Manoj Santoki Manas

Manoj Santoki Manas Matrubharti Verified

@manojsantokigmailcom

(1.4k)

57

100.7k

250.6k

About You

કવિ અંતે શબ્દ નું સમર્પણ કરતો જાય છે....

ને રૂપના સોદા થયા છે શાહુકારના શહેરમાં,
ફકીરો પણ ઘણા મળ્યા પીનારના શહેરમાં.

અજાણ્યા જેવા જ રહ્યા, સામે હોવા છતાં,
અમે ભુલા પડ્યા ગળે મળનારના શહેરમાં.

મહેફિલો ભરાય છે, ઢોળાય છે હવે પ્યાલા,
અને બધું થાય છે અધર ચૂમનારના શહેરમાં.

ગંઝીફાની રમત નથી કે એમ જ હારી જઈ,
ને દિલ હારતા જોયા છે રમનારના શહેરમાં.

આબોહવા હવે માફક નથી આવતી અમને,
ઝેર ઓકી રહ્યા, અમૃત પાનારના શહેરમાં.

હૈયાના હારની માત્ર કલ્પના જ સારી હોય,
અમે આવ્યા બાગ ઉજળનારના શહેરમાં.

કુરબાની આપી, વસંતે સૃષ્ટિને સમર્પિત થઈ,
મનોજ કોઈ કદર ન હોઈ પથ્થરના શહેરમાં.

મનોજ સંતોકી માનસ

Read More

તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમને મને શુભેચ્છા આપી મારા જન્મ દિવસ પર


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

તમારા બધાના પ્રેમથી મારી બુક્સના ડાઉનલોડ 100000 પાર થઈ ચૂક્યા છે...

ખૂબ ખૂબ આભાર મિત્રો

એ હતા કેવા અને કેવા બદલાય ગયા,
તે હૃદયના નિવાસી બીજાના થઈ ગયા.

સમય શુ એકાંતનો મળ્યો, બધું પૂરું થયું,
રાહમાં તેની જીવનના વર્ષ ખર્ચાય ગયા.

મળ્યા છે એને ફરી કોઈ ચાહનાર આજે,
લક્ષણો એવા તેના લખાણમાં દેખાય ગયા.

તૂટતા હૃદયને જોઈ એ એમ ચાલ્યા હતા,
ખાનદાની એમના મને સંસ્કાર દેખાય ગયા.

ધનિકની દીકરી ને કેમ ચાહી શકે રંક એક,
રમકડું અમે બન્યા એ દિલ સાથે રમી ગયા.

મનોજ હૈયાની વાતો સ્મિત સાથે લખો છો,
હસતા ચહેરા પર વેદનાના વાદળ દેખાય ગયા.

મનોજ સંતોકી માનસ

Read More

વિખરાય જતા શ્વાસો વચ્ચે તને ચાહી છે,
અને તમારી સાથમાં અન્ય કોઈ રાહી છે.

મનોજ સંતોકી માનસ

આ ફિલ્મ એક આંદોલન છે, જે જેહાદ પર આધારિત છે. ભારત ની હરેક સ્ત્રીએ અરે... દુનિયાની હરેક સ્ત્રીએ આ ફિલ્મ એકવાર જોવી ફરજીયાત છે.

એક સામાન્ય વ્યક્તિ ને કઈ રીતે જેહાદી અને ક્રૂર બનાવી દે છે. અહીંયા માત્ર બે કે ત્રણ છોકરી ની સ્ટોરી દર્શાવવામાં આવી છે. પણ ખરેખર ભારત સિવાય અનેક દેશોમાં આવા ષડ્યંત્ર થયા છે અને અનેક છોકરીઓ અનાઓ ભોગ બની છે.

થોડા મહિના પહેલા એક કિસ્સો મારી નજર સામે આવ્યો હતો. અમેરિકા રહેતો પાકિસ્તાનનો માણસ એક મૂળ અમેરિક છોકરી ને પ્રેમમાં ફસાવી લગ્ન કરી એક બાળકી ની માતા બનાવી દે છે. અંતે પરાણે બન્ને મા દીકરી ને આઝાદી અને સેફટી નો હવાલો આપી પાકિસ્તાન લઈ જાય છે અને ત્યાં બેરહેમ અત્યાચાર કરવામાં આવે છે. એક નાની બાળકી પર પણ એટલું જ સ્ટ્રોચર કરવામાં આવે છે.

આવા તો અનેક કિસ્સા દુનિયામાં વિખરાયેલા પડ્યા છે. એક એને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવે તો આવી અનેક ફિલ્મો બને એમ છે. આ ફિલ્મમાં ક્યાંક ઇસ્લામ નો વિરોધ છે જ નહીં. પણ જે લોકો ઇસ્લામ માં માને છે... જે લોકો પાક ઇસ્લામી છે એ લોકો કેમ આ ઇસ્લામ ના નામ પર ચાલતા કત્લ-એ-આમ પર મૌન ધારણ કરી બેઠા છે...?

આ ફિલ્મનો વિરોધ ભારતમાં કેમ વિરોધ થાય છે? કેમ આ ફિલ્મમાં ચોક્કસ ધર્મ સાથે જોડી ને જોવામાં આવે છે. આનો મતલબ એ થયો કે એ ચોક્કસ ધર્મ જ પુરી દુનિયામાં ક્રુરતા ફેલાવી રહ્યો છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યો, ડાયલોગ અને પાત્રોની ભૂમિકા એકદમ પરફેક્ટ છે. સરિયા કાનૂન અને સ્ત્રી પરના થયેલા જુલમ પર આ ફિલ્મ બની એમ પણ કહી શકાય.

