માતૃભારતીના વાચકો માટે મિતલ ઠક્કરનું નામ હવે અજાણ્યું નથી. તેમની રસોઇ ટીપ્સ અને બ્યુટી ટીપ્સ બુક્સને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અને વિવિધ વાનગીઓની અલગ-અલગ બુકને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. વાનગીઓની રીત સાથે તેના વિશે આરોગ્યલક્ષી માહિતી પણ ઉપયોગી બની રહે છે. તેમની રસોઇમાં જાણવા જેવું દરેક મહિલા માટે ઉપયોગી છે. તેમની દિયર-ભાભીના સંબંધ પર આધારિત નવલકથા મોનિકા પણ પ્રગટ થયેલી છે. તેની વિશેષતા એ છે કે તેમાં રહસ્ય અને રોમાંચ છે.

આપણી અંદર દયા કરવાની જે ભાવના છે એ આપણાને માનવ બનાવે છે.
#દયા

કોઈના દિલને ઠેસ ન પહોંચે એવી રીતે ઠઠ્ઠા મશ્કરી કરવામાં કોઈને વાંધો ન હોય.
#ઠઠ્ઠો

જો આપણે જ આપણો ઠઠ્ઠો કરવાની હિંમત બતાવીએ તો આપણી સાથે સામેવાળા પણ આનંદિત થાય છે.
#ઠઠ્ઠો

રત્નથી શરીર તો ચમકી ઊઠે છે પણ આત્મા ચમકતો રહે એ માટે સારા કામ કરવા પડે છે.
#રત્ન

સંસ્કાર રત્ન પહેર્યું હોય તો એની ચમક ક્યારેય ઝાંખી પડતી નથી.
#રત્ન

હે ઈસુ! તમારે આ દુનિયામાં પાછા આવવું જોઈએ. કેમ કે લોકો હજુ પ્રેમ કરવાનું શીખ્યા નથી.
#ઈસુ

ઈસુએ કહ્યું છે કે તમારી અંદર છે તેને બહાર લાવો. એ તમને બચાવશે. તમારી અંદર છે એને સામે નહિ લાવો તો એ તમને નષ્ટ કરશે.
#ઈસુ

Read More

જો આપણે સંકલ્પ મોટો રાખીશું તો સંકટ નાનું થઈ જશે.
#સંકટ

સંકટમાં જો સાહસ બતાવીએ તો અડધી સફળતા નક્કી થઈ જાય છે.
#સંકટ

આપણે બીજા ની તબિયતની પૂછપરછ કરીએ છીએ એમ આપણા દિલની પણ પૂછપરછ કરવી જોઈએ.
#પૂછપરછ