कौन कहता है समय थम सा गया है ,
बस अभी शुरू हुवा है ,
इत्मिनान से समय की डोर को थाम के रखिये ,
बहती जिंदगी को बस थोड़ा सा सुकुन दीजिये ।

कुछ नया सिखाएगी जिंदगी ,
कुछ नया सुनाएगी जिंदगी ,
पल दो पल का बस है फांसला ,
फिर.....अपने आपमे बहती चलेगी जिंदगी ..
:-मनिषा हाथी

Read More

☕☕☕☕
☕અડધી રાતની ચા ☕
શુ તમે પણ અડધી રાતે કંઈ ચા
પીવાત્તી હશે ? રાતે પણ તમને શાંતિ નથી ,
પૂરો ટાઈમ બસ ચા , ચા અને ચા ...


અરે મેડમ , હમણાં તમારી બીમારીના હિસાબે પુરા પંદર દિવસની રજા લઈને બેઠો હતો ને એટલે મારે ઓફિસનું કામ એટલું ચડી ગયું છે જે પૂરું કરવું જ પડશે .... જો કામ પૂરું નહીં કરું તો બોસ મને ટાટા , બાય -બાય કહી દેશે સમજી...

🍁🍁🍁🍁🍁

અને બીજે દિવસે બોસને બદલે એ મને ટાટા , બાય - બાય કરીને હંમેશા માટે આ દુનિયા છોડી વિદાય થઈ ગયો ...
ફક્ત છ વર્ષનું અમારું લગ્નજીવન ,
એમની ઉજાગરાની એ રાત મારી માટે કાળમુખી બનીને આવી હતી . ઉજાગરાના હિસાબે ગાડીનું બેલેન્સ ન રહેતા થયેલો એમનો ગોઝારો અકસ્માત ...

મારી બીમારીમાં પુરા દિલથી મારી સેવા કરનાર મારા પૂજ્ય પતિ મહોદયને અડધી રાતે એક કપ ચા માટે મેં કેવું ટોકયું હતું ???... !!!!

અને આજે હું અડધી રાતે અઢી વાગે.......એની સાથે વિતાવેલા સમયની યાદમાં આસું સારતી....,
એકાંતને ઓગાળતી....બસ એકલી અટુલી...

Read More

કંડારવા શબ્દોને કાગળ પર ,
સ્યાહીનો સંગાથ શોધું છું .. ,

શબ્દોને કવિતામાં મઢવા
કોરો કાગળ શોધું છું .. ,

છલકે છે જામ અને હું ??? ,
ખાલી પિયાલો શોધું છું... ,

ઘૂઘવાતા દરિયામાં
પાણીની એક બુંદ શોધું છું ... ,

વરસતા વરસાદમાં
વ્હાલનું એક વાદળ શોધું છું... ,

ગગનમાં રચવાને મહેફીલ
પક્ષીઓનો સંગાથ શોધું છું ...

🌻🌻🌻🌻🌻
:- મનિષા હાથી

Read More

પુરા દિવસને અંતે થાકેલી મારી માઁ જ્યારે પોતાના મસોતા જેવા બનેલા સાડલા વડે પોતાનો ચહેરો લૂછતી
ત્યારે પુરા દિવસનો થાક ઉતરી જતો
અને .......ચહેરા પર એક
' હાશ ' નો
રંગ નિખરી આવતો

