Hey, I am on Matrubharti!

ના સમજાઈ દુનિયાદારી
એ જ વાત પડી ભારી.

મન મૌન થઈ ગયું,
શબ્દો ની ખોલી બારી.

ઉંબર સુધી આવ્યા ઓરતા,
પોંખવા દોડી, લાવી જારી.

સમજુ થઈ ઠગાઈ ગઈ,
હવે તો ના સમજી સારી.

ઉતર્યા ઊંડા સંબંધ વાવમાં,
ચાલી છે લાગણીની આરી.
#અલગારી મન

Read More

जाना ना चेहरे की सजावट पर,
बहुत गम छुपा रखे है यूं ही मुस्कुराके...
#सजावटी

#આગળ
આગળ પાછળ ગૌ બિરાજે,
વચમાં કાનુડો કામણગારો .

કાનુડો કામણગારો રસ ભર્યો રૂપાળો
આ શું આંખલડી નો ચાળો ..

રંગે રાતો મદમાતો વાંસલડી માં ગીત ગાતો
નેણા સું કરે છે વાતો ....

ભરવા હું ગઈ તો પાણી પ્રેમ પીડા ભરી આણી,
ઘેલી થઈ હું આવી શાની...

Read More

સ્ત્રી શરૂઆત છે , અંત પણ સ્ત્રી જ છે
સ્ત્રી દેવી છે ,માતા છે ,દુહિતા છે , ભગિની છે ,પ્રેયસી છે ,પત્ની છે ,ત્યાગમૃતી છે ,અબળા છે , સબળા છે , શક્તિ છે ,નારાયણી છે ,નરકની ખાણ છે ,પ્રેરણામૂર્તિ છે ,રહસ્યમયી છે ,દયાળુ માયાળુ પ્રેમાળ છે ,સહનશીલ છે ,લાગણીપ્રધાન છે ,ડાકણ છે ,ચુડેલ છે ,પૂતના છે , કુબ્જા છે ,મંથરા છે , સીતા ને સાવિત્રી છે સ્ત્રી ...
સ્ત્રી , સ્ત્રી સિવાય બધુજ છે .

#શરૂઆત

Read More

बुद्धिमानी लोग हमें बेवकूफ कह देते है,
और बेवकूफ लोग हमें बुद्धिमान कह देते है।
#बेवकूफ

#घोंसला
पंख होते हुए भी उड़ नहीं पाते है,
अपने ही घोंसले जकड़ लेते है।

#માળો .
પાંખ વગર
પંખી એક જીવી ગ્યું
મન માળામાં
#હાઈકુ

મનમાં ઉઠે રોજ એક સવાલ,
કેમ બાંધી મૌનની દીવાલ?
વ્યસ્તતા નું દેખાડે બહાનું,
તોફાની યાદો આવી રોજ કરે ધમાલ.
#તોફાની

Read More