×

લખવું ગમે છે. કેમ બસ એમજ. સાયકોલોજી મારો પ્રિય વિષય છે. લાઈફની દરેક પળને આખરી પળ ગણીને જીવવું અને જીવનના ગમા, અણગમા, છણકા, લેખન શૈલીમાં ઉભરી આવતા હોય છે, એજ વાસ્તવિકતા અને સામન્ય જીવનને લેખનમાં કંડારવું એજ મારો શોખ છે, અને એજ જાહોજલાલીમાં જીવવું અને જીવતા શીખવું, સારું નહી પણ વાસ્તવિક લખતા શીખવું...

ખુદ હી ખુદા.
=======

ભગવાન/ગોડ/અલ્લાહ/ઈશ્વર.
શું છે? સૂફીનાં ઉદાહરણ લઈએ.સૂફીઓ એટલે? અલ્લાહ/ગોડના મેસેન્જર્સ?
તેમના અનુયાયીઓ? બિલકુલ નહી! એક સુફી થઇ ગયા જેમનું નામ કદાજ સાંભળ્યું હોય. અલ-હલ્લાજ મન્સુર. એક દિવસ નદી કિનારે કિતાબ લઈ બેઠા હતા. ત્યાંથી બીજા સુફી નીકળે છે. એ સુફી અલ-હલ્લાજ મન્સુરને કિતાબમાં મશગુલ જોઈ અને પૂછે છે. “તું અહી શું કરી રહ્યો છે? આ કિતાબમાં શું છે?”
અલ-હલ્લાજ મન્સુર જવાબ આપે છે “આ કિતાબમાં હું ઈશ્વરને શોધું છું”
ત્યારે એ સુફી તેની પાસેથી એ કિતાબ લઇ અને નદીમાં ફેંકી દે છે અને કહે છે કે જો તને ઈશ્વરની શોધ કરવી હોય તો આ કિતાબમાં નહી, પણ ચાલ મારી સાથે મારી પાછળ હું તને ઈશ્વર પાસે લઇ જાઉં.
ત્યારે અલ-હ્લ્લાજ મન્સુર ગુસ્સે થઇ જાય છે અને કહે છે કે એ કિતાબને નદીમાં શા માટે ફેંકી? એ કિતાબમાં મારો ઈશ્વર છે, મારું સર્વશ્વ છે. હવે હું ઈશ્વર ને ક્યાં સોધીશ?
ત્યારે એ સુફી નદીમાં હાથ નાખી અને એ કિતાબ તેને પાછી આપે છે અને કહે છે કે “લે કિતાબ શોધી લે તારા ઈશ્વર ને.”
મન્સુરને આશ્ચર્ય થાય છે અને તે સુફીની પાછળ પાછળ જાય છે...
ત્યાર બાદ મન્સુરના જીવનમાં એક નવો સુરજ ઉગે છે. મન્સુરને તેની પોતાની અંદર રહેલી શક્તિ/ઉર્જા/આત્મા જે પોતાનું સંચાલન કરતી હતી તેની પ્રતિતી થાય છે, પોતે ખુદ ઈશ્વર/અલ્લાહ હોવાનો દાવો કરે છે. પોતે અલ્લાહ અલ્લાહ હોવાનો દાવો શા માટે કરે છે? પછી મન્સુર સાથે શું થયું? પણ તે વાર્તાનું હું માત્ર ફિલોસોફીકલ રેફરેન્સ ઉપર જ લઉં છું. એવી કોઈ ફિલોસોફી હશે. ઘટના સત્ય છે કે નહી એ ગોણ બાબત છે. પૂછડું પકડી ને ચાલો કોઈના અનુયાયી બનીને રહો ખુશ રહો આબાદ રહો જી-હુજુરમાં જે કાઈ ૬૦-૭૦-૮૦ કે સો વર્ષની જિંદગી વિતાવી દો અને જલસા કરો!
આવુંજ કંઇક બુદ્ધ સાથે થયું હતું? આવુંજ કાંઇક ઈશુ સાથે થયું હતું? તમને કોઈ અધિકાર નથી! તમારી ઉર્જા/આત્માને ક્યાંક ને ક્યાંક તો નમાવવાની જ. તો પછી એજ ઉર્જાને ખુદમાં ઓતપ્રોત કેમ નહી? ખુદના અનુયાયી કેમ ન બની શકાય? સવાર સાંજ અરીસા સામે બે પાંચ મિનીટ ઉભા રહીને પોતાની આરતી કેમ ના ઉતારી શકાય? અરે એ એજ પ્રકૃતિને જીવતી જાગતી દેન છે!
જોકે ઓશો એ પોતાની દરેક વાતમાં ભીતર શબ્દ નો પ્રયોગ કર્યો છે. આ ભીતર એટલે શું? અરે કોઈ પણ થીયરી ઉપાડી લો આલ્બર્ટ અઈન્સટાઇનની કે કવોન્ટમની કે પછી ન્યુટનની. કે પછી એરીસટોટલની!
દરેકની થીયરીમાં ઉર્જા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છ. ક્યાય આત્માની વાત નથી કરી નથી કરી અને નથી કરી..ઓશોએ કરોડો અનુયાયી ઉભા કર્યા એ અલગ બાબત છે. પણ ઘણું બધું પીરસી ગયા..
દુનિયાના ઘણા બધા દેશોમાં એ મહાનુભાવ ઉપર બેન હતો. શામાટે? જો કે હું તો અમુક અંશે ઓશોને પણ નથી માનતો. કેમ કે તેને પણ પોતાનો એક સમુદાય બનાવ્યો, ઓશોઈઝ્મને કોમર્સિયલ સ્ટેન્ડ બનાવ્યું! ઓશો જગાડવામાં અને જાગવામાં માનતા હતા પણ લોકો જાગી જાગી અને ઓશોના અનુયાયી બનવા લાગ્યા હતા...
તેમની એક બુક છે “હમને ચાંદ દિખાયા ઔર તુમને ઉંગલી પકડ લી”
અનુયાયીઓને સ્પષ્ટ કહ્યું હતું કે હું શું બતાવું છું અને તમે શું કરો છો?
ખેર આમારા અંગત વિચાર છે. કોઈએ ફોલો કરવા ન કરવા એ તો ખુદ/પોતાની/અંદર રહેલી ઉર્જા પર નિર્ભર છે કે ન્યુટન ની ગતિનો નિયમ એ ઉર્જાને કઈ તરફ લઈ જાય છે!

