Manoj Navadiya

Manoj Navadiya Matrubharti Verified

@manojnavadiya7402

(745)

44

33.4k

130.4k

About You

હું પણ વહેતો રહું, તો નિર્મળ જળ રહું. પ્રથમ પુસ્તક, વિશ્વ ખોજ, બીજુ પુસ્તક, હિતકારી. Working as a Manager Mechanical maintenance in Reliance industries ltd, Jamnagar. I believe in living a Simple life. હું સામાન્ય જીવન જીવવામાં માનું છું. Life qoutes, 1. In the joy of others lies our own (બીજાના આનંદમાં જ આપણુ સુખ રહેલું છે), 2. જે વ્યક્તિ નુ અંતઃકરણ પવિત્ર છે, વિચાર અને આચાર હકારાત્મક છે. એ સર્જનહારનુ પ્રિય પાત્ર છે, આવી વ્યક્તિઓને ઈશ્વર સતકર્મ માટે નિમીત બનાવે છે.

ભોળો હતો એટલે એ બધેજ ફસાતો રહ્યો,
એ‌ જ કારણ એ પરમેશ્વર પાસે પહોંચી ગયો...

મનોજ નાવડીયા

પુસ્તક: હિતકારી

ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું,
શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો,

અગણિત ખોટાં ભ્રમોમા‌ અહીં ફસાય બેઠો છું,
દોરી‌ બનીને બહાર નીકાળવવા જરૂર આવજો,

દુનિયામાં દેખાડો કરતાં મને સહેજ નહીં ફાવે,
નિર્મળ મન હોય તો સત સાથે જરુર આવજો,

ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું,
શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો,

મોટા ભાગે બધાં સાથે ખોટું કરતાં જોવ છું,
સાચા હ્રદય રાખી કર્મ કરવાં જરૂર આવજો,

ચોર ના લૂંટે એટલું આ માણસ લુટી જાય છે,
પ્રમાણિક બની‌ જીવન ભરવાં જરુર આવજો...

મનોજ નાવડીયા

Read More

ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું,
શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો..

મનોજ નાવડીયા

મારી અને તારી આ પ્રિય વાતો,
બની જાય એ પ્રેમની કવિતાઓ,

તું ચાલે અને સાથે હું પણ ચાલું,
બની જાય એ પ્રેમનાં રસ્તાઓ,

મારી અને તારી‌ આ સુંદર આંખો,
બની જાય એ પ્રેમના દ્રશ્યો,

તારું અને મારુ આ ધબકતું હ્દય,
બની જાય એ પવિત્ર જીવન..

મનોજ નાવડીયા

Read More

બંધ આંખોથી પણ તમે દેખાવ છો,
આ પ્રેમ કેવી‌‌ તસવીરનુ સર્જન કરે છે...

મનોજ નાવડીયા

રસ્તા ઉપર હું ચાલતો ગ્યો,
આવતા પથ્થરોને ઉચકતો ગ્યો,
એને આજુ-બાજુમાં રાખતો ગ્યો,
વળી દોસ્ત કહે શા માટે આવું કરવું,
રહેલાં દે ને, આવાં તો ઘણાં આવશે,
પણ મારું મન એ વાત કદી ના માને,
સાચું લાગ્યું એમ હું કરતો ગયો,
એને પણ સાથે સમજાવતો ગ્યો,
એક દિવસ આવ્યો એવો સમય,
રસ્તો બન્યો ખુબ જ સુંદર,
દેખાતો એ રસ્તો બે પાળોની વચ્ચે,
કર્મ એ જ પથ્થર બન્યાં બે પાળો,
એ જ દોસ્ત કહે વાહ, સુંદર સર્જન...

"હંમેશાં સારા રસ્તાઓ તૈયાર નથી હોતા પરંતુ આપણે તેને બનાવવા પડે છે"

મનોજ નાવડીયા

Read More

સુંદર વ્હેલી સવાર આવી રહી છે,
જાગ માણસ તને બોલાવી રહી છે,

જલ્દી જલ્દી તું ઉભો થઈ જા,
આળસ છોડી તું ખુલ્લો થઈ જા,

સૂરજ ભાણ પણ હવે ઉગી ગયાં,
તું પણ હવે જલ્દી ઉભો થઇ જા,

કુદરત પણ હવે મોજમા આવી ગઈ,
તું પણ હવે જલ્દી મોજમાં આવી જા,

તારાં નિત્ય ક્રમ જલ્દી પુરા‌ કરી લે,
સાથે સાથે રોજ સારાં કર્મ કરી‌ લે,

સુંદર વ્હેલી સવાર આવી રહી છે,
જાગ માણસ તને બોલાવી રહી છે..

મનોજ નાવડીયા

#vishvkhoj #heetkari

Read More