મન માં સ્ફુરતા વિચારો ને...શબ્દો ના આવરણ થકી... પંક્તિ દ્વારા રજુઆત...!!!

પ્રતિબિંબ


હા.. હું પ્રેમમાં પડી છું. ☺️

આટલા વર્ષે કદાચ મને ફરી પાછો સાચો પ્રેમ થયો છે. મને નવાઈ લાગે છે કે કેમ મેં આ પ્રેમને અણદેખો કરીને તિરસકાર્યો, અવગણ્યો .શા માટે મેં એના તરફ ધ્યાન નહીં દીધું ? 🤔

પ્રથમ નજરે તો હું ઓળખી ના શકી.. કે આ એ જ છે જેને હું પહેલા બહુ જ પ્રેમ કરતી હતી? એની અત્યારે કેવી અવદશા છે..સફેદ વાળ આવી ગયા છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે અને કાળા કુંડાળા થઈ ગયા છે. હાથ ઉપર નસ ઉપસી આવી છે, હથેળીઓ ખરબચડી થઈને ઘસાઈ ગઈ છે.. શરીર થોડું અદોદરૂ થઈ ગયું છે, સ્મિત પણ એનું મુર્જાયેલું દેખાય છે.. એનું મન ક્યાંક ખોવાયેલું, અટવાયેલું લાગે છે..🙄

એને જોઈને છળી ઉઠી અને આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા..😭 અને હૃદયમાં એક ડૂમો ભરાયો કે આ આ... કોણ છે આ ? આંસુના પૂરમાં હૃદય અને મનનો બોજ હલકો થઇને સાફ થઈ ગયો..અને મારા સવાલનો જવાબ મળી ગયો. મકકતાથી મેં એને પ્રેમથી ફરી અપનાવીને નવેસરથી જિંદગી જીવવાનું વચન આપ્યું🙂

એના દરેક સપના પુરા કરવા હું સાથ આપીશ. 🤗આખરે તો મેં એ પ્રેમને પાછો અપનાવ્યો છે. એની દરેક ઈચ્છા પૂર્ણ કરીશ. સુખદુઃખની સાથી બનીને જિંદગીભર સાથ નિભાવીશ. સદાય ખુશ રાખીશ. 🙂

મારા આ પ્રેમ સાથે પુનઃ મેળાપ કરાવવા માટે હું અરીસાની ઋણી છું..
હા... મારું પ્રતિબિંબ જોયું આજે અને હું ફરી એકવાર મારી જાતના પ્રેમમાં પડી છું. 😍

💓 હેપ્પી વેલેન્ટાઈન ટુ મી... !!!💓

#મારીરચના

Read More

મંજુર નથી મને એવા
કમોસમી સબંધો ...
જે માવઠું બનીને ફક્ત
નુકસાન જ કરે છે...
#મારીરચના

આજના મકરસંક્રાંતિના તહેવારે
દુઃખની પતંગ કાપવા માટે
સબંધોમાં થોડી ઢીલ દઈને
જીવન રૂપી ફીરકીમાં
સુખનો માંજો લપેટી લ્યો...
#મારીરચના ની એજ શુભેચ્છા 😇

Read More

સ્વપ્નો અને સબંધ વચ્ચે મહત્વની એક સમાનતા એ છે કે બંને જ્યારે તૂટીને વિખરાય છે...ત્યાર પછી એમને ભેગા કરવા કઠિન છે. #મારીરચના

Read More

જો તમે કોઈના હૃદયમાં વસી ગયા હો ને તો એના જીવનમાં વસી નહીં શકવાનો અફસોસ તમારા કરતા વધુ સામેવાળાને થશે . #મારીરચના

Read More

સૂર્યના પહેલા કિરણ સાથે માણેલી સવારની પહેલી ચા ની ચૂસકી..
વિચારોના વમળમાં અટવાયેલા મનને સ્ફુર્તિ આપે છે...
#મારીરચના

-Sonal

Read More

અતૂટ વિશ્વાસમાં
એકબીજાનો શ્વાસ છે,
ત્યાં સુધી...
જીવન એક
સુંદર સહવાસ છે...
નહીંતર તો એ,
મૃગજળ સરખો એક
સંપૂર્ણ ભાસ છે...
#મારીરચના

-Sonal

Read More

ખુશીને જિંદગીમાં કેવી રીતે લાવવી અને કેમ માણવી એ પણ એક કળા છે. અને જો આ કળા એકવાર જેને આવડી જાયને તે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે.
#મારીરચના

-Sonal

Read More

2020 નું વર્ષ કાળ બનીને આવ્યું છે. આજે શ્રી નરેશભાઈ કનોડિયાનું દુઃખદ નિધન થયું છે. દશેરા પછી, આ રામ લક્ષ્મણની જોડી જેવા બંને ભાઈઓના મૃત્યુથી ગુજરાતી ફિલ્મ અને સંગીતની દુનિયામાં એક સોપો પડી ગયો. 🙏🏻 ૐ શાંતિ 🙏🏻

Read More

While writing..
I always add best and easy to understand words into my thought process of vocabulary. And then I express my thoughts with right notes,without fear of what world will think.
#MariRachana