×

કુદરત તરફથી મળેલ આ અદભુત કલા નો મને ગર્વ છે. હું લાગણી, વિચારો, પ્રેમ, ક્રોધ, નફરત, દયા, ભાવના વગેરે ને કવિતા સ્વરૂપે વર્ણવી શકું છું.... હું મારી જાત ને ’શ્રેષ્ઠ’ કવિ માનું છું.... હું એક ફાર્મસીસ્ટ છું. એક ડોક્ટર ની ધર્મપત્ની છું.... મારુ માનવું છે કે કોઈ પણ વસ્તુ ને લાગણી વડે મેળવી શકાય છે અને દૂર પણ કરી શકાય છે, પછી ભલે એ સુખ હોઈ કે દુઃખ..... આપણા દર્દો ની દવા ખુદ આપણી પાસે જ હોઈ છે. બસ ખોજ માટે એક પ્રયાસ ખૂટે......

કોરી ડાયરી માંથી શબ્દો બોલી ઉઠ્યા
શાહી કે શબ્દો... કોણ ઝૂકી ગયા ??

#moralstories


ગામઠી હોટલ ' આજે લોકો થી ફુલ ભરેલી હતી. વેઈટર કામ માં પોચી શકે એમ ન હતા. ઓડર ઉપર ઓડર લખાતા હતા. હોટેલ ની બહાર વેઈટિંગ માં ઘણા લોકો બેઠા હતા. કેશ મેનેજર બધું મેનેજ કરી ને જોઈ રહ્યા હતા કે ક્યાંય અડચણ ઉભી થાય એવું ના બને. એવામાં એની નજર એક ટેબલ પર પડે છે.

ટેબલ નં 17... વેઈટર એક ફૂડ ડીશ લઈ ને ત્યાં જાય છે પણ અચાનક જ ટેબલ પર પરિવાર માં જમવા બેઠેલો માણસ ગુસ્સાથી અપમાન કરી ને  ડીશ પાછી મોકલે છે. નજીક થી અવલોકન કરતા જણાયું કે બીજી વાનગી આવી હતી. બીજા કોઈક ની વાનગી નો ઓડર અહીં મુક્યો હતો. એટલે થોડી બબાલ થઈ. વેઈટર સોરી બોલી ને ફરીથી ઓડર પ્રમાણે ની ડીશ લઈ આવે છે.

થોડા જ સમય બાદ ફરીથી એક બીજું દ્રશ્ય મેનેજર ની સામે ઉભું થાય છે.

ટેબલ નં 22... એ જ વેઈટર ડીશ લઈને ટેબલ પાસે પહોંચે છે પણ ભૂલ થી બીજા નો ધક્કો લગતા ડીશ નું જમવાનું જમવા બેસેલા વ્યક્તિ પર ઢોળાય છે. એટલે વેઈટર હાફળો ફાફળો બની ને ગભરાઈ જાય છે. સોરી બોલે છે ને તરત બધું સાફ કરવા લાગી જાય છે. પણ.... પણ જમવા બેસેલો વ્યક્તિ શાંત બેઠો છે. આ બનાવ થી સહેજે ઉશ્કેરાતો નથી. મોં પર સ્મિત સાથે બોલે છે... નો પ્રોબ્લેમ ગુડ મેન... તમારો કોઈ વાંક નથી આમાં... કોઈ ના થી પણ આ ભૂલ થઈ શકે છે...ને હા, આ બધું સાફ સફાઈ કરવા બદલ...થેંક્યું.....વેઈટર જોતો જ રહ્યો....

આજે  બે અનુભવ મળ્યા... ફક્ત 'વાનગી ની ડીશ' બદલાઈ તો અપમાન.... ને... કપડાં ગંદા થવા છતાં પણ થેંક્યું .....!!

Read More

મારી ત્રીજી ગુજરાતી રહષ્ય રોમાંચક વાર્તા.....👇

"ષડયંત્ર"

ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com

"સ્પર્ધા - ચમકારો", read it on Matrubharti :
https://www.matrubharti.com
Read, write and listen to unlimited contents in Indian languages absolutely free