પ્રિય વાચકો, માતૃ ભારતી એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સૌ કોઈ પોતાની લાગણી શબ્દો થી વ્યક્ત કરી શકે છે અને હું પણ મારી લાગણીઓ મનમાં ઉઠતી અતરંગી કલ્પનાઓને શબ્દોના રૂપમાં ઢાળવાનું પ્રયત્ન કરું છું. મારી રચનાઓ, વાર્તાઓ, ટૂંકા લેખો જે હું અહીં MB પર મૂકીશ તે આપ વાચકોને ચોક્કસપણે પસંદ આવશે તેવી આશા છે. આ માટે ટૂંકમાં કહું તો "શબ્દોમાં મારા ક્યાં વ્યાકરણ શોધવા જાશો, સમજશો જો દિલ ની ભાષા તો નિલ ને સમજી જાશો.." એટલું જ કહીશ. આપના પ્રતિભાવો મને વધુ પ્રેરણાબળ આપશે અને આપના પ્રતિભાવો માટે ઉત્સુક રહીશ.

આજ ખુદથી ખુદની મુલાકાત કરી લીધી,
એમ હૈયે દાબી વાત ખુદને જ કરી લીધી.
મળતાં નથી ઘણીવાર કહેવાને શબ્દો,
ને વાત વાતમાં નીલને જ ફરિયાદ કરી લીધી.

નિલમકુમાર બુધ્ધભટ્ટી.
#મુલાકાત

Read More

વાત  એનાથી  હું  રોજે રોજ  કરૂં  કામ છે ગઝલ,
એમ  જેને  ખાનગી  મારો  હું  કહું ઠામ છે ગઝલ.

કોઇ  વેળાએ  મુલાકાત હું કરી લઉ છું ખુદથી જ,
મેં  ગુજારી  જાત  સાથે  હરઘડી  શામ છે ગઝલ.

છે  સમજથી  દુર ઘણું સમજી શકો જો મને હવે,
ગઝલ હું જ છું જરા સમજો, એવું નામ છે ગઝલ.

કહું શું ! હું એના વિશે એને હું પણ ક્યાં કહી શકું?
જીવ  છે  મારી  અને  એ જ  હવે ધામ છે ગઝલ.

સારુ  છે  કે, કલમથી  હું  વાત  દિલની  કરી શકું.
ભાગમાં આવી  નિલ તને એમ ગુમનામ છે ગઝલ.

#મુલાકાત

Read More

શાંતિથી વાંચી હોત તો ! કદાચ..!
સમજણમાં પણ આવી હોત...
પણ અફસોસ કે..,
મને ઉતાવળે વાંચી ગયા તમે.

#ઉતાવળું

વાત  એનાથી  હું  રોજે રોજ  કરૂં  કામ છે ગઝલ,
એમ  જેને  ખાનગી  મારો  હું  કહું ઠામ છે ગઝલ.

કોઇ  વેળાએ  મુલાકાત હું કરી લઉ છું ખુદથી જ,
મેં  ગુજારી  જાત  સાથે  હરઘડી  શામ છે ગઝલ.

છે  સમજથી  દુર ઘણું સમજી શકો જો મને હવે,
ગઝલ હું જ છું જરા સમજો એવું નામ છે ગઝલ.

કહું શું ! હું એના વિશે એને હું પણ ક્યાં કહી શકું?
જીવ  છે  મારી  અને  એ જ  હવે ધામ છે ગઝલ.

સારુ  છે  કે, કલમથી  હું  વાત  દિલની  કરી શકું.
ભાગમાં આવી  નિલ તને એમ ગુમનામ છે ગઝલ.

-નિલ
તા. ૨૦/૧૧/૨૦૧૯
સમય-૧૦:૪૨ am

Read More

चंद सांसे ही तो बाकी है ।
वोह तो जी भर के जी लेने दे ।
चंद ख्वाइशें थोड़े ख्वाब अधूरे है ,
इन थोड़ी सांसो से मुझे पूरे कर लेने दे ।
सितम-ए-जिंदगी थोड़ी कम कर दे,
बहुत बिखर चुका हूं मैं,
खुद को मुजे समेट लेने दे !!
...नील

Read More

એક અંતરાલ પછી ઢીલા પડી  ગયા  સંબંધો ના તાણાવાણા
ટાઢી થયી સંબંધો ના ભીતર ની હૂંફ ને રહ્યા પછી કાલાવાલા

હવા જરા શું મળી અંદર ના  અહ્મ ને  ચિંગારી ભળકી ઊઠી
રહી ગયી પછી રાખ  સંબંધો ની ને  રહ્યા એને ઉપાડવાવાળા

એળે ગયો આ જન્મારો એકબીજા ના જુઠા અહ્મ પોષવામાં
રહી ગયો ભીતર માં  અંધકાર ને  કોણ કરે હવે કોઈ પુછાણા

