વાતો ને વાર્તા માં ઢાળી વાંચક સુધી પહોંચાડી શકું છું. સામાજિક માનસિક અસંતુલન ને સંતુલિત કરવાનો પ્રયાસ

આજે વાત કરવી છે "#મૌન "ની , હમણાં હમણાં લોકો એ #મૌન નું મહત્વ વધારી દીધું છે ત્યારે ક્યારે કેટલું મૌન રાખવું સારું એ સવાલ થાય સ્વાભાવિક છે. મને પણ થાય આમ તો ક્યારેય થોડુક પણ મૌન ન રહેવું મારા સ્વભાવ માં છે પણ થયું કે " "બોલે એનાં બોર વેચાય" એ અનુભવ કરી જોયો તો હવે "ન બોલવામાં નવ ગુણ" પણ જોઈ લઈએ. મૌન રહેવું બહુ જ સારી વાત છે ખાસ અત્યારના સમયમાં ઇગ્નોર કરવું અને મૌન રહેવું એ પોતાના માટે અને બીજા માટે સારામાં સારો ગુણ સાબિત થાય છે. પણ કહેવાય ને કે "વધુ પડતું અમૃત પણ ઝેર બની જાય છે" તેમ જ મૌન ક્યારે રહેવું જોઈ અને તમારું મૌન તમારી કાયરતા કે નબળાઈ સાબિત ન થવું જોઈએ તે પણ એટલું જ જરૂરી છે.

એક ઉદાહરણ આપુ મારો દીકરો અમારા બંને થી અલગ માટીનો બન્યો છે એની કોઈ મજાક કરે કે કોઈ એની વાતને લઈને હસે તો તે ઇગ્નોર કરે અને ચૂપચાપ ત્યાં થી ખસકી જાય. સાચે તો બહુ જ સારી આદત છે પણ સ્વમાન થી પરે કંઈ ન હોવું જોઈ તે અર્કને પણ સમજાવવું જરૂરી હતું. દર વખતે મૌન રહેવા થી સામે વાળી વ્યક્તિ તમને નબળા ગણી શકે છે અથવા મારા જેવી વ્યક્તિ તો એમ જ સમજે કે છટકવા માટે તમે મૌન ધારણ કર્યું છે જે ઘણી વખત સત્ય હોય છે. મૌન ધારણ કરવા થી સત્ય તમારી નજીક છે એ ધારણા તમારી ખોટી છે. સત્ય ક્યારેય મૌન રહી છુપાવી નથી શકાતું. ક્યાંક સાંભળેલ છે કે "દુષ્ટ ની વાણી કરતાં સજ્જન નું મૌન વધુ તકલીફ વધારનાર હોય છે"

જો ભીષ્મ મૌન ન રહ્યા હોત તો મહાભારત થાત નહીં. જો કૌશલ્યા એ પોતાના પુત્ર માટે સ્ટેન્ડ લીધું હોત તો રામ ને ૧૪ વર્ષ વિના કારણ વનવાસ ન ભોગવવો પડત. ઘણી વખત તમે મૌન રહી એમ સમજો છો કે આપણે માથાકૂટ માં ન પડ્યા પણ મૌન રહી તમે તમારું સ્થાન ડગમગાવી રહ્યા છો. મારું માનવું છે કે ઉગ્નોર કરવાથી કોઈ જ સમસ્યાનો ઉકેલ આવતો નથી હા સમય પૂરતો એ મુદ્દો દબાઈ જાય છે. પણ આત્મસન્માન થી વિશેષ દુનિયામાં કંઈ ન હોય અને મૌન રહી તમે તમાર પોતાના અસ્તિત્વ ને જોખમ માં મૂકી રહ્યા છો. મૌન તમને સબળા નહીં અબળા જ પુરવાર કરે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ.

