આનંદ

મીઠા જળ સંચય થાય ને દરિયો ખારો છે,
ઉકળી તાપે વરસે જળ મીઠાં સારો છે.

ભેદન કરવા લક્ષ ને કેવળ થઈ ધ્યાની જો,
ચંચળ મન સાધે સંયમ એવો ધારો‌ છે.

ધારણ કરવી ધીરજ વ્રત જપ ને ઉપવાસે,
ચિત જોડવું ચેતન માં સાધક નો નારો છે.

ક્યાં કોઈ ભેદ છે ? જ્યાં સમ્યક મનની દુનિયા,
નિર્મળ મન ભાસતું એ સુંદર એકતારો છે.

ડૂબતાં ને તણખલું હોય છે જ સહારો સાચે,
આનંદથી જોડાયા ભક્તિમાં એ કિનારો છે.

-Mohanbhai Parmar

Read More

કોઈ એ જો ભેખ સાથે ટેક લીધી છે,
ભાવના ક્યાં જો હ્દયમાં ઠેઠ લીધી છે.

કોઈ નવાઈ લાગશે નહિ,સત્ય કહું છું તો,
સત્યની નિંદા અમે ભર પેટ કીધી છે.

શક્ય છે ક્યાં કે ,હવે તાળો મળે અહિયાં,
છેતરી મ્હે, જાત મારી છેક લીધી છે.

છે શિખામણ શેઠ ની ઝાંપો સુધીની જો,
અણસમજ માં જીંદગી એ વેઠ લીધી છે

છે ગુનો તો એટલો ચાહ્યા કર્યું આનંદ,
નોંધ મારી તે છતાં ના એક લીધી છે.

-Mohanbhai Parmar

Read More

ફૂલોના ય રંગો ખરેખર હવે જો તું બદલાય છે,
ને બદલાય ચહેરા પછી મન તો મલકાય છે.

છે અમૃત સમા ભાસતા ઝેરી ચહેરા અહીં,
મળ્યા બાદ અહિયાં પછી કોણ હરખાય છે.

છે કાચિંડા જેવા જ સંબંધ શું કરુ હવે ?
જગત છે સ્વાર્થી પછીથી જ પરખાય છે.

નયનમાં છલકતો‌ જરા સ્નેહ સાચે પછી,
તરંગો અટકતા ને દિલ ત્યાં જો છલકાય છે.

અહીં ક્યાં છે પરિચય ખરેખર કહું કોને હું,
સહજ માં છે આનંદ અંતર માં વરતાય છે.
.. ..... મોહનભાઈ આનંદ...

-Mohanbhai Parmar

Read More

ઉભરી હ્દય આંખો જરા પાણી રહ્યા.
ભીતર જરા સાચે , તમે માણી રહ્યા.

વાદળ સદા વરસે અહીં ,પ્યાસી ધરા,
અમૃત જીવન પ્યાલો તમે જાણી રહ્યા.

ભરમાઈ છે ભ્રમણામાં જો તું જિંદગી,
માયિક તમાશો ખૂદ તમે આણી રહ્યા.

શબ્દો વડે સમજાયું નહિ એ સત્ય જ્યાં,
કેવળ શબદ ફૂટતા અહીં ધાણી રહ્યા.

વાણી છે વિખરાઈ અહીં તર્કો મહીં,
આનંદ તો અપરોક્ષ બસ માણી રહ્યા

-Mohanbhai Parmar

Read More

દિલની ઈમારત નો હું પાયો છું.
સાચે કહું મારો હું પડછાયો છું.

ડરતો ડરતો ફરતો અહિયાં હું તો,
બાંધી માયિક બંધન હું ઘવાયો છે.

મંદ વહેતો મસ્તી થી પ્રાણો માં,
સોહમ ગુંજારવ માં હું સમાયો છું.

ઈચ્છાનો આંચળ ઓઢીને સાચે,
મનથી ધાવક જો હું રઘવાયો છું.

સંગત છે આનંદ ખરેખર ચિન્મય,
માણી મહેફિલ મનથી હું છાયો છું.

