Hey, I am on Matrubharti!

બેશક હું આતુર છું
તારા પ્રેમમાં ભીંજવા
ઘનઘોર વરસવા આતુર
એવું વાદળ તો બન તું... Neha

सुबह की खामोश गली,
रात को रंगीन बन गई,
बन गई वो बदनाम गली।
घुंघरू थमा दिये उन हाथ मे,
खिलोने खेलनेकी उम्र में,
थमा दिया लाली-पावडर,
पढ़ने-लिखने की उम्र में।
रौंदते है कई जिस्म के भूखे
उन कच्ची कलियो को
आहे भरती रही वो
दर्द से सिसकती रही
गुम हो गई वो आवाजे
उन रंगीनीया भरी रातों में,
कहती रही चीखे आखिर
क्युं बनी ये बदनाम गली। Neha

Read More

ફેંકી દે હતાશાને મનની બહાર.
ખંખેરી દે આ નિરાશાના વાદળ.
રોપી દે મનમાં આશાનું બીજ.
પાણી દે એમાં હકારાત્મકતાનું.
ખાતર દે એમાં તારી ઈચ્છાશક્તિનું.
આશાના બીજનુ મોટું વૃક્ષ બનાવી.
તું જ તારો આધાર, તારી તાકાત બન.
જીંદગીના સારા કે ખરાબ પડાવ,
પાર કરી તું જ તારો ઉદ્ધાર બન.... Neha

Read More

પ્રેમની પરિભાષા સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
હુંફાળા સ્પર્શનો અર્થ સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
લાગણીઓ એટલે શું તે સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
મોહ અને પ્રેમ વચ્ચેનો ફર્ક સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
સંયમ અને સહનશીલતા સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
સંબંધોમાં રહેલી મીઠાશ સમજાવી મને
તું કેમ ચાલ્યો ગયો.
વિચારોના વમળમાં ભટકતી કરી મને
તું કેમ ચાલ્યો ગયો.
મઝધાર પર આમ સાવ એકલી મુકીને મને
તું કેમ ચાલ્યો ગયો.
જીવનમાં ખારાશ ઘોળી છોડીને મને
તું કેમ ચાલ્યો ગયો..... 😔😔 Neha

Read More

ન હતી ઊખર જમીન સમ હું
સંબંધોની થપાટ જો પડી મુજ ને
બની ગઈ સાવ લાગણીવિહીન હું... નેહા

આત્મીય સંબંધ એટલે
જે તમારા સુકાઈ ગયેલા Neha
આંસુઓની કિંમત સમજે.

મારા મૌનને તું સમજી જા
એવું હું તને નહીં કહું
મારા હ્રદયને તારી સમક્ષ
ખોલી દઉ ત્યારે
એ પીડાને તું સમજી લેજે... Neha

Read More

સ્વાર્થી સંબંધોની ધરા ખૂંદવા કરતાં
એકલતાની નાવને હલેસાં મારવા સારા
કમસેકમ મંઝિલ સુધી તો પહોંચાડશે.... Neha

Read More

મને નથી સમજાતું લાગણીઓ માં હું તણાઈ ગઈ, ખોવાઈ ગઈ! અટવાઈ ગઈ કે ગૂંચવાઈ ગઈ પણ ઘણું બધું ગુમાવ્યા પછી સમજાયું મને આખરે તો હું જ વિખરાઈ ગઈ હું જ વિખરાઈ ગઈ... 😔😔😔Neha

Read More