.. મારા જીવનના પગલે પગલે આવા લોકો મને મળ્યા છે.. એમનો આભાર નામજોગ માનવા બેસું તો શબ્દો ખૂટી પડે એમ બને...! આ બધામાં સમાવિષ્ટ લોકોની વાત કરું તો હું ભણી ત્યાં સુધી દરેક ધોરણમાં મને આવા લોકો મળ્યા છે જેને મને નવી દિશા સૂઝતી કરી હોય. મારા દોસ્તો પણ ખરા જે ભટકવી પટકાવીને શીખતી કરે છે! વર્કપ્લેસ પણ પર મને શીખવનાર લોકો છે... આદર્શ પિતા તરીકે વ્હાલ વરસાવી શીખવતા લોકો.. ક્યારેક સહેજ ધમકાવીને શીખવતા લોકો.

ક્યારેક સમય સંજોગ એવા પણ બને કે જાતે જ પોતના ગુરુ થવું પડે... બીજાના આધારિત શીખતાં રહેશું તો જાત બંડ પોકરે ''અલા એય મારુ ય સાંભળ ક્યારેક" તો ક્યારેક અંતર જાતને ગુરુ કહેવી ખોટું નથી.. એ ય શીખવે જ છે રોજ રડતા હસતા ઉઠતા વગેરે વગેરે ...બોવ ગુરુની શોધમાં ના ભટકવું મન મોકળું રાખવું ..! જ્યારે કોઈ ગુરુ રસ્તો ન દેખાડે ત્યારે જાત પર સેજ ભરોસો કરવો...!

એકલો જાને રેં... અમથું નથી કહેવાયું....

બધા ને હેપી ગુરુપૂર્ણિમા હો!

#આતોવાતથાયછે

Read More

જીવનમાં બધું પ્લાન કરવું જરૂરી છે? અને કરીએ તો પણ એ મુજબ જીવન ચાલે જ એની ગેરંટી શુ? જીવન કશું ચોક્કસ હોતું નથી. આપણે બનાવેલા ભલભલા પ્લાન ઊંધા પડે. ક્યારેક જીવનમાં વિચાર્યા મુજબ પણ થાય એ અલગ વાત છે પણ કશું ચોક્કસ હોતું નથી. દરેક વ્યક્તિની પુખ્ત થવાની ઉંમર અલગ હોય! ફ્લો મુજબ ચાલવા વાળા પણ અસંખ્ય!

ગોલ બનાવો, અચિવ કરો, વગેરે વગેરે વાતો છે જે અતિશય મહેનત માંગે છે માત્ર પ્લાન કરવાથી કોઈ સફળ થતું નથી. તક વગર મહેનત કરવાથી પણ કોઈ સફળ થતું નથી. તો પ્લાન પ્લાન રમીને શુ ફાયદો જ્યાં છો એને માણો કાલ શુ થશે કોણે ખબર છે...
સારા કામ કરવાના પ્લાન કરવા પણ જિંદગી જીવવાના પ્લાન ના કરવા. કુવાના દેડકા જેટલુ જોઈ કૂવો ફરવાની મહેચ્છા જ થાય ઉઘડતું આકાશ જોઈ ઉડવાની ઈચ્છા થાય ...! આ વિશાળ જીવન ને પ્લાનથી બાંધશો? દોરી સેજ કાચી નહીં પડે!?

#આતોવાતથાયછે

Read More

સફળતાની વ્યાખ્યા શુ!? ખુબ પૈસા હોવા !? તો હા. માનસિક શાંતિ હોવી,તો હા. દરેક સપના પુરા કરવા પાછળનું વિચાર્યા વગર?, તો પણ હા. દરેક વ્યક્તિને મન સફળતાની અલગ વ્યાખ્યાઓ હોય છે અને હોવી પણ જોઈએ.

શુ ડોક્ટર એન્જિનિયર બની ને જ તમે સફળતા મેળવી શકો? શુ તમે એક્ટર કે એક્ટ્રેસ બનીને જ પ્રખ્યાત થઈ શકો? જરૂરી તો નથી જ ને?તમે કોઈ પદ કે કારકિર્દીને ઊંચી કે નીચી કઇ રીતે કહી શકો!?