-Mohanbhai Parmar

Read More

મૌન ફૂટે ત્યાં જ ફણગા મન મુખી છે,
હા જુઓ તલવાર જેવી જીભ ઝૂકી છે.

નેણ તીખાં હોય છે જ્યારે અબોલા ,
લાગણી ત્યારે કદાચિત ત્યાં રુઠી છે.

ને રિસાવું થાય, નાની વાત માંથી,
જાણજો વાતો ખરેખર તો જુઠી છે.

પ્રાણ પ્રશ્નો હોય છે જો જીંદગીમાં,
નાવડી મઝધારમાં જો ક્યાં છૂટી છે.

હોય શમણાં જો તું પણ આનંદ મય થા,
દિલની ધડકન જાગતા પણ જો ચુકી છે.

-Mohanbhai Parmar

Read More

ઓગળી જાય છે લાગણી અહિં બરફ જેમ‌ જો,
પ્રેમથી તો ભળી જાય છે ,દિલ તરત એમ જો.

વાયુ સંગે જરા ખોલવી પાંખ મનની પછી,
ઊડતા આસમાને, સહજ દિલ ફરત એમ જો.

ધૂતની જેમ હારી જવાનાં જીવન અહિં જરુર,
પાંડવો કેમ હારી ગયા ? એ શરત એમ જો.

ગૂંચવાડો કદી થાય ઊભો પછી કરવું શું?
ખોલતા રહેવું ત્યા વિચારોની પરત એમ જો;

ઝૂલતું છે મૃગ તૃષામાં જ મન હંમેશા આપણું,
ખોલતા રહેવું દિલથી ને તારા ખરત એમ જો;

-Mohanbhai Parmar

Read More

સમજણ પડે ક્યાં, શબ્દ ની ઠાકરી,
શાસ્ત્રો ભુલી ખોટો , ઠરે મન છાવરી.

કાયમ કરે છે તું ,ભૂલો મન માનતી,
થોડી સજા મળશે પછી થી આકરી.

અસ્તિત્વ ખોઈ ને ,જરા પામી જવું,
ઓળખ છતી થઇને, દશા છે બાવરી

ભેદો બધા પાડી ને ભ્રમણા માં જીવે,
છટકી જશે તારી, પછી જો ડાગરી.

પકવાન દુર્યોધન નાં જો પડ્યા રહે,
આનંદ ભાવે , કૃષ્ણ ને તો ભાખરી.

-Mohanbhai Parmar

Read More

જો ખરેખર કોઈ પોતે જાણે છે
સાચું સુખ જો ભીતર માણે છે.

ચાંચ ચૂગવા જો મળી છે એમને,
છે લખાતું ભાગ્ય એ જો દાણે છે.

કર્મ છે સાક્ષાત, દર્શન ફળ તણું,
ઊંઘ પ્હેલાં રોટલો જો ભાણે છે.

ઊડવા નું આસમાને પ્રતિ દિવસ,
મનનાં પંખી માળે સંધ્યા ટાણે છે.

ઊગવું ને આથમવુ ,પ્રાકૃતિક છે,
પ્રેમ માયિક ખેલ તો ખેચાણે છે.

-Mohanbhai Parmar

Read More

જો મૌન માં છૂપો જરા અણસાર હોય છે
ઝાંઝર તણો કોઈ ,ખનક ઝણકાર હોય છે.

ઋજુ છે હ્દય જો છે ખરેખર જેમનું,
તેઓ જરા તો લાગણી કરનાર હોય છે.

જ્યાં છે શરારત જો સ્વભાવિક દિલની ત્યાં,
પ્રેમાળ જો ચૂંટણી જરા ખણનાર હોય છે.

તત્વો માં બાંધે છે સદા માયાની દોરડી,
ચાદર કબીરો ત્યાં ખરો વણનાર હોય છે,

બલિદાન દેનારા માં ,ભારત કાજ માવડી,
ભડવીર એવા જો સપૂત જણનાર હોય છે

-Mohanbhai Parmar

Read More