એક સપનું જીવું છું. થોડું વાંચુ છું ને થોડું લખુ છું. પોતાને જ શોધુ છુ.

શબ્દોય રડ્યાં આજે ને મારી કલમ પણ...
કે આ અંતહીન વિચારોની આગ બાળી રહી છે જખમ પણ..

-મૃગતૃષ્ણા mrigtrushna"

કરીએ ખુદને જ પડકાર ને કરીએ સ્વયંની જ પરખ,
આ તો સ્પર્ધાનો વિષય છે ખુદથી ખુદનો.
હો આગ તો બાળીએ સંશયોનું વન,
નહિં તો આગિયા થઈ અજવાળીયે ઉપવન !

- મૃગતૃષ્ણા
🌼🌼🌼

-મૃગતૃષ્ણા mrigtrushna"

Read More

હે જીતના ઈશ! તમારી પાસે કામના કેટલી !!!
ન જીતું તો કંઈ નહીં પણ ના હારુ એટલી

હે નભમંડળે વિરાજમાન ! સુણો પ્રાર્થના મારી
અભ્યર્થના એટલી જ કે પામુ શરણ તમારી

ભૂલી પડી ભટકું છું આ મરુપ્રદેશમાં હારી
રાખજો સદા મુજ પર અમીદ્રષ્ટિ તમારી

- મૃગતૃષ્ણા

🙏🏻💐🙏🏻💐🙏🏻

-મૃગતૃષ્ણા mrigtrushna"

Read More

હા.. હતો એ માત્ર શબ્દોનો સંગાથ,
શાબ્દિક સંબંધોની જ વાત...
ભાવની કાગળને ક્યાં જાણ!
અણધારી વિદાય ને કલમને વજ્રાઘાત
અર્થો ખોવાયા, ને ક્ષણને અતિભાર
તૂટ્યું ધુમ્મસ ને થંભ્યો વિહાર
અમસ્તું આવ્યું, તું અલ્પવિરામ!
હવે તો, નજીક જ પૂર્ણવિરામ.

- મૃગતૃષ્ણા
🌼🌼🌼

-મૃગતૃષ્ણા mrigtrushna"

Read More

સમજણની હદ જ્યાં તૂટે,
શ્રદ્ધાની શરૂઆત થાય.
ત્યારે જ પાગલપણું કોઈ
હર સરહદની પાર જાય.

-મૃગતૃષ્ણા mrigtrushna"🌼

વેણું, રેણું ને પિતાંબરને
ભલે મળ્યાં અમૂલ શુભાશિષ
પણ મયુરપંખનું નસીબ પાવરધું
જઈ બેઠું શામળિયાને શીશ

-મૃગતૃષ્ણા mrigtrushna"

Read More