#_નીલેશ_મુરાણી .

Read More

#માઇક્રોફિક્શન

(શબ્દ સંખ્યા 58)

ચાનો કપ.
======
શંકરભાઇ આઈ.સી.યુ.માં ગંભીર હાલતમાં હતા.
એનો પુત્ર રાજેશ ઓ-નેગેટિવ ગ્રુપનું લોહી શોધવા દોડા દોડ કરી રહ્યો.

અંતે પડોશમાં રહેતા રામુનું બ્લડ ગ્રુપ મેચ થતાં શંકરભાઇને બચાવી લેવાયા.

શંકારભાઈને ખબર પડી કે એના શરીરમાં રામુનું લોહી છે.

શંકારભાઈએ ઘરમાં પગ મુકતા પહેલા ગોખલામાં પડેલો ચાનો ખાલી કપ તોડી નાખ્યો.
હવે એ સ્વસ્થ થયા હોવાની અનુભૂતિ કરી રહ્યા.

-નીલેશ મુરાણી.

Read More

ઈશ્ક-કમીના
========

ફાટેલા કપડા જોઈ કુતરાઓ ભસવા લાગ્યા. ગણકાર્યા વગર અંદર ગયો. મોઢામાંથી છેક છાતી સુધી વધેલી દાઢી પર લાળ પડી રહી. લથડીયા ખાતો ક્રોસ સામે ઉભો. જીણી જીણી આંખો ઓટલા ઉપર લાગેલી તકતી ઉપર પડી. નિ:સાસો નીકળી ગયો. મેલા ઘેલા કોટની અંદરના ખિસ્સામાંથી એક મીણબત્તી કાઢી. બીજા ખિસ્સામાંથી એક ગુલાબનું ફૂલ હાથમાં પકડી ફૂલને જોતો રહ્યો. એની નજર સાથળ ઉપર માળીએ મારેલ ડંડાથી લાલ થઇ ગયેલ ચાંઠા ઉપર પડી. ફૂલ જોઈ એને હળવું સ્મિત વેર્યું. સાથળ ઉપર લાગેલા ઘાવને ખંજવાળતા પેન્ટના ખિસ્સામાંથી વાળેલી ચોળેલી સિગરેટ કાઢી સીધી કરી. ખિસ્સામાંથી માચીસ કાઢી. તીલ્લી સળગાવી. તકતી ઉપર પડેલી મીણબત્તી સળગાવી અને તીલ્લી આડો હાથ રાખી સિગરેટ સળગાવી. થોડીવાર એ સિગરેટના ધુમાડામાં ઓગળ્યો. ગુલાબ મીણબત્તીની બાજુમાં મુક્યું. ત્યાજ ફસડાઈ પડ્યો. ભૂખ્યો તરસ્યો સિગરેટના દમ મારતો રહ્યો. જીભ હોઠ ઉપર ફેરવતો. સિગરેટની રાખ જેમની તેમ દાઢી ઉપર ખરતી રહી.
થોડીવાર રહી એ સફાળો જાગ્યો. તકતી ઉપર હાથ ફેરવી સ્વગત બબડ્યો.
”રીના”
ફૂંક મારી મીણબત્તી ઓલવી. વાટ સાફ કરી ખિસ્સામાં મૂકી. ફૂલ ઉઠાવી બીજા ખિસ્સામાં મુક્ય