ઉંમરના એક મોડ પર કેટલાક લોકોને એમ લાગતું હોઈ કે પોતે કાંઈ ઉકાળ્યું નથી. બુદ્ધિમત્તાને તમે કાઈ સ્ટ્રીમમાં ભણ્યા છો એના પર માપશો? તો સાવ અભણ સફળ લોકો વિશે શું કહેશો? કોઈ પણ પ્રકારના ફોર્મલ એજ્યુકેશન વગર ઉત્તમ સાહિત્ય આપનાર વિશે શું કહેશો? ભણતર અગત્યનું છે. નો ડાઉટ પણ એ કઈ બુદ્ધિ માપવાનું સાધન નથી જ. આર્ટ્સ ભણેલો માણસ સાયન્સ ભણેલા કરતા ન હોશિયાર હોઈ શકે..!?! સાયન્સ ભણેલ સફળ માર્કેટીંગ કરી શકે.. અને કોમર્સ ભણેલ કવિતાઓ પણ લખી જ શકે !

#આતોવાતથાયછે !

Read More

એક વિચાર આવ્યો,માણસનું મન પણ કેવું વિચિત્ર છે જે નથી એને ઝંખવું, જે નથી એ દેખાડવું ટ્રેન્ડ થઈ ગયો છે.. પોતાનમાં પોઝિટિવ ચેન્જ લાવવા એ કઈ ખોટુ નથી.. અભિવ્યક્ત થવું ખોટું નથી.. મન ફાડીને વાતો કરવી ખોટી નથી.. અમુક લોકો ઉભયમુખી હોઈ કોઈક માટે એ શાંત તો બીજી વ્યક્તિ માટે અનહદ વાતોડીયો હોઈ શકે.. તમે એક વ્યક્તિને માત્ર તમારા પોઈન્ટ ઓફ વ્યુથી જજ કેમ કરી શકો?

ખરેખર તો જજ કરવું જ ખોટું છે!🙊

Read More

લોકોને ખૂબ ચળ ચડે બે શબ્દો પરથી માણસને સમજવાની કોશિશ કરવાની...! બધાને ફરીયાદો કરવી છે...! બીઇંગ ઈંટોલરએન્સના હેઝ ટેગ લગાવી હીરો થવું છે! અરે ક્યારેક તો સહનશીલતા વિકસાવો ..! માત્ર ફરિયાદો કરવાથી ઉકેલો મળતા નથી.. સમજણ વિકસાવવી પડે કે મને ફરીયાદ શા માટે છે!? અને સમજણ જાણે મોટું બધું ટેગ થઈ ગયું છે ... બોવ સમજણા થયાના ટેગ લેવા નહી કૈક વધુ જ ભારે હોઈ છે આ ટેગ્સ! સાચી મજા તો નાસમજ બનવામાં છે.!

Read More

અદભુત રંગોની દુનિયા છે,આસપાસ... સૂર્યનો ઉઘડતો રાતો રંગ, આથમતો કેસરી રંગ, ભૂરો આસમાની રંગ દરિયાનો ચમકતો વાદળી રંગ, મન માં ય રંગો હોય એય પાછા મેઘધનુષી રંગો...!ક્યારેક એ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાય જાય છે... પણ સાહેબ મેઘધનુષ વરસાદ બાદ જ નીકળે હો!!

(#આતોવાતથાયછે )

Read More

અજીબ રસમો આ દુનિયાની જીવતાને પાણી ન પૂછનાર જનાજે પાણી રેડે છે... પોતાના નજીકની વ્યક્તિને ગુલાબના આપનાર સમાધીએ ફૂલો બિછાવે, વડીલને શુ ભાવે પૂછ્યા વગર મરેલ માટે નૈવેદ્ય પીરસે! બોવ અજીબ રસમો છે .એક મુખોટાંની પાછળ કેટલા માસ્ક પેરીને બેઠા એનો અંદાજ પણ નથી .. (હસતે હુએ ચહેરે છુપાયે હૈ રાઝ ગેહરે)

ને દુનિયા દર્દનાક પણ એટલી જ હો જેને મુખોટ ઉતાર્યા એ તડીપાર! અબ તું ઇસ દેશ કા નહીં! બુ યુ ના તાના મારતી દુનિયાને વલ્નરેબલ માણસો પચતા નથી. માણસ જાત એટલે લડવું જોઈએ જીતવું જોઈ આમ કરવું તેમ કરવું સલાહ સલાહ સલાહ ... જાત રાખી જોવે તો ખબર પડે... જાત ય શુ કામ રાખવી ભાઈ.. માણસનું મન દરેકની ફિંગરપ્રિન્ટ જેટલું અલગ હોય કોઈક બેશુમાર દર્દ થાય કોઈ ગમે એવી પીડા જીરવી જાય ને કોઈ નાની વાતે ભાંગી પડે તમારા મન એ નાની વાત હોય એના મન મોટી પણ હોઈ શકે તો તમે એને જજ કરવા બેસશો !? બે ઘડી જીરવવી અઘરી હોઈ છે.. દરેક પ્રશ્નના ઉકેલો શક્ય નથી તો એવી જીદ શુ કામ ક દરેક જવાબ મળવા જ જોઈએ! જીવતા માણસની રીસ્પેક્ટ કરો.. માર્યા બાદ તો ગમેં તેની આગળ સ્વ. જ લાગશે!