🙏હેપી ધુળેટી 🙏

Read More

🗣MORNING TWEET सम ---भाव जीवनभर जिसने अपने से बड़ो का सम्मान नही किया , ऐसे लोग जब अपने बच्चो को कड़क शब्दो मे बोलते है ' बड़ो का लिहाज़ करना सीखो , तुम में बात करने की तमीज़ ही नही 😡 जीवनभर जिसने स्टेटस के अंहकार में दूसरों को नीचा दिखाया , वही लोग अपने से ऊपर वालो से सेल्फ रिस्पेक्ट की बात करते है .... दुसरो के संस्कारों पर उँगली उठाने वाला खुद क्या है ? ये बात खुद के अलावा कौन जानता है 🤔 ✨कोई भी आपसे तमीज़ से बात करे तो आप भी तमीज़ से बात करना सीखो । ✨सेल्फ रिस्पेक्ट चाहिये तो दूसरों का सम्मान करना सीखो । ✨हर बार दुसरो को मज़ाक बनाने वाले खूद क्या है ? अपने अन्तर्मन से झांकिए ।

हर एक की अपनी निजी जिंदगी है , उसे उनके अपने तरीके से सजाने दीजिए , बार-बार दखलंदाजी करना भी ठीक नही ।

✨रिश्ता रखना ही है तो, सबसे समान भाव रखिये । इसीको शायद फेमिली कहते है । :-मनिषा हाथी 🌹🌹🌹🌹🌹

Read More

🙏ઉર્જાની અનુભૂતિ 🙏

મંદિર એટલે એક ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર
આંખ બંધ કરતા જ અપાર માનસિક શાંતિનો અનુભવ કરાવતું ઈશ્વરનું દ્વાર ,
મંદિરના પગથિયાં ચડતા જ મનમાં એક અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.
મંદિરના ઘંટનો નાદ થતા જ પુરા શરીરમાં એક ઈશ્વરીય શક્તિનો સંચાર થાય છે ,
માન-સમ્માન , આત્મસમ્માન , અહંકાર આ બધુ જ ભૂલી
એકાગ્ર ચિત્તે પ્રભુને મનની આંખોથી નિહાળીએ છીએ ,
ઘરમાં રહેલી કાંચની ફ્રેમમાં સજેલી ભગવાનની મૂર્તિ પણ પૂજાય છે .
પણ , .....
નથી પૂજાતી માણસની માણસાઈ આ સમાજમાં ,
ઈશ્વર તો પથ્થરની મૂર્તિ છે ,
પણ ...

સમાજમાં ઘણી જગ્યાએ જીવતો જાગતો માણસ અંદરને અંદર શોષાતો જાય છે , લોકોના નકારાત્મક વલણથી તૂટતો જાય છે .
કોઈપણ જાતના કારણ વગર નિશાનો બનાવી એને રોજ રોજ વીંધવામાં આવે છે .
એમના જ વર્તનમાં એમના સંસ્કારોની ઓછપ વર્તાય છે ,
ખરો છે માનવી પણ ,
સંબંધોમાં પણ જાત જાતની રમત રમી જાય છે .
:-મનિષા હાથી
🙏 🙏 🙏

Read More

હમણાં જ નજીકના સમયમાં મારા પિયરમાં ઘરના વડીલનું મૃત્યુ થયું .
એ સમયે મારા જેઠાણીનો ખરખરા માટેનો ફોન આવ્યો .
અને એમની વાતોમાં એકવાતે મને વિચાર કરતા મૂકી દીધા .

ફોનમાં એ બોલ્યા હતા ' તમારા લગ્નના પછીનો સમય મને યાદ છે .
એમના કેટલા પત્રો આવતા ....
એ પત્ર એટલે આપણું જૂનું અંતર્દેશીય પત્ર , એને કદાચ ઇનલેન્ડ પણ કહેવાતું .

સુંદર અને મરોડદાર અક્ષરો હજુ પણ યાદ છે . જરા સરખી પણ જગ્યા ખાલી દેખાય નહીં એટલું પૂરું ભરચક લખાણ ....
નાની અમથી જગ્યા હોયતો એમાં પણ કંઇ લખી જ નાખ્યું હોય .