Read More

#MKGANDHI

ગાંધી એટલે ઠંડી આંધી. હિંસાને ધૂળ ચાટતી કરવા અહિંસા તરફ ચિંધાતી એક આંગળી. ગાંધી એટલે સત્ય, અસત્ય, હિંસા, અહિંસાની પરખ. ધગધગતી હિંસાને પરાસ્ત કરવા જન્મ લીધેલ અહિંસાનો જીવતો જાગતો ઉકળતો લાવા. ગાંધી એટલે પોરબંદર, ગુજરાત અને ભારત.
બ્રિટિશ સમ્રાજ્યને હચમચાવનાર એકલવીર. ચાલાક વાણિયો જે એવા વહેમમાં જ રહ્યો કે માંસાહાર અને મદિરાપાન જ વિનાશનું મૂળ છે!
પોતાની બદીઓને સત્યના પ્રયોગોમાં ખપાવનાર સેક્સીસ્ટ મહાન આત્મા!
અંતમાં ગાંધી એટલે ભારત રૂપી શરીરમાં વર્ગ, વિગ્રહ અને ભાગલા રૂપી વધી રહેલા કર્ક રોગનો નાશ કરવા પ્રવર્તી રહેલી મધુ-પ્રમેહની બીમારી માત્ર! કે સકારાત્મક વિચારોનો અતિરેક! અને એટલે રાષ્ટ્રપિતા!
ગાંધી એટલે એક આશ્ચર્ય ચિહ્ન!

-નીલેશ મુરાણી.

Read More

#MERAKRISHNA
કૃષ્ણ.
====
કૃષ્ણ એટલે? વહેતું ઝરણું, નાસાએ કેદ કરેલો બ્રહ્માંડનો ઓમકારનો અવાજ! કે કૃષ્ણ એટલે સખા, એક કાઉન્સીલર, નટખટ સરારતી દોસ્ત, શુસુપ્ત જ્વાળામુખી, ધગધગતી હુંફ કે પંચતત્વ, કૃષ્ણ એટલે મારામાં રહેલો હું, પુરુષાર્થ, મારું એટીટ્યુડ, મારું સંચાલન કરતી કોઈ ગેબી ઉર્જા, મારી પ્રેયસી, પત્ની, ભાભી, માં કે બહેનના ચહેરા ઉપર ઉપર હળવું સ્મિત લાવવા મારી અંદર મથી રહેલો એક અળવીતરો નેતા કે અભિનેતા, કૃષ્ણ એટલે સર્વેસરવા બ્રહ્માંડમાં રહેલો હું કે પછી મારી અંદર રહેલું બ્રહ્માંડ કે પછી તું કે તારી અંદર રહેલું બ્રહ્માંડ કે બ્રહ્માંડમાં રહેલો તું.
તું કે હું કૃષ્ણ એટલે શરૂઆત પછીનો અંત કે અંત પછીની શરૂઆત.

-નીલેશ મુરાણી..

Read More

લેટર ટુ વેલેન્ટાઇન - Velentine Letter Competitions

તમે ની જગ્યાએ તું રાખવું હતું.. સારું લાગતું, વેલેન્ટાઈન વાળા આવું સંબોધન નથી કરતા.. ગુડ. લખતા રહો...
https://www.matrubharti.com/book/16842495/

Read More

કુટેવ

અપશબ્દો કેમ consord કર્યા? ,:) :)
https://www.matrubharti.com/book/10138/

મેન્ટલ હોસ્પિટલ

આ જગત આખું એક પાગલ ખાનું છે...
વાંચવાની મજા પડી... કિપ ઇટ અપ..
https://www.matrubharti.com/book/3604425/

-