#આતોવાતથાયછે

Read More

પ્રિય
મને ક્રશ કહેનારી છોકરી....

આટલો પ્રમાણિક પત્ર ! મેં વિચાર્યું નહોતું કે કોઈ છોકરી મને આટલો પ્રમાણિક પત્ર લખશે... તને વિચાર આવતો હશે ને કે મને કેમ ખબર પડી કે તે આ પત્ર મને જ લખ્યો છે... !? પણ ખબર નહીં મને ખબર પડી ગઈ કે તે આ પત્ર મારા માટેજ લખ્યો છે... હું ખડૂસ નથી  ..કે નથી તને ઇગ્નોર કરતો... બસ મને આ છોકરીઓથી થોડીક બીક લાગે... કે તું મારા વિશે બધું જાણી જઈશ તો હું તારો ક્રશ નહીં રહુ .... કદાચ તું મારી કહેલી વાતોનો ઉપહાસ કરીશ તો? પણ  તારો ઓપન લેટર વાંચ્યા પછી મને ખાતરી છે કે તારાથી ડરવાની મારે કોઈ જ જરૂર નથી.. ! તને મારી પાસે થી કોઈ અપેક્ષા નથી એ વાત હું સમજી જ ગયો છું..

        તારી માફી ઈચ્છું છું... તારું ધોધમાર લાગણીઓ માં હું કેમ ના પલળ્યો એ વાત મને હજુ સમજાતી નથી... તું મારા કરતાં ખૂબ અલગ છે.. સાવ નિર્દોષ પ્રમાણિક ...ને એમાંય ફિલોસોફર...! તારી નિર્દોષ વાતો મારા હ્ર્દયને અનેક વાર સ્પર્શી ચુકી છે... તને શું લાગે છે .... મારા હજારો ફોલોઅર્સ ની સ્ટોરી બાજુ પર મૂકી ને હું તારી સ્ટોરી શા માટે પહેલા જોવ છું... દરવખતે તારી ફ્રીઝ થેયલી સ્માઈલ નીરખ્યા કરું છું... તારા હોઠ ના ખૂણામાં પડતા એ ડિમ્પલ ..! મને ખબર નથી કે તને કેટલા લોકો એ કહ્યું હશે કે તારું સ્મિત ખૂબ સુંદર છે... પણ એમનો એક મને પણ ગણી લેજે... તારી ભાષા વાંચ્યા બાદ હું એટલો અંદાજો લગાવી શકું કે તું ખૂબ વાંચતી હશે..ત્યારે જ આવા સરસ શબ્દો લખી જાણતી હશે....
તારો અવાજ પણ ખૂબ મીઠો છે. .... બધું લખવા બેસીશ તો શબ્દો ખૂટી પડશે કદાચ....!

તું મને નીરખ્યા કરે છે.. તો હું પણ તને નીરખ્યા કરું છું... નિર્જીવ સ્ક્રિનમાં ....તારાથી ખૂબ દૂર ....! તને મેં જોય હશે ક્યારેક પણ મને યાદ નથી કે તું કેવી દેખાય છે . પણ તારા ડીપી પર થી એક  અંદાજો લગાવી શકું કે તું.. ખૂબ ક્યુટ લાગે છે...!

તને મારા થી કોઈ અપેક્ષા નથી પણ મને તો છે હો!... આટલી પ્રેમાળ અને પ્રમાણિક છોકરી મારી દોસ્ત બને એનાથી સારું બીજું શું હોય શકે!?

મારો દોસ્તીનો પ્રસ્તાવ સ્વીકારીશ ને?તારા જવાબ ની રાહ જોઇશ...


લી...
તારો ક્રશ!

