×

હું મિલન લાડ વલસાડ થી છું, એમ. બી. એ. માં પોસ્ટ ગ્રેજયુએટ છું અને હાલ સુરત માં જોબ કરું છું. ભાષાકીય એટલું ઊંડાણમાં જ્ઞાન તો નથી પણ વાંચન ના શોખ અને જીવનના કેટલાક અનુભવે લખતા શીખ્યો છું. જે હાલ આપની સમક્ષ કવિતા તેમજ વાર્તા રૂપે રજૂ કરતો રહું છું. આશા છે આપને પસંદ આવે. મિલન લાડ. વલસાડ, ગુજરાત. FB: @lagninopaheloahesaseprem (લાગણી નો પહેલો અહેસાસ એ - પ્રેમ ) વોટ્સએપ: ૯૬૦૧૦૨૪૮૧૩

*મન...*

રમાઈ ગઈ હોય રમત જો તમારી તો કહી દેજો,
રમતાં રમતાં મન ધરાઈ ગયું હોય તો કહી દેજો.

થોડું તૂટ્યું છે, થોડું વધુ, દીલ જ છે ને એમાં શું ?
છે બેઠાં અહીં જ, મન હોય હજી તો કહી દેજો.

લૂંટાવી બેઠાં સાગર અમે, આંસુની શું વિસાત ?
આદત છે દર્દની ! દેવુ હોય હજી તો કહી દેજો.

હાં ! નથી લગાવ્યા મોલ કોઈ અમે તો વફાના,
પણ દામ જો બેવફાઈના દેવા હોય તો કહી દેજો.

ખુશ છો ને, કે હજી કંઇક બાકી રહી ગયું છે?
જોજો કંઇક અધૂરું રહી ના જાય, કહી દેજો !

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

Read More

*ઈચ્છા...* ( *વ્યથા એક દીકરીની* )

એક અહેસાસ, એક વિચાર તુજપર આવી અટકે છે !
ખોળવાને તુજને આ મન પછી ક્યાં ક્યાં નહિ ભટકે છે.

પ્રત્યક્ષ નથી, પણ જાણું છું, તું હંમેશા આસપાસ છે !
છતાં તારા ના હોવાની વાત અકારણજ આમ ખટકે છે.

ખુશ? હાં રહી લઉં છું ! ખુદને સમજાવી મનાવીને! પણ
એકલું લાગે ને, ' માં ' ત્યારે તને મળવાને દીલ તડપે છે.

એક વાત પૂછું, શું તને નહિ થતી ઈચ્છા મને મળવાની ?
જોને તારા ગયા પછી, તારો વિરહ મને કેવો વણશે છે.

કહેને ઈશને, આપે રજા બે દિવસ દીકરી જોડે રહેવાને !
આમ એકલી હું કેમ રહું, તારા વગર મને કોણ સમજે છે.

*મિલન લાડ. કિલ્લા પારડી. વલસાડ.*

Read More

ना तन्हाई में राते इतनी सताती,
ना निंदो से मेरी यूं लड़ाई होती,
अगर तू मेरी जिंदगी में आयी ना होती।

ना कहेता शराबी मुझे ये जमाना,
ना मुझे उसिकी आदत यूं लगती,
अगर तू मेरी जिंदगी में आयी ना होती।

वक्त से कभी कोई गीला ना रहता,
ना किसिसे कोई शिकायत होती,
अगर तू मेरी जिंदगी में आयी ना होती।

रहता रोशन एक चांद मेरे छत पर,
ना गम के बादलों की बरसात होती,
अगर तू मेरी जिंदगी में आयी ना होती।

महेकता रेहता मेरा आशियाना,
बहारों सी रंगीन जिंदगानी होती,
अगर तू मेरी जिंदगी में आयी ना होती।

ना होता वो लम्हा, ना महोबत होती,
ना तुझे गैर बताने मे तकलीफ होती,
अगर तू मेरी जिंदगी में आयी ना होती।

ना तन्हाई में राते इतनी सताती,
ना निंदो से मेरी यूं लड़ाई होती,
अगर तू मेरी जिंदगी में आयी ना होती।

मिलन लाड. वलसाड, किल्ला पारडी.

Read More

#MATRUBHARTI

રસમ...

રસમના નામે બસ દેખાડા થાય છે !
ગરિમા ભૂલી પછી લાખો ખર્ચાય છે.

ચાદરથી લાંબા પગ જેના થાય છે !
આબરૂની આડમાં એટલાં હોમાય છે.

સમજણ થી પરે છે કરતૂતો એમની,
દેખાદેખી ની ચાલમાં કેવાં ધોવાય છે !

જીવે જે જિંદગી થોડી સહજતાથી,
ખુશી એમની ક્યારેય ના વેડફાઈ છે.

સ્વીકારી સાદગી દાખલો જ બનીએ,
કિરણ નાનું પણ ઉમ્મીદ જ કહેવાય છે.

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.

Read More