Mukesh Dhama Gadhavi...Jay Mataji...Keval Anand... Mitro Premi charan...

તકલીફ..
સપનાં તૂટ્યાં ની ક્યારેય નહોતી,
નવાં જોઈ લેત..

વાત તો ઊંઘ ઉડ્યા ની છે...
#સ્વપ્ન ...

દીવો કરીને વંદન એટલા માટે કરવામાં આવે છે કે,

તે બીજા માટે બળે છે,બીજાને જોઈને નહીં...

❤🧡🤎

જીવનમાં જો તમારી પાછળ
બોલનારા નહીં હોય ને સાહેબ,
તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો !!

પોતપોતાના ઘરે તો સૌ કરે છે રોશની,
કોઈ સૂના આંગણે જઈને તમે દીવો કરો...
HAPPY DIWALI...

*_Happy New year..._*
*હું અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને નુતનવર્ષ ના ખૂબ ખૂબ અભિનંદન... રામ રામ...જય માતાજી...જય માઁ કામઈ...જય માઁ સોનલ...🍫🥰🥰*

Read More

વિચારો ના ઢગલા માં,
વિશ્વાસ ક્યાંક ખોવાયો લાગે છે,,!!

તેથી જ તો દરેક સંબંધ,
પોતાનો છતાં પરાયો લાગે છે...
#વિશ્વાસ

Read More

પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.
પેલાં પિતા જેવી પગભર થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.

મગજ વગરનાં પર મોહી જાવું.
ને બસ બાપનું ઘર છોડી જાવું!
પેલાં સંસ્કાર નામે સુગંધ થા, પછી ગજરો ગુંથી લેજે.
પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.

આ રઘવાયા જેમ રખડતાંને.
અને આખલા જેમ આખડતાને.
અપલખણાંને તું ઓળખી જા, પછી લ્હાવો લૂંટી લેજે.
પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.

જે બાપના બાવડે બહાર ફરે છે.
ચોકે ચોકે, નાકે નાકે, પ્યાર કરે છે.
તું ભ્રમરવૃત્તિને ભાળતી થા,પછી કળી જેમ ફૂટી જજે.
પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.

આખો દિવસ તો ભટકે છે એ,
એ કામધંધો જો કંઈ કરે છે કે ?
કાં તો તું જ પોતે કમળ થા, પછી કાદવમાં ખુંપી જજે.
પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.

રંગે રૂડો, છેલછબીલો લાગે છે જે,
રોજ રૂપિયા લઈને ભાગે છે એ,
પેલાં આબરૂની અધ્યક્ષ થા,પછી ખાનદાનથી ખૂટી જજે.
પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.
*#દિકરીઓનેઅર્પણ *...........
👏👏🙏🙏🙏🙏🙏🙏

Read More

•°•°•°•°•🌟•°•°•°•°•
*। | અફસોસ | ।*

*મળી ગયાં શબ્દો પણ...*
*આકાર આપવાનું રહી ગયું...!*
*બીજાંને કહેતો રહ્યો ને...*
*ખુદને જગાડવાનું રહી ગયું...!*

*રચ્યોપચ્યો રહ્યો...*
*માયા, મમતા'ને લોભમાં*
*બધાંની ઓળખાણો કાઢી*
*આત્માને ઓળખવાનું રહી ગયું...!*

*દોડતો રહ્યો છું*
*રાત દિ' સદા સ્વાર્થ માટે...*
*પરમાર્થ જ પાર પાડશે*
*એ વાત જાણવાનું રહી ગયું...!*

*બધાં સંબંધ છે*
*જન્મથી મૃત્યુ સુધીનાં...*
*ખબર હોવાં છતાં*
*મનને સમજાવવાનું રહી ગયું...!*

*અંધ બની ભાગતો રહ્યો*
*દોલત પાછળ સદા...*
*માયા માટી છે ખબર હતી*
*છતાં ચેતવાનું રહી ગયું...!*

*પૂજ્યા ઘણાં મેં દેવ*
*પથ્થર તણાં ચારેકોર...*
*ઘરમાં બેઠેલાં ભગવાનને*
*યાદ કરવાનું રહી ગયું...!*

*અંતે એક વાતનો*
*અફસોસ રહી ગયો જીવનમાં*
*આવ્યાં હતાં માનવ દેહમાં 'ને...!*
*માણસ બનવાનું રહી ગયું...!* 🙏🙏
#અફસોસ

Read More

*_અધૂરા ખ્વાબોની ચાવી મૂકી છે મારા ઓશિકા નીચે...._*

*_કદાચ હું ના જાગું તો તમારી અમાનત લઇ લેજો...._*
#અમાનત

વહેતા તો અમને પણ આવડતું હતું જળમાં( સંસાર રૂપી દુનિયામાં)
પણ કોઈ હલકા ના કહે એટલે ડૂબી(સંસાર રૂપી દુનિયામાં ખોવાઈ જવું)ગયા સાહેબ !!

Read More

વિશ્વનો સૌથી નાનો શબ્દ,

સૌથી લાંબી લાગણીનું નામ છે...

❤️ માં ❤️