IG ID - nenasavaliya_iselfhealer . . હું એટલે તારું પ્રતિબિંબ.... મારી સમસ્યા જ મારા ખાસ મિત્રો છે, કારણ કે તેની પાસેથી હું ઘણું બધું શીખી છું - Nena

# goodmorning #thoughtoftheday

#good morning
સવારે ઉઠીએ એટલે સૌ પ્રથમ આપણે બે હાથ જોડીને ભગવાનનો આભાર માનીએ, આ બ્રહ્માંડનો આભાર માનીએ, જે જેના થકી આપણે આજે અહીંયા છીએ.. આપને એક નવી સવાર નવા દિવસ ને જીવવાનો તેને માણવાનો આપણને સૌને મોકો મળે છે તક મળે છે.. કાલ કરતાં આપણે આજને સારી બનાવીએ,, એક હકારાત્મક વિચાર સાથે, એક નવી પ્રેરણા નવા ઉલ્લાસ સાથે આપણે જીવીએ,, કોઈને નડતરરૂપ બન્યાં વગર! કોઈનો ભાર બન્યાં વગર , દુનિયા માટે નહિ પરંતુ આપણે આપણાં માટે એક સારા માણસ બનીને સૌ સાથે રહીએ, સમય વિતાવીએ.. આપણે બીજા સાથે છેતરપિંડી કરી શકીએ પરંતુ જાત સાથે ક્યારેય ના કરવી .. અને બીજા સાથે પણ કરીએ તો એ આપણી સાથે કરવા સમાન જ છે..જે મળે છે તેમાં ખુશ રહીને ખુશી ખુશી જીવન જીવીએ!!
- નેના સાવલિયા

Read More

# goodmorning

Happy Navratri,, Jai mataji🙏

જગ્યા કે સ્થળ!તમે તેની સાથે કેટલાં જોડાયેલા છો?? અથવા તો તે તમારી સાથે કેટલી જોડાયેલી છે. જ્યારે તે તમારી સાથે જોડાય છે ત્યારે તેમ સમજવું કે તમને તે સ્થળ સૂકુન આપે છે.. શરીરમાં એક નવી તાજગી આપે છે કે જેનાં થકી આપણી અંદર રહેલાં આંતરિક વિચારો ને કે જે આપણને વારંવાર એક ની એક જ વસ્તુ યાદ અપાવે છે.. આપણે તે વસ્તુથી દૂર જવા માંગતા હોઈએ છીએ..
દરેક વ્યક્તિની કોઈ પણ એક મનપસંદ જગ્યા હોય છે
જ્યારે વ્યક્તિ બહુ નિરાશ હોય, પોતાની વાત કોઈને કહી શકતો ન હોય પોતે એકલાપણું મેહસૂસ કરતો હોય ત્યારે તે શું કરે કે એવી જગ્યા પસંદ કરે કે જ્યાં તેને સારું અનુભવાય, તેને એવું લાગે કે બસ મારે આ સમયે આ જગ્યાએ જઈને બેસવું જોઈએ બધાં લોકોથી દૂર એકલાં કે જ્યાં કોઈ આપણને છંછેડે નહિ.. કે જ્યાં હું એક આઝાદી અનુભવું..કે જ્યાં મને મારા મનને સારું લાગશે,, તેને એમ થાય કે આ જગ્યા જ મને સમજી શકે છે બીજા કોઈ વ્યક્તિ આપને સમજે તેના કરતાં એટલે તે ત્યાં જઈને બેસે.. તેના માટે તે પ્રિય જગ્યા બની જાય.. ગમે ત્યારે તેને કંઈ એવું ફિલ થાય તો તે તરત તે જગ્યા પર જઈને બેસે.. ત્યાં જઈને તેને એવું લાગે હું બસ હું અહીંયા જ બેસી રહું, મારે હવે બીજું કંઈ જ નથી જોઈતું.. હું અહીંયા જ આ જગ્યામાં ખોવાઈ જાવ..
ત્યાં વિચારોને એક બાજુ મૂકી...ભૂતકાળ ને, વર્તમાનકાળ ને કે ભવિષ્ય વિશે ભૂલીને બસ એ જગ્યા સાથે ખોવાઈ જઈએ બસ, એવો અનુભવ થાય છે..
તો આ છે મારું મનપસંદ સ્થળ (ફોટો માં આપેલું).થોડાક દિવસો પહેલાં આ સ્થળે મે મુલાકાત કરી તો થયું કે હું આપ સૌ સાથે શેર કરું.
જ્યારે મને એકલાપણું લાગતું ત્યારે બસ આ જગ્યા મને યાદ આવે અને ત્યાં પહોંચી જતી..શાંતિ બસ અહીંયા જ છે તેવું લાગે!! બાકી જો અહીંયાથી નીકળ્યા એટલે ફરી મગજ પોતાનાં વિચારો નુ ભ્રમણ શરૂ કરી દેશે..ત્યાં જઈને બેસું એટલે બસ કઈંક અલગ જ અનુભવ થાય.. સમય ક્યાં જતો રહે તેની ખબર પણ ના પડે!! બધી ચિંતાઓથી મુક્ત.બધી સમસ્યાઓની બહાર.જો આપણે અઠવાડિયામાં એકાદ વાર પણ તે સ્થળે જઈને બેસીએ તો આખા અઠવાડિયાનો બોજો ત્યાં ઠાલવી આવીએ.ઘણાં દિવસોનો ભાર પલભર માં આપણાં દિલને મુક્તિ અપાવે,
બધાં વ્યકિતના જીવનમાં આવા કંઈ ને કંઈ અનુભવ થયા કરતાં હોય છે.. આ મારો પોતાનો અનુભવો માનો એક અનુભવ છે.હજુ આવા ઘણા બધાં અનુભવો હું આપ સૌ સાથે શેર કરીશ.કે જેથી લોકો કંઇક શીખે -કઈંક પ્રેરણા મેળવે.

- નૈના સાવલિયા.

Read More

👍💯 #life #good morning