કોઈ પણ પરિસ્થતિ થી દુર ભાગવા માટે નો રસ્તો છે મૌન , પણ એ એવું દીમક છે કે અંદર કોરી ખાય છે. કદાચ હું ખોટી હોઉં પણ જ્યારે કોઈ તમારા નામ સાથે તમારી મજાક કરે કે સળી કરે કે વાત કરે છતાં જો તમે મૌન રહો તો તે સામે વાળાને તો તમારા થી દૂર કરો જ છો પણ તમારા પોતાના સ્વાભિમાન ને આત્મસન્માન ને પણ દૂર કરો છો. (#MMO )

હા બકવાટ કળવાટ લાવે છે પણ મૌન મજબૂરી દર્શાવે છે. મૌન થી તમે મજાક ન બની જાવ તે જોવું રહ્યું . સંસ્કૃત માં એક કહેવત છે "મૌન સ્વીકૃતિ નું લક્ષણ છે" એટલે જ્યારે મૌન રહો ત્યારે તમે તમારી સહમતી દર્શાવો છો. દરેક વખતે સહમત થવા થી એક મત થવાય એવું પણ ન હોય. ક્યારેક વિરોધી દિશામાં ચાલનાર પણ એક જ મંઝિલે પહોંચતા હોય છે.. મૌન ને હથિયાર બનાવો મૌન ના હથિયાર ન બનો...{#માતંગી }

Read More

#દાનત_દૌલત
આસપાસ અમુક વસ્તુ જોઈએ , ક્યારેક અનુભવ પણ કરીએ ત્યારે એમ થાય કે લોકો આવું કેમ કરતાં હશે? દાનત શબ્દ સાંભળ્યો જ હશે પણ સારી દાનત અને ખરાબ દાનત વચ્ચે પણ એક નાનકડી રેખાનો જ તો ભેદ છે. આપણે ઘણી વખત સાંભળ્યું જ હશે કે એની દાનત તો ખોરા ટોપરા જેવી છે એટલે કે તે વ્યક્તિ ને કોઈ હેરાન થાય તેમાં વધુ રસ હોય છે. કોઈ નું કરી નાખવું , જાણી જોઈ એવી રીતનું વર્તન કરવું જે સામે વાળી વ્યક્તિને મુશ્કેલી માં મૂકે પણ તે વ્યક્તિ એટલું નથી જાણતી કે આપણા પણ આવક જાવકના ચોપડા રાખવામાં આવે છે જે દેખાતાં નથી પણ અદૃશ્ય થઈ રહેલ હિસાબમાં ક્યારેય ભૂલ આવતી નથી.

તમે કોઈ ને હેરાન કરી મજા લઈ શકશો અને તે વ્યક્તિને થોડા સમય માટે તકલીફ આપશો પણ કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. કર્મનું ફળ મળ્યા વગર રહેતું જ નથી. તમને ખબર પણ ન પડે કે આ ક્યા કર્મના ફળ રૂપે તકલીફ આવી છે. એની જે લાકડી છે તેમાં અવાજ નથી પણ દુઃખાવો તો થશે જ.. માટે કોઈ સાથે કોઈ પણ જાતનું વર્તન કરો તો એક વખત વિચારજો કે આવું વર્તન કોઈ તમારી સાથે કરે તો? આ સવાલ નો જવાબ બહુ જ ઈમાનદારી થી મેળવજો પછી આગળ કાર્ય કરજો.

સારા કાર્યો તમને સારું પરિણામ આપે જ એ જેટલું સત્ય છે એટલું જ સત્ય એ પણ છે કે તમે કરેલ કોઈ પણ નાનામાં નાનું દુષ્કર્મ તમને સજા અપાવશે જ. માટે જ ક્યારેય કોઈ માટે ખરાબ વૃત્તિ પણ રાખવી જોઈએ નહિ. હમેંશા એમ જ વિચારવાનું કે કર્મ કોઈને છોડતો નથી તો હું પણ સત્કર્મ ને છોડીશ નહી. જરૂર નથી કે સત્કર્મ એટલે દાન દેવું કે એવું કંઈ. કોઈ માટે ખરાબ વિચારવું પણ નહિ તે પણ સત્કર્મના લીસ્ટમાં આવી જાય છે. તમારી દાનતને ખોરા ટોપરા નહીં પણ એવા નાળિયેર સમુ બનાવો કે જેનો ઉપયોગ પ્રભુની પ્રસાદીમાં કરવામાં આવે. (#MMO )

