Hey, I am on Matrubharti!

આખું વરસ સ્માર્ટફોન વાપરી વાપરીને વાંકી વળી ગયેલી આપણી બધાની ડોકને સીધા કરવાનો મોકો આપનાર અદ્ભૂત તહેવાર મકરસંક્રાંતિની આપ સર્વેને શુભકામનાઓ ..........

Read More

મળવું છે મારે કઇ પણ કારણ વગર...
સંબંધ રાખું છું કઇ પણ સગપણ વગર…
મૈત્રી કરું છું કાઈ પણ અપેક્ષા વગર...
સતત સાથે ચાલતા રહીશું કોઈ મંજિલ વગર...
માની લીધા છે મિત્ર કોઇ પણ રસમ વગર...
સાથ હંમેશા નિભાવીશ કોઈપણ કસમ વગર...
શબ્દો પણ ક્યાં લખાય છે આવી લાગણી વગર...

Read More

બે વાર્તાઓ :-

1. નોકિયાએ એન્ડો્ઇડને ના સ્વિકાર્યુ.
2. યાહૂએ ગુગલને નકારી દીધી. વાર્તાઓ પુરી થઇ

શું શીખ્યા ?
● જોખમો લો
● બદલાવને સ્વીકારો
● તમે સમય સાથે જાતને નહિ બદલો તો તમે નાશ પામી શકો છો.

વધુ બીજી બે વાર્તા :-

1. ફેસબુકે વોટસ્ અપ અને ઇન્સટાગ્રામ ખરીદી લીધી.
2. ફ્લિપકાર્ટે મંત્રા ખરીદી લીધી અને
ફ્લિપકાર્ટે ખરીદેલ મંત્રાએ જબોંગ ખરીદી લીધી.
વાર્તાઓ પુરી થઇ

શું શીખ્યા ?
● પ્રતિસ્પર્ધીઓને સાથીદાર બનાવી બને તેટલા વધુ શક્તિશાળી બનો.
● ટોચ સુધી પહોંચો અને પછી સ્પર્ધા ના કરશો.
● હંમેશા નવું નવું અપનાવો, નવું શિખતા રહો.

હજી બીજી બે વાર્તાઓ :-

1. કર્નલ સેન્ડર્સે 65 વર્ષની વયે
કેએફસી(KFC) ની સ્થાપના કરી હતી.
2. જેકમા, જેમને કેએફસી(KFC) માં નોકરી ના મળી,
અને અલીબાબા કંપની શરૂ કરી. વાર્તાઓ પુરી થઇ

શું શીખ્યા?
● ઉંમર એ ફક્ત એક આંકડો છે.
● માત્ર તે જ સફળ થાય છે જે સતત પ્રયત્નો કરતાં રહે છે.

અને છેલ્લે :-
લમ્બોર્ગીનીની સ્થાપના એક ટ્રેક્ટરના માલિકે બદલો લેવાની ભાવનાથી કરી હતી કારણ કે તેમનુ અપમાન ફેરારીના માલિક એન્ઝી ફેરીરીએ કર્યુ હતુ.- વાર્તા પુરી થઇ

શું શીખ્યા ?
● ક્યારેય કોઈપણ વ્યક્તિને નાનો ન સમજશો!
● સફળ થઇ ને સાબિત કરવુ એજ શ્રેષ્ઠ બદલો છે.

◆ સખત મહેનત કરો!
◆ તમારા સમયનુ યોગ્ય રોકાણ કરો!
◆ શું તમે કામ માં ખુશ છો.!
◆ નિષ્ફળતાથી ગભરાશો નહી!

સોચ બદલો, સાહસ કરો, દશા ઓટોમેટિક બદલાઈ જશે.

Read More

🙏 खत्म होने जा रहा है एक युग 👏

आने वाले 10-15 साल में एक पीढी संसार छोड़ कर जाने वाली है...

इस पीढ़ी के लोग बिलकुल अलग ही हैं...

रात को जल्दी सोने वाले, सुबह जल्दी जागने वाले, भोर में घूमने निकलने वाले।

आंगन और पौधों को पानी देने वाले, देवपूजा के लिए फूल तोड़ने वाले, पूजा अर्चना करने वाले, प्रतिदिन मंदिर जाने वाले।

रास्ते में मिलने वालों से बात करने वाले, उनका सुख दु:ख पूछने वाले, दोनो हाथ जोड कर प्रणाम करने वाले, पूजा किये बगैर अन्नग्रहण न करने वाले।

उनका अजीब सा संसार...

क्या आप जानते हैं कि ये सभी लोग धीरे धीरे, हमारा साथ छोड़ के जा रहे हैं।

अन्यथा एक महत्वपूर्ण सीख...

