आप ओर आप कि यादे हमे लिखने को मजबूर कर देती है

સુખી અજ‌ હેકડો માળું, જેજો વે ખેતરતે માળો.
ધુરીયુ પાણીજો વયે પેયો, ખેતર ઘેઉ સે વે ભરયો.
નિલો ભકાલો ખેલે પેયો, ને કેરી આમે તે લચે પેઈ.
ગો ઊભી વે ગમાણમે, દુધ દહીં ને ધી ધાર ઘરમે વે.
થકો પકો અચે ખેતરતા, ખાઈ પી સુખજી નેધર કરેતો.
ખુલી કુધરજી હવામે ફેરે, ને શેરી માડુ પુરાણા જેલમે.
જોકો ધોળુ કઢયો ઢિગલેલા,અજ ઈ આના થયા નકામા.
નર ચે સમજી વેનો અના,ભગવાન વેઠે કી ન રે છાના.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા

Read More

*બધું જ લોકડાઉન નથી!*

*સૂર્યોદય, સૂર્યાસ્ત, પવન લોકડાઉન નથી!*

*ચંદ્ર , તારા , ગ્રહો, ઉપગ્રહો લોકડાઉન નથી!*

*પંખીનાં ટહૂકા, પશુઓનાં અવાજ લોકડાઉન નથી!*

*પ્રેમ,દયા, સહાનુભૂતિ કશું જ લોકડાઉન નથી!*

*પરિવાર અને સગા વ્હાલાનો સ્નેહ લોકડાઉન નથી!*

*વાતચીત,સંવાદ, પ્રત્યાયન લોકડાઉન નથી!*

*સર્જન, અનુભૂતિ, સંવેદના, સ્મૃતિ લોકડાઉન નથી!*

*કલ્પના ,આશા, ઈચ્છા, તમન્ના લોકડાઉન નથી!*

*સપના, ઊંઘ, ભૂખ, તરસ કશું જ લોકડાઉન નથી!*

*પ્રાર્થના, ધ્યાન, સ્મરણ પણ લોકડાઉન નથી!*

*ઉત્સાહ, ઉમંગ, ઊર્મિઓ લોકડાઉન નથી!*

*જોયું!!!*

*આપણી 'હાયહોય' અને 'આંધળી દોટ' સિવાય કશું જ લૉકડાઉન નથી!*

*જે છે તે જાણીએ , માણીએ ને વખાણીએ*

*માત્ર મન ને હૃદય લોકડાઉન ન થવા દઈએ*

*વિશ્વ કલ્યાણની મંગલ કામનાઓ લોકડાઉન ન થવા દઈએ*

Read More

ખપી જવાનું ક્યાં કોઇ કહે છે,
થોડાક ખમી જાઓ તો સારું.,
મા ભોમની હાકલ પડી છે,
થોડાક જાગી જાઓ તો સારું,
દોડીને મળવાનું કોણ કહે છે,
થોડાક છેટા રહો તો સારું,
સાત વાર ન્હાવાનું કોણ કહે છે,
રસ્તામાં થૂંકો નહીં તો સારું,
માન મયાઁદા રાખવા કોણ કહે છે,
મોંઢે માશ્ક પહેરી તો સારું,
ઘર છોડી યુધ્ધે ચડવા કોણ કહે છે,
સપરિવાર ઘરમાં રહો તો સારું,
મંત્ર,જાપ,માળા કરવા કોણ કહે છે,
કોરોનામાં નિરોગી રહો તો સારું,
તમે જ ભલા છો,બુરા કોણ કહે છે,
રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય રહો તો સારું.

*જાગતે રહો... જગાતે રહો*...

શુભ સવાર

Read More

तू नाराज तो है अपने इंसान से भगवान..

नहीं तो मंदिरों के दरवाजे बंद ना करता..

सज़ा दे रहा है कुदरत से खिलवाड़ की..

नहीं तो गुरुद्वारों से लंगर कभी ना उठता..

आज उन बारिश की बूंदों से संदेश मिला..

रोता तो तू भी है जब इंसान आंसू बहाता..