ભલે ને હેરાન થાય એવો વિચાર આવે ત્યારે એટલું વિચારજો કે તમે પણ હેરાન થશો જ અને પછી ભગવાનને દોષ નહીં દઈ શકો. માટે જ હમેંશા ભગવાનને પ્રાર્થના કરવી કે પ્રભુ કદાચ મને શાંતિ ન મળે પણ કોઈ ની અશાંતિમાં મારો કોઈ હાથ ન હોવો જોઈએ. આ સાથે જે આ ખોરા ટોપરા વાળા લોકોનો ભોગ બને છે તેમને કહેવું છે કે તમે આ ટોપરાનો ઉપયોગ ક્યારેય ટોપરા પાક બનાવવામાં નહીં જ કરી શકો માટે એમને પોસવા નું કામ પણ ન કરો. તમારી વાત રાખવી એ તમારી ફરજ નહી સમાજને સુધારવા માટે તમારી જવાબદારી પણ છે. આપણે શું? ની નીતિ દરેક વખતે કામ આવતી નથી.

Read More

#નવરાત્રી_શક્તિ_મહોત્સવ

માતાજી ની આરાધના નું પર્વ એટલે નવરાત્રી.. ગુજરાતમાં નવરાત્રિનું અનેરું મહત્વ છે. નવ દિવસ શક્તિ ની આરાધના પોતાની ભક્તિ અને યથા શક્તિ પ્રમાણે કરવાની હોય છે. અમે નાના હતાં ત્યારે તો સૌરાષ્ટ્ર માં ગરબી ચલણ ખૂબ જ હતું ચોક માં માંડવો બંધાય માતાજી નું મંદિર વચ્ચે સ્થપાય અને તેનાં ફરતે બાળાઓ રાસ ગરબા રમે. આ માટે ની પ્રેક્ટિસ પણ ભાદરવો શરૂ થાય તે પહેલાં શરૂ થઈ જાય. 5 વર્ષની બાળકી થી લઇ 15 વર્ષની બાળા સુધીના અલગ અલગ વિભાગ પ્રમાણે અલગ અલગ એક્શન સાથે માતાજીના ગરબા પર તાળી, દાંડિયા, ખંજરી, દિવડા, મંજીરા અને ટીપણી રાસ કરવામાં આવતાં. રોજ અલગ અલગ કલરની સાડી પહેરવાની પણ મજા હતી. ગરબામાં પણ તાલી માટેનો ગરબો હોય તે દાંડિયામાં ન ચાલે, ખંજરી માટે અલગ શબ્દો વાળો ગરબો હોય તો ટીપણી નો તો એક જ "કચ્છમાં અંજાર મોટા શહેર છે" આવું કોઈ ક્યાંય નિયમ નહીં છતાં વણલખ્યા નિયમ થઈ ગયેલ. નવ દિવસ કુમારિકા ને મા આદ્યશકિત નું રૂપ ગણવામાં આવે એટલે તેને દૂધ, નાસ્તો અને લાણી પણ આપવામાં આવતી. મને યાદ છે કુમારિકા પૂજામાં કેળું આપતાં.

જેમ જેમ સમય બદલાતો ગયો પૂજા લાણી અને નાસ્તામાં પણ બદલાવ આવ્યા. મોટી મોટી ગરબીમાં ચણીયા ચોળી સરખાં આપતાં તો લાણી માં સોના, ચાંદી ની વસ્તુઓ અપાવવા લાગી. માતાજી ની ભક્તિ પોતાની શકિત પ્રમાણે થતી જો કે માતાજી માટે દરેક ભક્ત સરખો રહેતો એ તો એમની કૃપા દ્રષ્ટિ ભાવ જોઈ ને જ નાખતી. નવ દિવસ જાણે કોઈ અલગ જ પૃથ્વી પર આવ્યા હોય તેવું લાગતું. પણ ધીમે ધીમે શેરી ગરબા એ મોટા પાર્ટી પ્લોટમાં સ્થાન લીધું અને માતાજી ના ભક્તિના ગરબા એ ફિલ્મી ગીતો ને સ્થાન આપ્યું. બદલાવ આવ્યો અને મા શક્તિ ની આરાધના સ્વ શક્તિ ની ઉપાસના બની.