ઋત આવે છે જાય છે જીવન નીકળી ગયું એક એની રાહમાં
રહી ગયી હરેક ક્ષણ  આંખો માં ને ભીના રહી ગયા પલકારા

મહેસુસ  થાય છે  એક  સુગંધ જાણીતી મને હરેક આહટમાં
રહી ગયી બસ  ખલીશ  આ હ્રદય માં ને ચૂકી ગયા ધબકારા

એક છેલ્લી તમન્ના મીલન ની  પાળી રાખી છે ઉર ને અંતરમાં
છળી  ગયી  મને  હરેક ઈચ્છા ને હવે ક્યાં ગયા એ સથવારા

એક અંતરાલ પછી ઢીલા પડી ગયા  સંબંધો ના તાણાવાણા
ટાઢી થયી  સંબંધો ના  ભીતર ની હૂંફ ને નિલ કરે કાલાવાલા

- નિલ

Read More

તારો  અને  મારો આ અધુરો જે સંબંધ છે
માટે જ તો દિલ માં  પ્રેમ હજી અકબંધ છે

હાથમાં હાથ લઈ ચાલ્યા'તા સ્વપ્ન સંગાથે
આ હાથ માં મારા કાયમની તારી સુગંધ છે

ઉલઝનો ખેરવી નાંખ તું સૂકા પર્ણ ની જેમ
અંતે આ  પાનખર પછી તો રૂડી વસંત છે !

હસ્યા, રડ્યા,  રૂઠ્યા, માન્યા, જમ્યા સાથે
તારી  મારી  એકમેક ની લાગણી અનંત છે

ના મળી  શક્યા આ જન્મ માં તો શું થયું !
પ્રેમ  તારો  હજીયે આ હ્રદય માં જીવંત છે

મળે ફુરસદ જો ક્યારેય તને તો યાદ કરજે
રાહ નિહાળતી આંખો બહુ જ જ્વલંત છે

તારો  અને  મારો આ અધુરો જે સંબંધ છે
માટે જ તો નિલ માં પ્રેમ હજી અકબંધ છે

-નિલ

Read More

ફરજ ક્યાં કોઈ ચાહતમાં પાડી શકે છે
હર કોઈ ક્યાં શરત પ્રેમની નિભાવી શકે છે !

#kavyotsav2

વ્યથાઓ ફૂલ જેવી  મારી  દર્દો ના કંટકો થી હીફાજત હતી
તારા પ્રેમ માં મૂંગા મોઢે  ઉપેક્ષા સહી એ મારી શરાફત હતી

આ આખું અસ્તિત્વ મારું પ્રેમ માં સંપૂર્ણ સમર્પણ કરી દીધું
થાય નહીં મીલન આપણું  કેટલાય ની એમાં શીયાસત હતી

નામ પ્રેમનું ત્યાગ છે  માની  ને મેં ખુદ નું બલિદાન કરી દીધું
ક્યારેક યાદ કરીને મહેસૂસ કરજે  કે તું મારી અમાનત હતી

આ વિરહ ની  વેદના માં  પણ  ખુશ રહી પ્રતિક્ષા કરી લીધી
જીવન નીકળી ગયું એમ  ઈન્તજાર માં પ્રેમ ની કરામત હતી

વ્યથાઓ ફૂલ જેવી  મારી  દર્દો ના કંટકો થી હીફાજત હતી
તારા પ્રેમ માં મૂંગા મોઢે  ઉપેક્ષા  સહી નિલ ની શરાફત હતી

-નિલ

Read More

#kavyotsav2

કાળાડિબાંગ  વાદળો  ઘેરાયા ઈચ્છાઓના
એક ઈચ્છા  થી હું  આજ  વરસી ગયો છું

અને દરિયો બની  ગયો  એક  હું ઝાંઝવાનો
આજ ખુદ  એક  બુંદ માટે  તરસી ગયો છું

આ વેદનાઓ  ને હૈયા માં  સમેટી તો લીધી
આજ એક  ખુશી માટે  હું વલખી ગયો છું

પારકાઓ ના  ઘાવ ની  કોને  પડી છે અહીં
અંગત ના દીધાં  ઘાવો  થી કણસી ગયો છું

શતરંજ આ જીંદગી એ  ખરી બીછાવી છે
હરેક દાવપેચ થી  હું હવે  જુલસી ગયો છું

ચક્રવ્યુહ સંબંધો નો કૈં  એવો રચી દીધો છે
હરેક સંબંધ નિભાવવા માં ઉલજી ગયો છું

કાળાડિબાંગ  વાદળો  ઘેરાયા ઈચ્છાઓના
નિલ ઘૂંટાઈ ને આજ છંદો વીસરી ગયો છું

-નિલ

Read More