મોતી ની એ ખોજ માં છીપ ભૂતકાળ ના ખોલું છું મોતી આવે આંખો માં ભરાઈ ત્યારે તેને શબ્દો ની માળા માં ફેરવું છું...... હા, આંખો માંથી વહેવા જતા એ મોતી ને મોતી કવિતા નું બનાવવા પ્રયત્ન કરું છું....

#navratri


પ્રથમ દિન તે નમી હું શૈલીપુત્રી ને
ત્રિકાળ જ્ઞાન 'ને મન કાબુ ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો ....

દુજ દિન તે નમી હું માઁ બ્રહ્મચારિણી ને
કામ ક્રોધ હરણ ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો....

ત્રીજ દિન તે નમી હું માઁ ચંદ્રઘંટા ને
કાળી શક્તિઓ ના વિનાશ ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો....

ચતુર્થં દિન તે નમી હું માઁ કૂષ્માંડા ને
જીવ રક્ષા ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો...

પાંચમે દિન તે નમી હું માઁ દુર્ગા ને
અહંકાર પર કાબુ ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો...

છઠ્ઠા દિન તે નમી હું માઁ કાત્યાયની ને
મોક્ષ ના મારગ ના આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો...

સાતમે દિન તે નમી હું માઁ કાલયાત્રી ને
ભય તમામ દૂર કરતા આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો....

આઠમે દિન તે નમી હું માઁ મહાગૌરી ને
પાપ મારા હરતા આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો....

નવમાં દિન તે નમી હું માઁ સિધ્ધિદાત્રી ને
સિદ્ધિ બક્ષતા આશીર્વાદ
દેવી મુજ ને બક્ષો....

-પર્લ મહેતા

Read More

आजकल न जाने कुछ हो सा गया हैं
क़लम हैं कि चलती ही नहीं

शायद दिमाग़ कुछ ज़्यादा ही उलझनो में उलझा हैं
शायद दिल किसी ऑर ही फिरात में घूम रहा हैं

जो क़लम एक शब्द पर अनगिनत बातें लिखती थी
वो अब हाथ में लेते ही किसी सोच में पड़ जाती हैं

न जाने क्या !

सोचती हूँ शायद अब पहले जैसी कला की तलब नहीं होगी
इस लिए क़लम साथ छोड़ रही हैं

पर मेरी ज़िंदगी
मेरा प्यार
मेरा सुख
मेरा दुःख
मेरी ग़लतियाँ
मेरी नाराज़गीयाँ
सब तो उससे बयाँ करती आयी हूँ

और अब जब इस दिल-ओ-दिमाग़ में कुछ बहुत गहरा चल रहा हैं
क़लम ही साथ छोड़े जा रही हैं......

शायद कही टूट सी रही हूँ.....
शायद थोड़ी ख़ुद से दूर सी हो रही हूँ....

बहुत सारा जो प्यार ख़ुद के लिए था
उससे अब बेवफ़ाई करने शायद .....
मैं जा रही हूँ.....

शायद अपनी सी लगती क़लम से
रिश्ते में थोड़ी कड़वाहट आ गई हैं.....

और वो अब नाराज़ बेठी मुझसे
ख़ुद की थोड़ी अहमियत बता रही हैं.....

हाँ, मेरी क़लम ,
तेरे बिन सच्ची मैं कुछ भी नहीं
और तेरे बिन सच्ची रोज़ बड़ी घुटन सी होती हैं अब .....

मान जाना अब
वरना शायद तू माने तब तक में बिखर गई होगी.....

~तेरे बिना कुछ नहीं ऐसी तेरी प्यारी पर्ल

Read More

#સ્વચાલિત

સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે
જયારે આ દેશ માં દીકરી સાથે અન્યાય થાય છે.....

રોજબરોજ છાપાં માં બળાત્કાર ના સમાચાર
'ને દહેજ ન મળતા જીવતા ચિતાસ્નાન તે દીકરી નું
સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે
જયારે આ દેશ માં દીકરી સાથે અન્યાય થાય છે.....