Read More

તને શું સંબોધવું ખબર નથી એટલે હું આમ જ શરૂ કરી દઉ છું

તારા સિવાય  મારા બધા મારા બધા દોસ્તો જાણે છે.. કે તારા જેવા ખડૂસ માણસ માટે મને નીતરતી લાગણીઓ છે... તું કેવો અજીબ છે ? તારા માં જ વ્યસ્ત રહે એવો... તને ખબર જ નથી તારા આમ તૂટી ને મહેનત કર્યા કરતા શરીર ની અંદર એક માસૂમ દિલ છે... ખૂબ મોટો ઢોંગી છો તું. ... હમેશા એવું જતાવે છે.. તને ફેર નથી પડતો.. કૈક ગુમાવી દીધેલું હજુય તારામાં એમ જ ધડકે છે... સમજુ છું....બધું.....પણ હું ક્યાં તને વધુ જાણું છું ક્યાં ઓળખું છું ... જે કાંઈ બોલું છું કહું છું બધું જ મારા મગજની  ઉપજ છે.  જેને સતત કાંઈક નોટ કર્યું છે.. ખબર નહીં તું મને કહેવાનું કેમ તાળે છે... આ જે તારું મને ઇગ્નોર કરવાનું આખું કારસ્તાન છે... એ મને તારા તરફ વધુ ખેંચે છે... તને જાણવા હું મથું છું...!!

થોડીક કહી ને ગાયબ કેમ થઈ જાય છે...! ? તું કહે ને મારે તારી સ્ટ્રગલ સ્ટોરી સાંભળવી છે... તારા હ્ર્દયના થયેલા ટુકડા વીણી ને મારે આખું ચિત્ર બનાવવું છે... તારી બધી તિરાડો મારા પ્રેમથી ભરી દેવી છે... તને ખબર છે તું ખૂબ ઓછું હse છે...તું ખડખડાટ હસ ને... તારા હાસ્ય પાછળનું કારણ મારે બનવું છે....

તને ખબર પણ નહીં હોય ... તારા ડીપી ને અપડેટ્સ જોય ને હું રોજ રોજ નવા નવા સપના રચુ છું..  તારા થવાના સપના .. ! તું ખૂબ વયસ્ત રહે છે... પણ તને મારી એકાદ પાગલ જેવી સ્ટોરી જોવાનો સમય મળી રહે છે એટલે જ જે છોકરીને સ્ટોરી કેમ મુકાય એ પણ ખબર નહોતી એ સ્ટોરી સજાવીને મુકતા શીખી ગઈ... જેને ચિંતા  નહોતી કે પોતે કેવી દેખાય છે.. એ બે વાર અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળતી
થઈ ગઈ છે.... તને ખબર છે..  તું મને સુંદર બનાવે છે...  અતિશય સુંદર ...!

તને ખબર છે હું રોજ વિચારૂ છું... હું તને આ કહીશ તે કહીશ. .. હું કેટલી પાગલ છું તે જણાવીશ... મારી ધડમાથા વગરની કલ્પનાઓ...  મારે ક્યારેક તો તને મારી જોયેલી કાર્ટૂન ફિલ્મની વાર્તાઓ કહેવી હોય છે... કે મારા હ્ર્દયને સ્પર્શી ગયેલી વાત કહેવી હોય છે... પણ હું નથી કહી શકતી... કદાચ તું મને શું ધારી લઈશ એવા જ વિચારો મને રોકે છે

તને ખબર છે  ..તું મારો ક્રશ છે... એ પાગલ જેવો ક્રશ ..  ખબર છે..  કોઈ શક્યતા નથી તને મળવાની તને જાણવાની તોય દિવસમાં ચાર પાંચ વાર તારું પ્રોફાઇલ ખોલીને તને જોયા કરવાની ઇચ્છા... ! કોઈ અપેક્ષા નથી તારી પાસેથી.. નથી કોઈ આરઝૂ... બસ આમ જ જોયા કરવાનું ... તને કહેવાનું પણ નહીં... હું તને નિહાળું છું...!

ના.... ના.... આ પ્રેમ નથી એક આકર્ષણ છે.. જે સમય જતાં ઢળી જવાનું છે... પણ હું આ આકર્ષણને માણુ છું... મને આ સંબંધ જે ખરેખર છે જ નહીં એને નામ નથી આપવું ..અરે દોસ્તી પણ નહીં..  અપેક્ષા વધી જાય તો?! આથી મારે તને માત્ર નિહાળવો છે.. અને તને કહેવું પણ નથી કે હું તને જોવ છું....


જે તને ક્યારેય જણાવાની નથી કે તું એનો ક્રશ છે
તેવી એક પાગલ છોકરી....

Read More