અને સાચું કહું તો એ સમયે એ લખાણ પણ ઓછું લાગતું .
એવું લાગતું હજુ ક્યાંક કોઈ શબ્દો મળી જાય . છલોછલ લાગણીથી ભરેલ એ પત્રમાં સામાન્ય વાતચીત કરતા હોય એવું જ લખતા હોય . પરંતુ એ વાંચતા જ જાણે રુબરુ થયા હોય એવું લાગતું . વાંચીને પ્રેમ છલકાઈને આસું રૂપે બહાર નીકળી આવતો .
વાસ્તવિક પ્રેમની અનુભૂતિ , નિખાલસ પ્રેમની અનુભૂતિ ,
પોતાની આંગળીઓને કષ્ટ દઈને કાગળ પર કંડારેલા અક્ષરો એવા લાગતા જાણે આપણે એમના હાથને સ્પર્શ કરી રહ્યા છીએ .

અને હવે ....?
બધુ જ આર્ટિફિશિયલ ...
શબ્દો , વાક્યો ....
શબ્દોને આર્ટિફિશિયલ લાગણીનું નકાબ પહેરાવીને બનતા છેતરામણા વાક્યો ,
કોઈના આવેલા ઉધાર શબ્દોને આગળ ઉધાર આપવાનું ... અને એ પણ માંડ ચાર લાઇન ...
અને આજકાલ તો એટલું વાંચન પણ ઇગ્નોર કરવામાં આવે છે .

દરેક માણસ એટલો બીઝી થઈ ગયો છે કે અરીસા પર ચડેલી ધૂળ પણ નજર નથી આવતી . અને ચડેલી એ ધૂળના કારણે દરેકને પોતાનો ચહેરો સ્પષ્ટ રુપે વર્તાતો નથી .
અજાણ્યા માણસો સાથેના સંપર્ક વધ્યા છે પણ પોતાના તૂટતા જાય છે . હવેની જિંદગી આવી જ હશે કે પછી આની કરતા પણ ...વધારે સારી કે ખરાબ ? ,
નવા જમાનાના હિસાબે આપણે એ પણ સ્વીકારવું જ રહ્યું .

Read More

હંમેશા ઓગળતો રહ્યો છે
બરફ....
તડકાના તાપમાં સેકાયો છે....,
નથી ઠંડક તાપને....
પણ ...જો...ને..
છાંયડો રિસાયો છે...

એના ચહેરા પર ખડકાયેલું મૌન મને અકળાવી મુકતું હતું . આંખોમાં તો જાણે કેટલીય ફરિયાદોનો ઢગલો હતો . ' એ ' એટલે બીજું કોઈ નહી પણ હું અને અરીસો અરીસામાં દેખાતું મારુ ઉદાસ પ્રતિબિંબ મને જ રડાવી રહ્યું હતું . નાના અમથા તણખલાની માફક મારો સ્વભાવ કોઈને ચુભે છે . નાની અમથી એવી ભૂલો મારી વારંવાર શોધે છે . કહું કોને કે હું ....લોકોમાં શુ શોધું છું? 🤔 દૂધ જેવા સ્વચ્છ , નિર્મળ અને પવિત્ર આ દુનિયાના લોકો હશે જ .., એટલે જ કદાચ સુકાયેલ તણખલાની માફક ચુભતો રહુ છુ , ફરી ફરી હું મારી જ જાતને કોસતો રહુ છુ .... બસ , આવું જ વિચારતા વિચારતા દૂર વાગી રહેલા ગીતોના શબ્દો કાને પડે છે .... ' है कौन वो दुनियामे ना पाप किया जिसने , बिन उल्जे काँटो से है फूल चुने किसने '... અને હું સ્તબ્ધ બની મારી જાતને અરીસામાં નિહાળતો રહુ છું અને મારી જાતને સુંદર રીતે સજાવી હસ્તા ચહેરે ફરી એક ઇનિંગ રમવા જિંદગીના મેદાનમા સુખપૂર્વક જીવવાના શ્રી ગણેશ કરું છું 🏃‍♀🏃‍♀🏃‍♀🏃‍♀

Read More