મનોજ સંતોકી માનસ

Read More

ધોમધખતા તાપમાં ફરતો રહ્યો તારા શહેરમાં,
તારી ગલીમાં તને શોધતો રહ્યો તારા શહેરમાં.

ખોવાય છે કઈક સપનામાં કાસ એ મળી જાય,
ટુકડા અરમાનના વિણતો રહ્યો તારા શહેરમાં.

તારા શહેરની હવા પણ ક્યાં રહી છે ગુલાબી,
વંટોળની ધૂળને હું ચુમતો રહ્યો તારા શહેરમાં.

ખુશનુમા વાતાવરણ હવે ભૂતકાળ જેવું લાગે,
બિહામણા રૂપ હું જોતો રહ્યો તારા શહેરમાં.

એ રસ્તા, એ નદી, એ બાંકડા, એ ચાની લારી,
ક્ષણ ક્ષણ ત્યાં હું ખોવાતો રહ્યો તારા શહેરમાં.

કરમાયેલ ફૂલો મને જોઈ ને આંસુ સારી રહ્યા,
મનોજ એ આંસુને લૂછતો રહ્યો તારા શહેરમાં.

મનોજ સંતોકી માનસ

Read More

આ મંદિર છે બાબા નિબ કરૌરી નું છે. એક માણસ યોગથી કેટલી શક્તિ મેળવી શકે છે એમનું ઉત્તમ ઉદાહરણ નિબ કરૌરી છે. એમનો આશ્રમ કૌંચીધામ નૈનિતાલમાં છે. હિન્દૂ પરંપરાના આ સંતે એવા લોકોને પ્રભાવિત કર્યા છે, જે હિન્દૂ સંસ્કૃતિને દંભી અને માત્ર નામ પૂરતી જ સમજતા હતા. જેમાં તત્કાલીન સમયના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ વિ.વિ.ગિરિ, રાજ્યપાલ રાજા ભદ્રી, કેરળના રાજ્યપાલ ભગવાન સહાય, ઉપરાષ્ટ્રપતિ ગોપાલસ્વરૂપ પાઠક, ગુલઝારીલાલ નંદા, ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરૂ, રાજનેતા જગન્નાથપ્રસાદ, વિખ્યાત ઉદ્યોગપતિ જુગલકિશોર બિરલા, પીઢ રાજપુરુષ, ગુજરાતના અગ્રગણ્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, વર્તમાન સમયના એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ, સ્ટીવ જોબ્સના મિત્ર, ઉદ્યોગપતિ ડેન (ડેનિયલ) કોટકે, ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, અમેરિકન કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને ગુગલના કોફાઉન્ડર લેરી પેજ (લોરેન્સ એડવર્ડ પેજ), હોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી જુલિયા રોબર્ટસ જેવી અનેક મહાન વ્યક્તિઓ નીબ કરૌરી બાબાથી પ્રભાવિત થયેલા છે.

નીચે જે ફોટો આપ્યા છે એ મોરબીથી 35 કિમી દૂર વવાણીયા ગામના મંદિરના છે. એક નજરે જોઈએ તો વવાણીયા એક દેવ ભૂમિ છે. માતૃશ્રી રામબાઈ માતા ની કર્મભૂમિ, શ્રીમદ્દ રામચંદ્રની જન્મભૂમિ અને જ્ઞાનભુમી અને બાબા નિબ કરૌરીની તપોભૂમિ છે. આજે મેં ત્યાંની મુકલાત લીધી હતી. નિબ કરૌરીની વાતો તો ખૂબ સાંભળી હતી પણ પ્રત્યેક્ષ રીતે આજે એમના મંદિર પર ગયો હતો.

યોગિરાજ નીબ કરૌરી બાબાનો જન્મ ઈ.સ. ૧૯૦૦ની આસપાસ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુરા નામના ગામમાં થયો હતો. માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેઓ ઘર છોડી વવાણીયા આવ્યા હતા. ત્યાં તેમને હનુમાનજીની સ્થાપના કરી અને લક્ષ્મીવાસના તળાવ પર જેમને યોગસાધના લગભગ સાત વર્ષ સુધી કરી હતી. એમના અનેક પ્રસંગો દેશ અને વિદેશમાં ચર્ચાનું રૂપ બન્યા અને તેમની યોગ સાધનાની પ્રબળ અસરના કિસ્સા પણ સાંભળવા મળે છે.

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક રિચર્ડ એલપર્ટ ભારત આવ્યા અને નીબ કરૌરી બાબાને મળ્યા પછી એમનાથી પ્રભાવિત થઈ એમના અનુયાયી, સેવક બની ગયા હતા. તેમણે એમનું નામ રામદાસ રાખી દીધું હતું. નીબ કરૌરી બાબાના જીવન પ્રસંગો અને પોતાના અનુભવોનું વર્ણન કરતું 'મિરેકલ ઓફ લવ' નામનું એક પુસ્તક પણ તેમણે લખ્યું છે. તેમાં પણ અનેક કિસ્સા તેમને લખ્યા છે.

મનોજ સંતોકી માનસ

Read More