ઉચ્ચ સ્થાને પહોંચવા પુરુષ વાસના નો ભોગ
'ને કાર્યાલય ના સ્થાને થતો દુર્વ્યવહાર
સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે
જયારે આ દેશ માં દીકરી સાથે અન્યાય થાય છે.....

સ્ત્રીપ્રધાનતા ન સ્વીકારવા થયેલા વિરોધ
'ને સ્ત્રી ને આજે પણ પગ ની પાની સમજતી વિચારસરણી
સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે
જયારે આ દેશ માં દીકરી સાથે અન્યાય થાય છે.....

-પર્લ મહેતા "યાકિ"

Read More

#સ્વાદિષ્ટ

જિંદગી ના દરેક સ્વાદ ચાખવાની ઈચ્છા રાખું છું
સંબંધો માં રહેલો મીઠો પ્રેમ
'ને જિંદગી માં આવેલા દુઃખ કડવા...
ભલે હોય તે સ્વાદિષ્ટ કે નહિ....!

જિંદગી ના દરેક સ્વાદ ચાખવાની ઈચ્છા રાખું છું
કંઈક આવેલા અતિશય તીખા ગુસ્સા ની
'ને તૂરાશ વિશ્વાસઘાત ની....
ભલે હોય તે સ્વાદિષ્ટ કે નહિ....!

જિંદગી ના દરેક સ્વાદ ચાખવાની ઈચ્છા રાખું છું
હાર ની મળેલી નિરાશા ખાટી
વળી ખારાશ પરાણે ચાલતી જિંદગી ની...
ભલે હોય તે સ્વાદિષ્ટ કે નહિ....!

-પર્લ મહેતા "યાકિ"

Read More

#તમારું


જયારે હું મારી અગાશી માં બેસી
આ આકાશ ને નિહાળું
ત્યારે એ પવન ના સુસવાટા માં
મને તમારી યાદ આવે છે......

જયારે ચોમાસા ની શરૂઆત થાય
આ વરસાદ વરસવાનો શરુ થાય
ત્યારે એ વરસાદ ની બૂંદો માં
મને તમારી યાદ આવે છે.....

જયારે રાતે હીંચકે બેઠી
પ્રકૃતિ ને માણું
ત્યારે એ ખરતા તારા સાથે મારી ઈચ્છા માં
મને તમારી યાદ આવે છે.....

જયારે સવારે ઉઠતા
ચકલી નો મીઠો અવાજ સાંભળું છું
ત્યારે એ ટહુકા માં તમારો બોલ ઝળકતાં
મને તમારી યાદ આવે છે....

જયારે ઘર માં બેઠા
પ્રેમ ની વાત કે ગીત કે કવિતા
વાંચું કે સાંભળું છું
મને તમારી યાદ આવે છે.....

કોઈ પૂછે પ્રેમ શુ ?
હું કહું પ્રેમ એટલે તમે ....

-પર્લ મહેતા "યાકિ"

Read More

#તમારું

હા , તમારી સાથે હંમેશા રહેવું
કબૂલ છે મને.....

તમારી સફળતા ની ખુશી માણવા
ને નિષ્ફ્ળતા માં હાથ આપવા
તમારી સાથે હંમેશા રહેવું
કબૂલ છે મને.....

તમારી મીઠી હસી ને
મારી આંખ રૂપી કેમેરા માં કેદ કરવા
તમારી સાથે હંમેશા રહેવું
કબૂલ છે મને.....

તમારા અશ્રુ ને
કદીય ધરા ન સ્પર્શવા દેવા
તમારી સાથે હંમેશા રહેવું
કબૂલ છે મને.....

તમારી કસૌટી માં
તમારી મદદ માં રહેવા
તમારી સાથે હંમેશા રહેવું
કબૂલ છે મને.....

તમારી આંખો માં
હંમેશા ખુદ ને જોવા
તમારી સાથે હંમેશા રહેવું
કબૂલ છે મને.....

મારી ખોવાયેલી જાત ને
તમારા માં મેળવવા
તમારી સાથે હંમેશા રહેવું
કબૂલ છે મને.....

