Hey, I am on Matrubharti!

કમી હતી શું ગોકુળમાં,
નંદ, યશોદા, રાધા અને
ગોપ-ગોપી ના પ્યાર માં,
કે મથુરા થી કદી પાછો
ગોકુળ ન આવ્યો!
સમજાવ મને
હે કૃષ્ણ!
#કમી

Read More

જીવન જીવવાની રીતમાં
શું કમી રહી ગઈ તે
અંતે સમજાય છે,
પણ
શું થાય ત્યારે કે જ્યારે
સમયની કમી હોય છે
#કમી

સહજ હોય આત્મવિશ્વાસ,
સ્મરણ હોય ઈશ્વરનું,
સાથ હોય પરિવારનો,
સંગાથ હોય સારા મિત્રોનો,
તો સંકટ બનશે રસ્તો,
ત્વરિત મંઝિલ સુધીનો..
સંકટ
#સંકટ

Read More

ખુલતા ગયા નકલી ચહેરા,
જ્યારે મુશ્કેલ ઘડી આવી,
નહીંતર
સહેલું નહોતું સમજવું,
કોણ પોતાનું,
કોણ પારકુ
#મુશ્કેલ

Read More

क्या लाभ क्या हानी,
जीवन बहता पानी,
चलते चलो,
जो भी मिले स्वीकार करो,
नीर क्षीर अलग करते चलो,
अंत में समाना है क्षीरसागर में,
ये बात हमेशा रखो स्मरण में..
#લાભ

Read More

ના ભૂતમાં,
ના ભવિષ્યમાં,
જીવી લે તું આ પળમાં..
#ભૂત

કર્મ,
નસીબ,
માં બાપુ ની
દુઆ મળે પછી
જિંદગી બને કમાલ ની!!
#નસીબ

જીવન પતંગ,
ઉડાવવા આપ્યો છે..
ઉતરજો વિશ્વાસ પર ખરા,
ખેંચ ની સાથે સાથે થોડી
ઢીલ પણ આપજો!
ક્યારેક દોરા માં
પડે ગૂંચ તો..
પ્રેમથી ઉકેલવા ની
આવડત પણ રાખજો!
સાથ અને વિશ્વાસ
યોગ્ય દિશા માં આપજો!
જીવન આકાશમાં
ખુશીથી રંગ ભરજો!
#પતંગ

Read More

કોઈ અંતર્મુખી છે,
એનો મતલબ એવો નથી,
કે તે અંતર મૂર્ખ છે.
#અંતર્મુખ

યુવાની માં એટલો પાગલ ના બન
કે બાળપણ ની નિર્દોષતા ભૂલી જાય,
કોઈ ના પ્રેમ માં એટલો પાગલ ના બન,
કે માં બાપ નો પ્યાર ભુલી જાય.
પ્રેમિકા માટે એટલો પાગલ ના બન
કે પત્ની નો સમર્પણ વાળો પ્રેમ ભુલી જાય..
પાન બીડી માટે એટલો પાગલ ના બન,
કે વરીયાળી નો સ્વાદ ભૂલી જાય..
શરાબ માટે એટલો પાગલ ના બન,
કે પાણી નો નિર્દોષ સ્વાદ ભૂલી જાય..
દુનિયાદારી માટે એટલો પાગલ ના બન,
કે ભગવાન ને ભૂલી જાય..
#પાગલ

Read More