माफ़ करदे अपने बच्चों के हर गुनाह..
सब कहते हैं, तेरी मर्ज़ी के बिना तो

पत्ता भी नहीं हिलता!!!

Read More

પાંજરે પૂરનાર આજ પાંજરે પુરાયો, કુદરતને નથી કોઈ પક્ષ.
આ કપરા સંજોગોમાં ભેગા થયા, શાસક પક્ષ હોય કે વિપક્ષ.
ધરમાં જેનો ટાંટીયા ટકે નહીં, આજ એજ માનવી થઈ ગયો વિવશ.
સમય નથી સમય નથી કહેનારા, આજ સમય કાઢવા ગોતે અવકાશ.
મરી નથી ભારતના માનવી ની માનવતા, ભોજન કરાવી પુરી કરે આશ.
ધન ધાન ભર્યા સાહુકારને ત્યાં , કોઈ આવે ગરીબ તો ન કરજો નિરાશ.
ભાઈ માત પિતા એક થયા એક આંગણે, વિત્યા ન જાણે કેટલા વરસ.
નર કહે મારું તો પક્ષ મુકી દિધું, પ્રભુ ભક્તિ ઉગારે ઉભો સામે રાક્ષસ.
હિંમત ના હારજો ના કોઈને બિવડાવજો, જીવનનું પીતા રહો મધુર રસ.
સમજદાર ઈશારો ગણો, રહો ઘરમાં ખુશ થઇ ને સારો સમય આવશે સમક્ષ.

નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા#પક્ષ

Read More

ચૈત્ર માસમાં વિજ ના ચમકારા,
ગાજે ગગન આ‌ કોના ભણકારા.
નર
શુભ પ્રભાત

કપરો કળયુગ નો કાળ, માથે કોરોના નો વાર, ધ્રુજે હર અહી બાળ.
માત જગદંબા આવો હવે આપ, હાથે ત્રિશુલ ખડકધારી માત.
જગત આખા ઉપર મચ્યું ઉત્પાત, સાંભળજો વિનંતી મારી હવે માત.
હાજરાહજૂર રહેજો આશાપુરા માત, કચ્છ ધણીયાણી કરુ એક વાત.
રાખજો આશીષ મોમાઈ માત, દુઃખ દિવસો દુર કરજો સાત.
આઇ ખોડલ, ચામુંડા , બહુચરની માત, વિનવું માં અંબા જગદંબા માત.
મહાકાળી , હિંગલાજ ઉમીયા માત, કરે નર અરજ આજ સાંભળજો માત.
પૂર્ણ કરો આ મહામારી ઓ મારી માત, આજ થઈ નવરાત્રી ની શરૂઆત.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા


#પૂર્ણ

Read More

ભટકવું હોય ભટકી લેજો, પણ હમણાં ઘરે બેસી રહેજો.
સમય નથી સારું જાણી લેજો,આ કોરોના તમે જાણી લેજો.
નર


#ભટકવું

કહો હવે, કુદરતની સામે કોણ ભારી છે?
આજ મનુષ્યના હાથમાં નરી લાચારી છે.

વિરાટ સામે સદાય,વામન રહેશે માનવી,
શ્વાસ બે લેવાય છે, એ પ્રકૃતિને આભારી છે.

હાથનાં કરેલા જ આજ હૈયે વાગ્યા છે,
આપણી જ ભૂલ આ કોરોના મહામારી છે.

ખીલવા દયો સૃષ્ટિને, આ ધરતી બાગ છે ઈશ્વરનો,
આ ક્યાં ખાલી આપણા બાપની જ ક્યારી છે?

હસીએ છીએ આપણે વિશ્વની લાપરવાહી પર,
યાદ રાખજો કાલે આપણી પણ વારી છે.

સફાઈ, સતર્કતા અને શ્રદ્ધા હથિયાર છે આપણાં,
ખોટી મૂર્ખાઈ કરવી નહીં, એ જ મોટી તૈયારી છે.

એકલા લડી શકાય એવી આ લડાઈ નથી 'અનંત'
સૌએ સાથે લડવું પડશે,બધાની જવાબદારી છે,
જેટલી મારી છે એટલી જ તમારી છે.....

રાજેશ જોષી 'અનંત'

Read More