-પર્લ મહેતા "યાકિ"

Read More

Parl Manish Mehta લિખિત નવલકથા "LOST IN THE SKY" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/19961/lost-in-the-sky-by-parl-manish-mehta

સંપૂર્ણ વાર્તા ☝️

Read More

#યુદ્ધ

મન ની માંગ હતી ખુલ્લેઆમ સચ્ચાઈ બોલવાની
'ને મગજ ની માંગ હતી લોકો ને ગમે એવું બોલવાની
યુદ્ધ ચાલ્યું બંને વચ્ચે કંઈક હદ સુધી
'ને બદનામ હું સરેઆમ થઇ ગઈ....

મન ની માંગ હતી તને બાંધી રાખવાને સંબંધ માં
'ને મગજ માંગ હતી તને આઝાદી આપી મારો બનાવવાની
યુદ્ધ ચાલ્યું બંને વચ્ચે કંઈક હદ સુધી
'ને હું તને જ ન પામી શકી .....

મન ની માંગ હતી જિંદગી જીવવાની
'ને મગજ ની માંગ સફળતા પામવાની
યુદ્ધ ચાલ્યું બંને વચ્ચે કંઈક હદ સુધી
'ને હું સંપૂર્ણ ખુદ ને જ ખોઈ બેઠી....

-પર્લ મહેતા "યાકિ"

Read More

આજે મારી પ્રથમ વાર્તા "પ્રેમની અભયાકૃતિ" ને વર્ષ પૂરું થયું.
આ વર્ષ માં ઘણું શીખવા મળ્યું, ઘણું જાણવા મળ્યું, આપ સૌ નો ઘણો સહકાર મળ્યો. મારી વાર્તા લોકપ્રિય પણ બની અને તમારા જ પ્રેમ થી ટોપ 100 નવલકથા માં પણ ઘણો સમય રહી. માતૃભારતી એ આવું પ્રકાશન નું અને મારા દિલ ની વાત આપ સૌ ના દિલ સુધી પહોંચાડવાનું ઉત્તમ માધ્યમ આપ્યું એ બદલ માતૃભારતી નો ખુબ ખુબ આભાર. મારા વાંચક મિત્રો અને મારા હિતેચ્છુઓ જેમણે મારી આ યાત્રા માં સદાય સાથ આપ્યો છે તેમનો પણ ખુબ ખુબ આભાર. પ્રેમની અભયાકૃતિ મારી પ્રથમ વાર્તા હોવાથી મારા દિલ માં એક નોખું સ્થાન ધરાવે છે આ વર્ષ ની સફર પુરી થવાની ખુશી આમ શબ્દ માં વર્ણવવી થોડી અઘરી છે.

આપ સૌ નો ફરી એક વાર આટલા બધા પ્રેમ બદલ ખુબ ખુબ આભાર અને ભૂલ ચૂક બદલ માફી.


Parl Manish Mehta લિખિત નવલકથા "પ્રેમ ની અભયાકૃતિ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/9955/prem-ni-abhaykruti-by-parl-manish-mehta

Read More

#વિધવાજિંદગીભર જેનો સાથ થાંભી
રાખવાના વચનો આપ્યા હતા
તે આજે સાથ અધૂરો મૂકી ચાલી ગયો
'ને લોકો એ સ્ત્રી ને વિધવા બિરૂદ થી નવાજી લીધી....

સાથી ની કમી થી ઉભરી આવે એ સ્ત્રી
'ને ગમ જરા હળવું કરી
પતિ ની યાદો માં ખુશ થતા શીખે તે સ્ત્રી
એ પહેલા તો સમાજે
એ સ્ત્રી ને વિધવા બિરૂદ થી નવાજી લીધી....

પરિવાર ની ચિંતા માં ઝઝૂમતી,
જે પ્રયત્ન કરી રહી પોતાને સાચવવાનો
'ને પરિસ્થિતિ સામે જરા લડવા નો
ત્યાં વળી પાછું કોઈક
એ સ્ત્રી ને વિધવા બિરૂદ થી નવાજી ગયું....

-પર્લ મહેતા "યાકિ"

Read More