उनके साथ ही चली जायेगी... वो है, संतोषी जीवन, सादगीपूर्ण जीवन, प्रेरणा देने वाला जीवन, मिलावट और बनावट रहित जीवन, धर्म सम्मत मार्ग पर चलने वाला जीवन और सबकी फिक्र करने वाला आत्मीय जीवन।

हो सके तो उनके
कुछ पद चिन्हो पर चलने की कोशिश करे ।

Last but not the least 🙏
यह मानव इतिहास की आखरी पीढ़ी है , जिसने अपने बड़ों की सुनी और अब अपने छोटों की भी सुन रहे हैं।।

Read More

દિલમાં દબાયેલી વાતોનું વ્યાજ
પણ નહીં મળે અને..ભાડું પણ નહીં.
એટલે દિલની વાતો "Share" કરતા શીખો..!!
કદાચ તમને તમારી લાગણીમાંb"invest"
કરનાર વ્યક્તિ મળી જાય....

Read More

अकेली सुई की फितरत सिर्फ चुभने की होती है, मगर धागे का साथ मिलते ही उसकी फितरत बदल कर एक दूसरे को मिलाने की हो जाती है।

अच्छे लोगों से संबंध बनाए रखें

Read More

🌷 *શ્રી ગુણવંત શાહે કહેલું* 🌷

લોન ઉપર લીધેલી
ખુશીઓના હપ્તા
ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી
*જીવવા જેવી*
લાગે છે !

ના પાડ્યા પછી પણ
પરાણે એક કોળીયો મોઢામાં મૂકી,
કોઈ નજીકનો ખાસ મિત્ર
" ખવાય જશે " એવું કહે...
ત્યારે જિંદગી
*જીવવા જેવી*
લાગે છે !

જ્યારે વર્ષો જુનો મિત્ર
ફોન કરીને કહે કે -
"ચાલને યાર,
એક વાર પાછા 'મળીએ'..."
ત્યારે જિંદગી
*જીવવા જેવી*
લાગે છે !

જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિર માં
એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી
*જીવવા જેવી*
લાગે છે !

બે ટંક અનાજ માટે
ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજા
ની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી
*જીવવા જેવી*
લાગે છે !

હોસ્પિટલના ખાટલા પર
' મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી
*જીવવા જેવી*
લાગે છે..

👉 આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર 😅
'સ્મિત' આવી જાય...
ત્યારે મને
મારી જિંદગી
*જીવવા જેવી*
લાગે છે...

..ચાલ ને જીવી લઈએ
*જિંદગી*
કારણ...?.?.?.
*જિંદગી*
🌹જીવવા જેવી જ છે.🌹

Read More

પૂછ્યું કૃષ્ણ એ મને
મંદ મુસ્કાન સાથે,
બોલને શું વાત છે.
આજે કેમ ઉદાસ છે ?

મારા જીવન માં સંઘર્ષ કેમ.?
ઉદ્દેશ્ય શું મારા જીવન નો.?

મારી સામે જોઈ
હસી પડ્યા મુરલીધર
બોલ્યા.
જાણે છે તું ?
હું જન્મ્યો એ પહેલા જ
મને મૃત્યુ આપવા તૈયાર હતા
મારા જ મામા.

હું જન્મ્યો જેલ માં
જીવન આખું સંઘર્ષ માં
દરેક ડગલે પડકાર
જન્મતા જ મા થી
થયો અલગ.
બાર વર્ષે ગોકુળ થી અલગ

જેણે પ્રેમ આપ્યો
એ મા .. યશોદા.
જેને પ્રેમ આપ્યો
એ રાધા ...
ગોપી ઓ અને ગોવાળો
ને પણ છોડ્યા.

મથુરા છોડ્યું અને
દ્વારકા પણ વસાવ્યું.

જીવન માં આટલો સંઘર્ષ
તો પણ કોઈનેય
જન્મકુંડળી નથી બતાવી.

ના કોઈ ઉપવાસ કર્યા
ના ખુલ્લા પગે
ચાલવાની બાધા યે માની
ના ઘરની બહાર
લીંબુ મરચા બાંધ્યા.

મેં તો યજ્ઞ કર્યો
ફક્ત અને ફક્ત કર્મ નો.

યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને
ધનુષ્ય બાણ નીચે નાંખ્યા.
ના અર્જુનના જન્માક્ષર જોયા,
ના કોઈ મુહૂર્ત જોયું,
ના તો કોઈ દોરો
કે તાવીજ આપ્યા.

બસ એને એટલું જ કહ્યું.
આ તારું યુદ્ધ છે
તારે જ કરવાનું છે.
હું માત્ર તારો સારથી
કર્મ માત્ર તું કર
માર્ગ હું બતાવીશ.

