હું શાયર નથી પણ હ્રદય ના દર્દ ને શબ્દો આપવાની કોશીશ કરું છું , પછી એ જખ્મ તમારા હોય કે મારા મલમ લગાવાની કોશીશ કરું છું...#MR

મને નથી ખબર પડતી
ઈશારા માં,🤔

વાત કરો તો
વાત આગળ વધે.😏

#MR

જવા દો,આ હૃદયનું પણ સાવ એવું છે,
સંઘરી રાખે એ જે નાખી દેવા જેવું છે...!!! #MR

લાગણી ની વાનગી પીરસતા પહેલા
સામેવાળા ની પાચન શક્તિ ચકાસી લેવી સારી... #MR

રમશુ ક્યા સુધી સંતાકુકરી?
આજ તો થપ્પો કરી દઈએ! #MR

અણિયાળી આંખો ને ઉપરથી ચણિયાચોળીની ભાત, તને જોઈને ચાંદ પણ શરમાણો હશે એ રાત...#MR 😉

તારાં માટે મારી પાસે આટલુજ છે.
થોડોક સમય છે..!!
​થોડાક સપનાં ઓ છે..!! અને
થોડોક હું છું..!! #MR

❛આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું
મારી મનોદશાની તને જાણ નહિ કરું.

ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર
તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું.

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરું.

જે છે દિવાલ, તારા તરફથી તું તોડજે
તલભાર, મારી બાજુથી ભંગાણ નહિ કરું.

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરુ.. #MR

Read More

પ્રેમ એટલે
કોઈના વિશ્રવાસ ને
એક લાંબી ખામોશી થી
નિસ્વાર્થ ભાવે નિભાવવું

#નિસ્વાર્થ #MR

મેરે ઔર ઉસકે બીચ કમાલ કા રિસ્તા હે
વો મેરી post દેખાતે હે ઔર મે દેખાતા હું ઉન્હોને મેરી post દેખી યા નહી.... #MR

આપણી બાજી બગાડે પણ ખરા !
દોસ્ત છે, ધંધે લગાડે પણ ખરા !

‘ઊંઘ આવી ગઇ ને.? એવું પૂછવા,
બે–અઢી વાગ્યે જગાડે પણ ખરા !

આપણે જેને દબાવી રાખીએ,
એ જ મુદ્દો એ ઉપાડે પણ ખરા !

આપણી પાસે જ ઉછીના લઇ,
ક્યાંક આપણને જમાડે પણ ખરા !

પણ હતાશા નામના એક રોગને,
આમ ચપટીમાં મટાડે પણ ખરા !#MR

Read More