i am unpolished and row . read #comment #share instagram @kuchhalfazz

થાય જો અજવાળું આકાશે કહી દેજો મને
હતાશા ના અંધારે કઈ જોવાતું નથી,
જીજીવિષા જીવવાની રહી નથી ઝાઝી હવે,
છળ કપટ કરીને ય જીવ હવે ઘૂંટાતો નથી...

Read More

મને ભીંજવે તુ, તને વરસાદ 🌨

આજે જરા મારા અને મારા પતિ વચ્ચે વાત નીકળી અમારી દીકરી ના ઓનલાઇન ભણતર ને લઈને ... વાત ને અંતે એ સાબિતથયું કે એ ઓનલાઇન ક્લાસ નથી આટેન્ડ કરતી કે નથી ભણતી એની પાછળ મારો વાંક છે... કે હું પૂરતું એને ધ્યાન આપીને બેસાડતી નથી... વાત પુરી થઇ પરંતુ ઉઠતા ઉઠતા એને મને પૂછ્યું કે
"આપડી દીકરી કયા ધોરણ મા છે? 2 કે 3"....

Read More

ક્યારેય સાંભળ્યો છે કોયલ નો ટહુંકો ?
એ ક્યારેય નથી બોલતી કુહૂ ....
એ બોલે છે તું..... હું......
સાંભળજો કાન દઈ ફરી
એકલતા એનેય છે નડી...

Read More

ખુબજ જૂજ ખુબજ ઓછુ ,
ખોબા મા છલકાય અને મૂખ પર અનોખું
જોઈએ છે મને સાચું અને ચોખ્ખુ
સ્મિત આપીદો મને ઉધાર થોડું...
છળકપટ અને દાવપેચ
નથી જોઈતા મને કોઈ સંકેત
ક્યાંક કથા અને ક્યાંક ભેદ
સીધુ કહીદો નહિ થાય ખેદ,
જોઈએ જીવન જીવવા મને થોડુ,
સ્મીત આપવામાં જોજો થાય નહી મોડુ......
નિધિ🤗

Read More

Lets write something about ....

તને મળવાની તાલાવેલી જાણે ભર ઉનાળે વરસાદ ની હેલી ...
તારી એ ધારદાર આંખો માંથી મળતું આમંત્રણ ,ફીકા જાણે બીજા મંત્ર અને તંત્ર ...
તારોં એ અચાનક થયેલો સ્પર્શ ..કરી દે મને પળ માં વિવશ ...
તારા ચેહરા ના હાવ ભાવ અને શ્વાસ ની ગતિ ,એ જોઈને મને પ્રેમ આવે અતિ ...
કોઈ હવે ક્યાંથી ગમે મને
ખોવાઈ તુજ માં જ કણે કણે ...

Read More

હા નથી મારુ એવું નસીબ , જોઈ શકું તને ત્યારે જયારે તું થાકીને બેડ પર સુવા પડે ,ઊંઘ ભરેલી આંખે અને સાવ ધીમા અવાજે વાતો કરે ,
વિખરાયેલા વાળ અને આળસ મરડતા, નથી જોયો મેં તને ક્યારેય ઊંઘ માંથી ઉઠતા ...
નથી તારા પડખા માં વિતાવી એકેય રાતો ...અને નથી કરી આથમતા સુરજે ચા ના કપ સાથે તારી જોડે વાતો ,
નથી તારા સ્પર્શ થી સફાળી જાગી ..કે તારા આવવા ની રાહ જોઈ ને બારણે હું ભાગી..
નથી મારા નસીબ માં તું આમ જ કોતરાયો...બસ ક્યારેક મળે મને તારો ઓછાયો ...
કોઈક વાર ઓછું આવે છે મને ,
પણ મન પાછું જાણે છે મને ...
નથી મળ્યા ની માયૂસી નથી .
જે મળ્યું એય ક્યાં ખુશી નથી?...

Read More

સ્ત્રી વિષયક કે પછી બીજું કઈ..? શું વાંચવાનું પસંદ કરશો?

-Nidhi Akshay Kothari

સપના દેખવા અને સપના માણવા આ બંને વચ્ચે સારો એવો તાલમેલ નથી...કાંતો આપડે બેસાડી શકતા નથી..એક સ્ત્રી ને સપના જોવાની પુરેપુરી છૂટ છે.પણ જયારે એ સપના ને માણવા ની વાત આવે ત્યારે સમાજ ,ઘર ,ગામ અને એવી કઈ કેટલીય સીમા રેખાઓ ખેંચાઈને એ સપના ની આગળ ઉભી રહી જાય. સ્ત્રી સપના જોતા અને એ જ સપના ને માણવા માટે જો સક્ષમ થઇ જાય,અને જો એને એ સપના માણવા માટે કોઈની પરવાનગી ના લેવી પડે તો સમજજો સ્ત્રી શશ્ક્તિકરણ ફક્ત વાતો પૂરતું જ નથી.જમાનો બદલાયો છે,પણ પેહલા નજર ફેરવીલેજો આસ પાસ સાચે એવું થયું છે?

Read More