છેલ્લા કેટલાક સમયથી હુ વાંચનનો ખૂબ જ શોખ ધરાવું છું.સૌથી વધારે મે નવલકથા અને ટૂંકીવાર્તાઓ વાંચી છે.મે નેટ અને જી-સેટ બન્ને પરીક્ષાઓ ક્વોલીફાય કરી છે.અને અત્યારે માતૃભારતી પ્લેટફોર્મના માધ્મથી મારી સોચ,સમજ અને મારી આવડતને વહેતું મુકવાનો પ્રયાસ કરી રહ્યો છું.

નીકળ મનમાં હામ લઈ, નવા જીવન ની રાહ લઈ
રસ્તે જો કોઈ સાથી મળે તો ગોતી લેજે,

પળે પળે અડચણો હશે,પણ વફાદારી તારી ન્યારી હશે
તો મળશે રસ્તે ગુરૂ સાચો ઓળખી લેજે,

મંજીલની બહું નજીક હશે,ત્યાં ભટકાવનારા ઘણા હશે
પણ મંજીલ જ આરામ છે એટલું તુ જાણી લેજે,

#સહેલું નથી સ્વપ્નો સુધી પહોંચવું #મનીષ પણ તુ કાંઈ કમજોર નથી
ડગલે ડગલે ઈશ્વર સાથે છે તારા તુ એકલો કાંઈ એકલો નથી
એટલું બસ તું જાણી લેજે.

#સહેલું

✍...મનીષ ગૌસ્વામી

Read More

ઘસડાતો સાડીનો છેડો રસ્તે ધૂળથી ઘણો લપટાયો છે
મા નો વીરલો વર્ષો પછી સરહદથી ફરી મળવા આવ્યો છે

વિરહના સ્વપ્ના ઘણી રાતોના જોયા પછી એ માએ
હકીકત બનાવી એના સ્વપ્નોને આજે ફરીથી મળવા આવ્યો છે

ચાંદ તારાની સાથે રાતો ઘણી જ વિતાવી એ માએ
સવારના સુર્યોદય સાથે આજે ફરીથી મળવા આવ્યો છે

#આતુર બની ઘણી જ મળવા હ્રદય ના ટુકડા ને એના
અંતે અંધકારની એ રાતો પછી આજે ફરીથી મળવા આવ્યો છે

દુશ્મનોના કાળજા કંપાવી દેશનો રક્ષણહાર એની મા ને મળવા આવ્યો છે...

✍..મનીષ ગૌસ્વામી

#આતુર

Read More

#સાવધાની તો એ મા એ પણ રાખી હતી પોતાના દિકરાને મોટા કરવામાં જે અત્યારે વૃધ્ધાશ્રમમાં દિવસો ગાળી રહી છે.

#સાવધાની

Read More

હજારો સ્વપ્નો ના એનાં ખ્વાબને પળમાં જ તોડતી ગઈ
જુવાનીના એના જોમને ક્ષણમાં જ ઉતારતી ગઈ
મા ના દિલના ટુકડા ને મા થી જ વિખેરતી ગઈ
નાનકડી #બેદરકારી એમની,
એક જિંદગીને મરતાં જ મૂકી ગઈ

#બેદરકાર

Read More

તમને એવુ લાગે કે હજારો લોકો તમારી પાછળ ઉભા છે
તો તમે માત્ર એક જંગ જીતવા #સક્ષમ છો
પણ હજારો લોકોને એવુ લાગે કે તમે એમની આગળ છો
તો તમે આખી દુનિયા જીતવા #સક્ષમ છો.

#સક્ષમ

Kgf movie dialogue translate by gujarati

✍...મનીષ ગૌસ્વામી

Read More

ગંદી ગટરોની નાળીમાં અમે કમળ ખીલતાં જોયા છે
સ્વચ્છ નદીનાં પાણીમાં અમે મરતાં મનુષ્યો જોયા છે

મોટા મહેલોના જમીનદારોને અમે રસ્તે ઝઘડતાં જોયા છે
#અવરોધોનાં સમય વચ્ચે પણ ગરીબોને હસતા જોયા છે


#અવરોધ

✍...મનીષ ગૌસ્વામી

Read More

मनुष्यरुपी शेतानोने प्रकृति को बहुत सताया है
तभी सबक सिखाने को कोरोना कहेर आया है

लाध कर ओकात अपनी मनुष्य खुद को महान बतलाने आया है
प्रकृतिेने महत्व #संतुलन का हर बार उसको समझाया है।

#संतुलन 🙏🙏🙏

✍....मनीष गौस्वामी
✍....राहुल गौस्वामी

Read More

હસતે મુખડે વિદાય કરીને જેને દેશ માટે દિલ ના ટુકડા દીધા છે,
#જીવંત રહેશે એ વીર માતાઓ સદાય જેને ઝેરના ઘૂંટડા પીધા છે

#જીવંત

Read More

#જીવંત રહેશે એની હયાતી આ ધરતી પર જન્મોજનમ સુધી જેને માતૃભૂમિના રક્ષણ કાજે પોતાના લોહી રેડ્યા છે.જ્યાં સુધી આકાશમાં ચાદ,તારા છે અને પૃથ્વી પર મનુષ્ય જીવન શક્ય છે ત્યાં સુધી એ વીરપુરુષોને અને એને જન્મ દેનારી હરેક માતાની આ માતૃભૂમિ રૂણી રહેશે.ભલે આજે માતા જીજાબાઈ કે માતા લક્ષ્મીબાઈ આ ધરતી પર નથી પણ હંમેશા મારી ભારતની આ ભૂમિ એ જવાનોની માતાના રૂપે જીજાબાઈ અને લક્ષ્મીબાઈની યાદ ને ક્યારેય ભુલાવા નથી દીધી..🙏

#જીવંત

Read More