મારુ સુદર્શન ચક્ર ચલાવી
સંહાર કરી શકત આખી
કૌરવ સેનાનો.
પણ
તારું ધનુષ્ય તું ઉપાડ.
તારા તીર તું ચલાવ.
હું આવી ને ઉભો રહીશ
કોઈ ને કોઈ સ્વરૂપમાં
તારા પડખે તારી સાથે
તારો સારથી બની ને.

દુનિયાની તકલીફોમાં તું જાતે લડ.
હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ.
તુ સારા કર્મ કર.
તારી તકલીફો ને હું હળવી કરીશ.

બસ હું આવું ત્યારે
ઓળખજે મને તું.

મારી ગીતા નો સંક્ષિપ્ત સાર.

નથી જોઈતા તારા કોઈ ઉપવાસ,
કોઈ માનતા કે નથી બાધા જોઈતી.

માત્ર *શુદ્ધ કર્મ* કર. ખુલ્લાં
*મનથી જીવન* ને આવકાર.
પ્રત્યેક ક્ષણ ને *ભરપૂર માણ.*

*હું આવતો રહીશ,*
*બસ...ઓળખજે મને તું ...*✍

Read More

સ્વીકારવા જેવું

"પ્રવાહી મિલકત" આ શબ્દ લગભગ બધાએ સાંભળ્યો હશે અને ખાસ કરીને કોમર્સ ના વિદ્યાર્થી એ. પ્રવાહી મિલકત એટલે કે એક દિવસ જેનો જથ્થો ખાલી થઇ જશે, જેમ કે કોલસા ની ખાણ, ખનીજ તેલ વગેરે..

આપણા ભારત દેશ મા અત્યારે પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો ખુબ જ ચર્ચા મા છે. પ્રજાને ત્રાહિમામ પોકારે છે કે આટલો બધો ભાવ પેટ્રોલ ડીઝલ નો ના હોવો જોઇએ. પણ કોઈએ એ વિચાર કર્યો કે ભાવ વધારવાનું કારણ શુ છે??

કરો વિચાર.......

મારા મતે કારણ એવુ છે કે ભારત વિશ્વ નું ત્રીજું સૌથી વધુ ખનીજ તેલ મગાવતો દેશ છે, જે બીજા દેશમાંથી વર્ષ એ અંદાજે 7 લાખ કરોડ નું મગાવે છે. ભારત ના બજેટ માંથી એક મોટો હિસ્સો અરબ દેશોમાંથી ખનીજ તેલ ખરીદવામા જાય છે, અને ભારતનું હૂંડીયામણ ઓછું થાય છે, જો ખનીજ તેલ ની માંગ ઘટાડવામાં આવે તો એ રૂપિયો બીજા ક્ષેત્ર મા વાપરી શકાય અને રૂપિયો પણ મજબૂત બને. અને જો પેટ્રોલ અને ડીઝલ નો કોઈ પૂરક મળે તો ઘણું સારુ થાય,

આનો રસ્તો એક છે કે જે કુદરતી રીતે મળે છે એનો ઉપયોગ વધારીએ, તો કદરતી અને આપણા દેશ મા મળતું એક છે સૂર્ય ઉર્જા અને વીજળી, તો આ બન્ને થી ચાલતા વહાણવટી નો ઉપયોગ આપને વધારશું તો પેટ્રોલ અને ડીઝલ ની જરૂરિયાત ઓછી થઇ જશે સાથે સાથે વાયુ પ્રદુષણ અને ઘ્વાની પ્રદુષણ થી પણ આપણે મુકત થઇ જશુ.

આપણે કોઈએ વિચાર્યું કે દુબઇ ના રાજા મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ એ વિશ્વ્ની અજાયબી કેમ બનાવે છે? મોટા મોટા બિલ્ડીંગ, હોટેલ, વગેરે,
કારણ દુરાંદશી દુબઇ રાજા એ વિચાર્યું છે કે જયારે આ તેલ ના ભંડાર ખાલી થઇ જશે તો એમની પ્રજા શુ કરશે, એટલે ટુરિઝમ ને વેગ મળે અને દુનિયા ના ખૂણે ખૂણે થી પર્યાટકો આવે અને દેશ નું હૂંડીયામણ વધે.

તો આ ભરત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો કરવો અને ઇલેક્ટ્રિક વાહનો ઉપર સપસીડી આપી ને અડકાતરી રીતે એ સંદેશ છે કે આપને બધા ઇલેક્ટ્રિક થી કે સૌરઉર્જા થી ચાલતા સાધનો નો ઉપયોગ કરીયે જેથી ભરત દેશ ને ઘણા બધા લાભ થાય.

તો આવો આપને પણ દેશની સેવામા ભાગીદાર બનીયે અને ઇલેક્ટ્રિક, સૌરઉર્જા થી ચાલતા સાધનો નો ઉપયોગ કરીને વિકાસના પંથે આગળ વધીએ.

જય ભારત સહ.....
ઉમેશ બી. તલસાણીયા (સાહેબ )

Read More