હું નાગર કુળમાં જન્મેલ છું માટે અમારા કુળમાં થતાં બેઠા ગરબા ની વાત કેમ કરી ને ન મૂકું અહીં. બેઠાં બેઠાં મા શક્તિ ની ભક્તિ કરવાની પરંપરા ક્યારે શરૂ થઈ તે તો ખબર નથી પણ જેમ પંજાબમાં માતાજીના જગરાતા હોય તેમ અમારે માતાજીની ઉપાસના કરવા ની આ રીત છે. બેઠા ગરબા એવાં ગરબા ગવાય જે જો ભાવ થી સાંભળો તો સાચે તમને આદ્ય શક્તિ નો આભાસ થાય અને તમારા શરીર માં ધ્રુજારી થાય. અમુક ગરબા તમને મા શક્તિની ભક્તિમાં એવા તલ્લીન કરી દે કે તમારી આંખમાં થી ભાવના આંસુ વહેવા લાગે (સ્વાનુભવ) છે.

બેઠા ગરબા ખૂબ જ ધીમી તાલે ઓછા વાજિંત્રો સાથે ગાવામાં આવે છે. (#MMO ) અહી એક ગાઈ અને બીજા એમની પાછળ ગાઈ એવું પણ હોય અને બધા એક સૂરમાં ગાઈ એવું પણ હોય. બસ મા અંબાની આરાધના કરવાની વાત છે. ફરતાં ગરબા કરો કે બેઠા મા શક્તિની ઉપાસના જ થાય છે. આમ તો નારીને માતાજી નું સ્વરૂપ જ ગણવામાં આવે છે ત્યારે હું તો એટલું જ કહીશ કે આપના ઘરની નારી નું સન્માન કરશો તો મા જગદંબા હમેંશા પ્રસન્ન રહેશે...
અહીં ફરતાં અને બેઠા ગરબા બંનેની લિંક છે

#કોઈ ભૂલ ચૂક હોય તો ક્ષમા કરજો

https://youtu.be/RYuB39-kdyU

https://youtu.be/3KY5jIiKs1A

Read More

આ વાર્તા અઘરી છે, ઘણાં ના ગળે અટકશે વાત આ વાત એક છોકરો બીજા છોકરા ને પ્રેમ કરે કે એક છોકરી બીજી છોકરી ને પ્રેમ કરે એટલે કે સમલેંગિક્તા ઉપર ની આ વાર્તા છે...
સમાજનો ડર લોકો ને વિદ્રોહી બનાવશે પણ જો સરળતા થી આ લોકો ને સ્વીકારશો કે તમારા જીવનમાં સામાન્ય સ્થાન આપશો તો આ વ્યક્તિઓ પણ મારા ને તમારા જેવા જ છે માત્ર સેક્સ્યુલ પસંદગી અલગ છે. વ્યક્તિત્વ તો તે જ છે. સ્વીકારો સરળ રહેશે બાકી તો જે છે તે હકીકત જ છે.

