આંખ ના પલકારામાં ઉડવાનું મન ગમે છે, જિંદગી જિંદાદિલી થી જીવવાનું મને ગમે છે.....

હજી પણ યાદ છે એ અપશુકનિયાળ પળ,
કહ્યું તું મેં , ભુલાવી દઈશ તને લાગશે બે પળ

નેહા પટેલ "નેહ"
#અપશુકનિયાળ

શીર્ષક - સપનાં..

રોજ ભીતર માં કૈક વલવલતું લાગે,
નસ નસ માં વેહતો સ્વપ્નાં નો પ્રવાહ,
શ્વાસો ની રફતાર ને વધારી દે,
એવું લાગે કે જાણે ,
આ સપનાંઓ,
મારી શિરા ઓ ચિરી ને ફૂટી નીકળશે,
દરેક ટશર માં ચિત્કાર સંભળાશે,
એ મુક્ત પંખી બની ઉડવા માંગે છે,
પણ... આ જવાબદારી ની બેડીઓ,
મારા સપનાં ઓ ને હમેંશા,
વ્હીલચેર માં બેસાડી રાખે છે...

નેહા પટેલ "નેહ"
વલસાડ

Read More

હું રહું છું મારા વિશિષ્ટ સપના ના ઘરમાં,
જ્યાં દરેક ખૂણે છે તારા પ્રેમ ના થાપા

નેહા પટેલ "નેહ"
#વિશિષ્ટ

આ તારી યાદો નો સગાવાદ તો જો,
હમેશાં મારી પડખે ને પડખે....

નેહા પટેલ " નેહ"
#સગાવાદ

મારા દિલ ની ચાલાકી તો જો !!
તને મળ્યા પછી તારું થઈ ગયું!!!

નેહા પટેલ "નેહ"
#ચાલાકી

અજમાવી જોયા પ્રયત્નો બહુવિધ,
પણ હરેક શ્વાસ બસ તારું જ નામ જપે છે,
નેહા પટેલ "નેહ"
#બહુવિધ

તારી નાજુક યાદો,
મારા દિલના પ્રચંડ કિલ્લાને,
કરી નાખે છે કડ ડ ડ...ભૂસ..

નેહા પટેલ "નેહ"
#પ્રચંડ

તારા વિચાર લઈ આવતી હવાને સલામ,
સુગંધી વાતો ના અરમાનો ને સલામ,
એક ક્ષણ ચોરી લઉં તારી આંખોમાં,
પછી શોધવા મથતા એ સપનાં ને સલામ...
નેહા પટેલ "નેહ"
#સલામ

Read More

મુશ્કેલ છે તારી યાદો ને ખંખેરવાનું,
તારા મીઠા સપનાં ને ઝંઝોળવાનું,
સમાંતર વહી જતા આ સમયને પકડીને,
ત્રાંસી રેખામાં તને ચિતરવાનું....

નેહા પટેલ "નેહ"
વલસાડ


#મુશ્કેલ

Read More

તારા સ્પંદનને ઝીલવા આતુર આ મારું હૈયું,
અમસ્તું જ એક ધબકારો ચૂકી ગયું.....

નેહા પટેલ "નેહ"
#આતુર