Hey, I am reading on Matrubharti!

હૃદય પાસે એવા ઘણાં કારણો હોય છે,
જેના બુદ્ધિ પાસે કોઈ જવાબ હોતા નથી.

સુકવી હતી જે ડાળ પર એણે ઓઢણી
એ લીમડાની ડાળ મીઠી થઈ ગઈ

જે ચોકમાં ખોવાઈ હતી એની ઝાંઝરી
એ ચોકની રેત રૂપેરી થઈ ગઈ

ખુલ્લા વાળ બાંધ્યા એણે,ને હવા રીસાણી
જડતા એ જ પાંદડાની કહાની થઈ ગઈ

નીકળ્યા જ્યાં ઝરૂખે એ,મુજને આવજો કહેવા,
રાત અંધારી હતી એય પુનમની થઈ ગઈ

આવા તો કંઈ કેટલાય કિસ્સા છે એની કયામતના,
જરા સ્મિત જ્યાં વેર્યું ને જીંદગી ગુલઝાર થઈ ગઈ.

- નિર્મિત ઠક્કર

Read More

નાત વગરનો નાતો.... એટલે ભાઈબંધ
વાત વગરની વાતો... એટલે ભાઈબંધ
અડધી ચામાં આખી રાતો... એટલે ભાઈબંધ
સમી સાંજનો સથવારો... એટલે ભાઈબંધ
દરેક બબાલમાં આપણો કાયમી વકીલ... એટલે ભાઈબંધ
ગર્લફ્રેન્ડને ભાભી કહી,બનતો પહેલો વડીલ...એટલે ભાઈબંધ
છેલ્લી બેન્ચનું અઘરું પ્રકરણ...એટલે ભાઈબંધ
કોલેજ કેન્ટીનનું સ્વાદિષ્ટ સ્મરણ...એટલે ભાઈબંધ
લાગણીઓનું ફ્રી નેટવર્ક...એટલે ભાઈબંધ
સંગાથનું અનલિમિટેડ રીચાર્જ...એટલે ભાઈબંધ
આપણા રહસ્યોનો યુનિક પાસવર્ડ...એટલે ભાઈબંધ
જીવનનું સાચું બેકઅપ...એટલે ભાઈબંધ
બોલીએ કંઈ નઈ ને તોય બધું સાંભળે... એટલે ભાઈબંધ
આપણને ગાળો દેવાનો કૉપિરાઇટ...એટલે ભાઈબંધ
માન્યું કે જરા છીનવી લીધા જીવનની રફતારે,
તોયે યાદ આવી,સસ્મિત આંખ ભીંજવે...એ ભાઈબંધ
- નિર્મિત ઠક્કર (૦૧/૦૮/૨૦૨૧)

Read More

મારૂ હરતું ફરતું હૃદય એટલે આરોહી
જીવનનો ખરો ભાગ્યોદય એટલે આરોહી
આંગણાની રંગોળીનાં રંગ એટલે આરોહી
જીવન હરપળ પ્રસંગ એટલે આરોહી
પપ્પા નામનું ઘરનું બ્યુગલ એટલે આરોહી
બસ પપ્પાને કહેવાતી વાતોનું દંગલ એટલે આરોહી
આજેય મળતો મીઠો ઠપકો એટલે આરોહી
બગીચો વહાલથી મઘમઘતો એટલે આરોહી
મારૂ અક્ષય અનુમોદન એટલે આરોહી
ઈશ્વરનું અદ્ભુત અભિવાદન એટલે આરોહી
દિવસભરની દોડભાગનો વિરામ એટલે આરોહી
દીકરી છે મારી લાડકી,મારા ચારેય ધામ એટલે આરોહી
- નિર્મિત ઠકકર

Read More

પુરાણો વાંચવા કરતા પપ્પાને વાંચવા
ને એમની ઇચ્છાઓના થયેલ થપ્પાઓને વાંચવા
પપ્પા એટલે કડવો લીમડો,
લીમડાનાં કાયમ વટાતા પત્તાઓને વાંચવા...પુરાણો

દરેક બાળપણનો ઘોડો એટલે પપ્પા
સ્કુલમાં પિકનિકનો વરઘોડો એટલે પપ્પા
કોલેજનો મિત્ર થોડો એટલે પપ્પા
ને દરેક સમસ્યાનો છેડો એટલે પપ્પા..પુરાણો

પપ્પા એટલે કડવો મીઠો ગુણાકાર
પપ્પા એટલે જશ પરિશ્રમનો ભાગાકાર
પપ્પા એટલે ભારે ભરખમ ગણિત
આ ગણિતના જીવન સિદ્ધાંતોને વાંચવા...પુરાણો

દીકરી ઘરનું હૃદય,ને દીકરો ઘરનું સ્વમાન
મમ્મી ઘરની હિંમત,ને દાદા દાદી જ્ઞાન
પણ આખા ઘરની છત એટલે પપ્પા
દરેક અછતનો વળતો જવાબ એટલે પપ્પા...પુરાણો
- નિર્મિત ઠકકર

Read More

#RIP સુશાંત
સમસ્યાઓનું સમાધાન આવું તો કંઈ હોય...
સિતારાઓ ખરે પણ, સમર્પણ આવું તો કંઈ હોય...

શરીર હતું તારું પણ તું પોતે નઈ,
જે હોય સંસારનો,એનું પદાર્પણ આવું તો કંઈ હોય...
- નિર્મિત ઠકકર

Read More

કદાચ સમજણ બહારની વાત હતી,
એક સુક્કા બાવળને વિટળાયેલ વેલ હતી,

આમ જુઓ તો લાગે બેઉ,તદ્દન વિપરીત,
ને આમ જુઓ તો સહજીવનની મેર હતી...એક સુક્કા

વિશ્વામિત્ર સમ તપસ્વી બાવળને,
મેનકા જ્યમ જે વળગેલ,એ વેલ હતી...એક સુક્કા

બાવળ દેખાય જાણે ખપી ગયેલ પ્રેમી,
ને વેલ તો અલ્લડ મનમોહક ઢેલ હતી...એક સુક્કા

આ દૃશ્યસર્જનનું કારણ બસ કંઈ નહીં,
એકમેકને જીવન દેવાની ટેક હતી...એક સુક્કા








કદાચ સમજણ બહારની વાત હતી,
એક સુક્કા બાવળને વિટળાયેલ વેલ હતી,

આમ જુઓ તો લાગે બેઉ,તદ્દન વિપરીત,
ને આમ જુઓ તો સહજીવનની મેર હતી...એક સુક્કા

વિશ્વામિત્ર સમ તપસ્વી બાવળને,
મેનકા જ્યમ જે વળગેલ,એ વેલ હતી...એક સુક્કા

બાવળ દેખાય જાણે ખપી ગયેલ પ્રેમી,
ને વેલ તો અલ્લડ મનમોહક ઢેલ હતી...એક સુક્કા

દૃશ્યસર્જનનું કારણ બસ કંઈ નહીં,
એકમેકને જીવન દેવાની ટેક હતી...એક સુકકા
- નિર્મિત ઠકકર

Read More

ભલે બધા ફેમસ થતા,
આપણે તો ફેવરીટ થવાનું...

ભલે આપણે અટકી ગયા છીએ,
મહત્વનું એ છે કે...ટકી ગયા છીએ.