https://m.facebook.com/story.php?story_fbid=2393944237551589&id=1740729162873103

https://m.facebook.com/story.php?story_fbid=2396594057286607&id=1740729162873103

https://m.facebook.com/story.php?story_fbid=2396599660619380&id=1740729162873103

Read More

આજે જયેશભાઈ રોજ એક ખાસ સંપ્રદાય ના મંદિર ના દર્શને જવા પોતાના પગરખાં પહેર્યા. ત્યાં જ જયેશભાઈ ની દીકરી જે પિયર રોકાવા આવી હતી તેની નવ મહિનાની દીકરી દ્વિજા ને રડતી જોઈ ચક્કર પણ મરાય જાય અને દર્શન પણ થઈ જાય તે બહાને તે મંદિરમાં સાથે લઈ ગયાં. દરરોજની જેમ મંદિર માં દર્શન કરી આગળ ના કક્ષમાં જવા લાગ્યાં ત્યાં કોઈએ રોક્યા અને પૂછ્યું કે " ભાઈ આ તમારા હાથમાં જે બાળક છે તે દીકરો છે કે દીકરી" જયેશભાઈ એ કહ્યું દીકરી છે. પહેલાં ભાઈએ બોર્ડ તરફ આંગળી કરી કહ્યું કે આના થી આગળ મહિલાઓ નો પ્રવેશ નિષેધ છે. જયેશભાઈ કંઈ પણ બોલ્યા વગર તે મંદિર માં થી પ્રણ સાથે નીકળ્યા કે આવા ધર્મને માનવો તેનાં કરતાં હું નાસ્તિક બની જીવી લઈશ..

Read More

#શિક્ષક_દિન

કહેવાય કે 100 શિક્ષક બરાબર એક મા .... સાચું પણ છે ગર્ભસંસ્કાર થી દેહ સંસ્કાર સુધીની સફર મા સાથે જ જોડાયેલ છે પણ દરેક તબક્કે મા ની સાથે પિતા પડછાયો બની ને જ ઉભા હોય છે.
મા બોલતા શીખવાડે પણ ક્યાં સમયે શું અને કેમ બોલવું એ પપ્પા જ શીખવાડે
મા આંગળી પકડી ચાલતાં શીખવાડે પણ પપ્પા ખભો પકડી ચાલતાં ચાલતાં પડીએ તો ઉભા થતાં શીખવાડે
મા જમતા શીખવાડે પણ જમવાનું કેમ કમાવવું એ તો પિતા જ શીખવાડે
કપડાં પહેરતાં મા શીખવાડે પણ બે જોડી થી ચલાવતાં તો પપ્પા જ શીખવાડે
કેમ જલસા થી જીવવું મા શીખવાડે પણ જલસા તો પપ્પા જ કરાવે
મા પાસે મહત્વ હોય આપણું બાપ આપણને બીજા આગળ મહત્વ બનતા શીખવાડે
સાઇકલ થી સ્કૂટર સુધી ની સફરના હમસફર તો પપ્પા જ હોય.
જન્મ ભલે મા એ આપ્યો પણ વટ ભેર જીવતાં તો પપ્પા એ જ શીખવ્યું..
મા સાચી શિક્ષક પણ સોટી વાગે સમ સમ વિદ્યા આવે રમઝમ નું પ્રેક્ટિકલ પપ્પા આગળ થી જ મળ્યું.. એટલે જ કદાચ પપ્પા એ શીખવાડેલ સમજાવેલ દરેક વસ્તુ જ્યાં સુધી અસ્તિત્વ છે રહેશે જ...
મા એ પોતાના પર આશ્રિત રાખ્યા અને પાપા એ સ્વાવલંબી બનાવીયા. મમતા મા ની એ પારદર્શીતા પપ્પા ની
સહનશીલતા મા એ શીખવ્યું ને સ્વમાનભેર જીવન પપ્પા એ શીખવ્યું.
(#MMO )
શિક્ષક દિવસે મારા શિક્ષક એવા મારા પપ્પા ને પ્રણામ એમનાં થકી જ હું જે કંઈ છું જે પારદર્શિતા મારામાં છે મુફટ કહો તો એ બધું એમનું આપેલું જ છે અને એ માટે હું જેટલો એમનો આભાર માનું ઓછો છે.
મા માટે લાગણી અપાર પાપા માટે આદર અપાર...

