શ્રી કૃષ્ણ શરણં મમઃ श्री कृष्ण शरणंम ममः

જાણું છું કે નસીબ નું કદી ના ખોટું પડે ,
જાણું છું નથી એવું કે હું માંગું ને બધું મળે,
પણ એ ખુદા કઈક તો એવું કર,
કે મારે તારો આભાર માનવો પડે..✍🏻

Read More

" સુંદરતાના વખાણ તો થવાનાં જ મહેફિલ માં ,
કરચલીઓનાં વખાણ થાય તો સમજી લેજો પ્રેમ છે.!! "

તું મને શબ્દો માં ગોતે છે
પણ તને ક્યાં ખબર છે હું તો તારી લાગણીઓ માં હોવ છું કયારેક થોડી લાગણીઓ ને પણ સમજી જો
જે ક્યારે પણ કહેવાતી નથી
બસ એને અનુભવી પડે છે... ✍🏻 "સમય"

Read More

" *ચાલશે* "

અટપટો રસ્તો હશે તો ચાલશે,
ભોમિયો સાચો હશે તો ચાલશે.

જે બતાવે, હોય કેવળ સત્ય તો,
આયનો નાનો હશે તો ચાલશે.

પર્ણ લીલું હોય કે પીળું, ફકત,
ડાળથી નાતો હશે તો ચાલશે.

સહેજપણ હો છાંયડાની શક્યતા,
માર્ગમાં તડકો હશે તો ચાલશે.

મેળવું જો જાત રાખીને અખંડ,
રોટલો અડધો હશે તો ચાલશે.

ખુદને મળવા શું વધારે જોઈએ..?
ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.

આખું સરનામું ન આપો, કાંઈ નહિ,
વહાલનો નકશો હશે તો ચાલશે... "સમય" ✍🏻

Read More

ભેગો સદા નોખો કદી
હસતો સદા રોતો કદી

દર્પણમાં મે મને જોયો
આવો તો હું નહોતો કદી

હું ક્યાં કહું શું સત્ય છું
અફવા કદી ખોટો કદી

અત્યારે તો સામે બેસ
દેખાડ જે ફોટો કદી

બે ચહેરા ની ચાલ તમારી લાગે
અમે પહેર્યો નથી મુખોટો કદી

શું હતો એનો ખ્યાલ આવશે
જુના કાગળ ને વિખો'તો કદી

સમંદર છું શબ્દોનો "સમય"
હું પણ હતો પરપોટો કદી..✍🏻

Read More

પોતાનાં થયા સૌ પારકા
હું એક ભૂલ કરી બેઠો,
'સારું' કહેવાનું હતું ત્યાં
ભૂલથી 'સાચું' કહી બેઠો...✍🏻

એક સાંજનો સાથ માંગુ છું ,
ફરી કયાં વારે-વારે મુલાકાત માંગુ છું...✍🏻

પાંગત ચૂક્યાં તો કદાચ એકાદ વખતનું ભોજન ચૂકી જશું ,
પણ જો સંગત ચૂકી જશું તો સમગ્ર જીવનની દિશા ચૂકી જશું... ✍🏻 ✨

Read More

રોજનું થયું...✍🏻

જિંદગી ની સફર ને હું
હસતા હસતા કાપતો ગયો,
રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી,
તેને વિણતો ગયો

મુરઝાયા પછી પણ
મારી સુવાસ ની ચર્ચા છે અહીં,
વસંત તો શું, હું તો
પાનખર માં પણ ખીલતો ગયો

ઉંચાઈએ રહેવાનો મને
મોહ જરા પણ નથી દોસ્તો,
હું એ તારો છું જે
બીજાની ઈચ્છા પુરવા ખરતો ગયો

સમય સાથે સમજાયું
નથી મળતી ખુશીઓ જ હમેશા,
ખુશ રહેવા દુઃખ ને પણ
હસીને માણતા શીખતો ગયો

આ મુસ્કાન જોઈ એમ ન માનતા
કે રડયો નથી હું ક્યારેય,
પણ આંસુઓની શ્યાહી બનાવી
શબ્દોમાં વ્યથા લખતો ગયો

કોશિશ તો કેટલીયે કરી હશે
જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો,
હું હમેશા હસી ને જીવતો ગયો...
- મહેશ વેગડ"સમય" ✍🏻

Read More