લાગણીથી ખળખળો તો
છે દિવાળી,

પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.

એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઈને મળો તો
છે દિવાળી.

છે ઉદાસી કોઈ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.

ઘાવ જે લઈને ફરે છે કૈંક
જૂના,
પીડ એની જો કળો તો
છે દિવાળી.

જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.

દીવડાઓ બહાર
પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો
છે દિવાળી.😊
NIJANAND

Read More

યુરોપની વિવશતા - કાળા અંગ્રેજોની અજ્ઞાનતા 😗

૧. આઠ મહિનાની ઠંડીને લીધે, કોટ્સ-પેન્ટ પહેરવા તેમની મજબૂરી અને લગ્નના દિવસોમાં ભર ઉનાળામાં કોટ્સ અને ટાઈ પહેરવા, આપણું અજ્ઞાન.

૨. તાજા ખાદ્યપદાર્થોની અછતને લીધે, પિઝા, બર્ગર, સડેલા લોટના નૂડલ્સ ખાવાનું યુરોપની જરૂરિયાત અને મજબૂરી છે અને છપ્પન ભોગ એકબાજુ મૂકી રૂપિયા 400 / - નો સળેલો રોટલો (પીત્ઝા) ખાવા આપણું અજ્ઞાન.

૩. તાજા ખોરાક, શાકભાજીના અભાવને કારણે ફ્રીઝનો ઉપયોગ, યુરોપની મજબૂરી અને તાજી શાકભાજી બજારમાં રોજ મળવા છતાં અઠવાડિયુ ફ્રીઝમાં શાકભાજી સડવા રાખવા આપણુ અજ્ઞાન.

૪. ઔષધિઓના અજ્ઞાનના અભાવને કારણે, પ્રાણીઓના માંસમાંથી દવાઓ બનાવવી, તેમની મજબૂરી અને આયુર્વેદ જેવી મહાન દવા હોવા છતાં, અંભક્ષ્ય દવાઓનો ઉપયોગ કરવો, આપણું અજ્ઞાન.

૫. પૂરતું અનાજ ન હોવાને કારણે પ્રાણીઓનું માંસ ખાવા, તેમની મજબૂરી અને 1600 જાતોના પાક હોવા છતાં, સ્વાદ માટે હાનિકારક પ્રાણીઓ મારીને ખાવાનું, આપણી અજ્ઞાનતા.

૬. લસ્સી, છાશ, દૂધ, જ્યુસ, શિકંજી વગેરેનો અભાવ હોવાને કારણ તેઓ કોલ્ડ ડ્રિંક્સ પીવાની ફરજ પાડે છે અને આપણે ત્યાં 36 પ્રકારના પીણાં છે, છતાં કોલ્ડડ્રિંક્સ નામનું ઝેર પિયને પોતાને આધુનિક માને છે, આપણું અજ્ઞાન.

✅ વિનંતી 👏🏻 : ભારતીય સંસ્કૃતિ અનોખી, પ્રાચીન અને મહાન છે, આપણે સાથે મળીને આપણી સંકૃતિને સાચવીએ.🙏🏻
NIJANAD

Read More

_એક પાંદડું, જીદે ચડ્યું,_
_થયું નિજ પરિવારથી જુદું._

_ઝાડથી છૂટું પડીને એ પાંદડું_
_ખૂબ હરખાય છે,_
_હાશ ! છૂટયા હવે આ ભીડથી,_
_મનથી એ મલકાય છે._

_વાયુ સાથે વહેતું વહેતું_
_આમ તેમ લહેરાય છે,_
_સૃષ્ટિ બહારની ખૂબ સુંદર છે !_
_એને એવું મનમાં થાય છે._

_ઝાડ પર રહ્યાં ચિપકીને_
_ત્યાં આમ ક્યાં રખડાય છે !_
_ત્યાં તો બસ બીજાઓ,_
_મારી સાથે રોજ અથડાય છે,_

_અહીં તો વાયુ સાથે_
_મજેથી ઉડીને જવાય છે,_
_ને ઝરણાની સાથે ખળખળ_
_ગીતો મજાના ગવાય છે._

_પાણી સાથે ઉછળતાં_
_ને કૂદતાં એ મલકાય છે,_
_પણ સુખ ક્ષણભંગૂર છે_
_એ એને ક્યાં સમજાય છે._

_ઝરણાંમાંથી વહેતું જ્યારે_
_કિનારે પહોંચી જાય છે,_
_જાનવરોનાં ખર નીચે_
_જ્યારે ખૂબ રગદોળાય છે._

_પીડાથી કણસતું એ_
_હવે ખૂબ પસ્તાય છે,_
_ઝાડ સાથે જોડાયેલા હોવાનું_
_મૂલ્ય એને સમજાય છે._

_આઝાદી વ્હાલી લાગે_
_પણ મોંઘી સાબિત થાય છે,_
_સંયુકત પરિવાર બન્ધન નહિં_
_પણ જીવનનો સાચો પર્યાય છે._✍️
.

સંયુક્ત પરિવાર સુખી પરિવાર...🌹🌹🌹
(NIJANAND)

Read More

વેર વિરાસત - 46

very interesting read all parts only three seating,,
https://www.matrubharti.com/book/12531/

સ્વાભાવિક

too short but very deep meaning
https://www.matrubharti.com/book/19857606/

LOVE ની ભવાઈ

good job
https://www.matrubharti.com/book/12073/

ચીસ

very nice story
https://www.matrubharti.com/book/12799/

આખરી દાવ

waiting for new story as your promise
https://www.matrubharti.com/book/11308/

આખરી દાવ

very interesting
https://www.matrubharti.com/book/11250/

આખરી દાવ

lage raho Mr Patel superb
https://www.matrubharti.com/book/11191/