Read More

લગ્નને હજી એક મહિનો પણ નથી થયો અને માર્ગી બેગ ભરી ઘરે આવી ગઈ. ગામમાં જ પ્રેમ લગ્ન કરી ગયેલ માર્ગી આમ અચાનક આવી તો ફાળ પડયો. મનોજ ભાઈ અને દેવી બેન બંને કંઈ પૂછે તે પહેલાં જ બેગ મૂકી પર્સ લઈ ચાલી ગઈ. મનોજ ભાઈ એ સીધો ફોન જોડ્યો જમાઈ કેવલ ને , પહેલી જ વખત ફોન કર્યો હતો. કેવલે મનોજભાઈ ને ફોનમાં શું કહ્યું તે ખ્યાલ ના આવ્યો પણ તે પછડાઈ ને પલંગ પર પડ્યા . કેવલ અને માર્ગી બંને ના કુટુંબ, ઘર વચ્ચે જમીન આસમાન નો ફરક હતો. જ્ઞાતિ તો અલગ હતી જ પણ સામાજિક કે નાણાકીય રીતે પણ કેવલ ના ઘરમાં કંઈ જ ન હતું. જ્યારે માર્ગી એ કહ્યું ત્યારે તો કેટલાંય દિવસો ઘરમાં શાંતિ છવાઈ ગયેલ કોઈ કોઈ સાથે બોલે નહીં. એક દિવસ મનોજ ભાઈ એ માર્ગી ને બાજુમાં બેસાડી સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે બેટા આપણી રહેણી કહેણી તેમની મા હાથી ઘોડા નો ફરક છે. તેનાં ઘરે ચૂલામાં જ રસોઈ થાય છે. ઘરનું ઘર પણ નથી , એક રૂમ રસોડામાં પાંચ જણનું કુટુંબ રહે છે. તે પણ વસાહત માં અહી તો તારો જ અલગ રૂમ છે. ગેસ હોવા છતાં રસોઈ ક્યારેય તે કરી નથી. કપડાં ક્યા સાબુ થી ધોવાઈ કે વાસણ કેમ ઘસાઈ તે આવડતું નથી. તું કેમ રહીશ. ત્યારે તો પ્રેમ નું ભૂત સવાર હતું ઍટલે માર્ગી ના મગજમાં કોઈ વાત જતી જ ન હતી. (#MMO ) અંતે લગ્ન તો કરી દીધાં હતાં. લગ્નને દિવસે વિધિ શરૂ થાય તે પહેલાં મનોજ ભાઈ અને દેવી બેને આવી ને પૂછ્યું હતું કે ખરેખર હજી વિચારી લે અમને આ ખર્ચો તકલીફ નહીં આપે પણ તારા લગ્નજીવનમાં ભંગાણ અમને તોડી નાખશે. થયું પણ એવું જ ફોનમાં કેવલે કહી દીધું હતું કે રાખો તમારી રાજકુમારી ને હું એનો નિર્વાહ નહીં કરી શકું. બસ જનમ જનમ ના વાયદાઓ એક જ મહિનામાં નસ્તોનાબુદ કરી દીધાં. બે વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે કે આકર્ષણ તે સમજવું અઘરું છે પણ ન સમજાઈ ત્યાં સુધી લગ્ન જેવો મહત્વનો નિર્ણય ન લેવો જોઈએ.

Read More

#અખતરો
तुम सही में गलत बात खतम।
इतनी सी बात कहेने पे
रिश्तों में दरार न हो तो बात हजम।
तुम सही में गलत बात खतम।
कीसी बात का है जो अहंकार
तो चलो हम भी यही कहेंगे
हमारी जात खतम ।
तुम सही में गलत बात खतम।
हमतुम रिश्तों की रियासत की डोर संभाले खड़े है
तुम खेंचो या हम खेंचे डोर तुटी और रियासत खतम
तुम सही में गलत बात खतम ।
गीले शिकवे, शिकायतों का दौर चला है तो
माफ़ करदो, भूल हो गई कहेंगे तो बात खतम ।
तुम सही में गलत बात खतम
अन्याय का विरोध गलत है
तो न्याय पाने की बात खतम ।
चुपकी को कमजोरी माना जाए तो
मौन की महत्ता की बात खतम।
तुम सही में गलत बात खतम।

(#MMO )

Read More