Kaash te mane kahyu hot book and story is written by Urvi Hariyani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaash te mane kahyu hot is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાશ તેં મને કહ્યું હોત…. - Novels
by Urvi Hariyani
in
Gujarati Love Stories
જસલોક હોસ્પિટલ - મુંબઇ
આઈ. સી. યુ વિભાગની બહાર, પતિ પ્રશાંતનાં આયુષ્ય માટે સજળ નેત્રે ઈશ્વર સ્મરણ કરી રહેલી એ માનુની એનાં યુવાન સંતાનોથી વીંટલાયેલી હતી. સમયાંતરે એનો પુત્ર નિસર્ગ અને જમાઈ નિશિથ એને આશ્વાસન આપતા રહેલાં.
અત્યારે પણ નિસર્ગ કહી રહેલો,' ડોન્ટ વરી મમ્મી ! ડૉક્ટરે આપેલો કટોકટીભર્યો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. હવે ડૉકટરનાં કહેવા પ્રમાણે ડેડ ગમે ત્યારે ભાનમાં આવી શકે છે.'
જસલોક હોસ્પિટલ - મુંબઇ
આઈ. સી. યુ વિભાગની બહાર, પતિ પ્રશાંતનાં આયુષ્ય માટે સજળ નેત્રે ઈશ્વર સ્મરણ કરી રહેલી એ માનુની એનાં યુવાન સંતાનોથી વીંટલાયેલી હતી. સમયાંતરે એનો પુત્ર નિસર્ગ અને જમાઈ નિશિથ એને આશ્વાસન આપતા રહેલાં.
અત્યારે પણ નિસર્ગ કહી ...Read Moreડોન્ટ વરી મમ્મી ! ડૉક્ટરે આપેલો કટોકટીભર્યો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. હવે ડૉકટરનાં કહેવા પ્રમાણે ડેડ ગમે ત્યારે ભાનમાં આવી શકે છે.'
પતિ-પત્નીનાં પચીસ વર્ષનાં દાંપત્યજીવનની ઇમારતને પાયાસહિત ધ્રુજાવી નાંખનાર ઘટનાની શરૂઆતનાં મંડાણ નીલાક્ષી જ્યારે ગાયનેકોલોજિસ્ટ પાસે ત્રણ મહિના પહેલાં ચેકઅપ માટે ગઈ હતી ત્યારથી થયેલ.
નિલાક્ષી મેનોપોઝનાં કપરા સમયમાંથી પસાર થઈ રહેલી.એ એક નહીં, વિવિધ પ્રકારની મનોદૈહિક તકલીફ ભોગવી રહેલ.
શીલાનાં ફ્લેટ સુધી માંડ -માંડ પહોંચી શકેલી નિલાક્ષી ફ્લેટનાં દરવાજે તાળું જોઈ હતાશ થઈ ગઈ. થાકેલાં તન-મન સાથે દાદરમાં નજીકમાં બીજા કોના ઘરે જઈ શકાય એમ તે વિચારી રહી.
બરાબર એ જ સમયે સામેનાં ફ્લેટનો દરવાજો ખુલ્યો. વરસાદી રેઇનકોટ ...Read Moreનીકળેલો તે મજબૂત બાંધાનો ઊંચો -તંદુરસ્ત યુવાન થોડી ક્ષણો નિલાક્ષીનાં બ્લૉઉઝમાંથી દેખાઈ રહેલી અધખુલી ગૌર પીઠ, ખુલ્લાં રેશમી ભીંજાયેલા વાળ અને ઘાટીલી કાયાને પ્રશંસનીય નજરે જોઈ રહ્યો. એને બહાર જવું હતું એથી તેણે દાદર ઉતરવા માટે નિલાક્ષીને સંબોધી....
નિલાક્ષીને નવમો મહિનો બેસી ચુક્યો હતો. બીજી તરફ પ્રશાંતે જણાવ્યું હતું કે એની નાદુરસ્ત તબિયત અને પેટનાં દુ:ખાવા માટે એની એક માત્ર કિડની જે ખરાબ થઈ ચૂકી છે એ જવાબદાર છે. જેનાં માટે એને યોગ્ય કિડની ડોનર જોઈશે ...Read Moreટ્રાન્સપ્લાટેશન કરાવવું પડશે. એનો ખર્ચ આશરે પાંચ લાખ જેટલો છે.
પ્રશાંત - નિલાક્ષીનું એ ત્રીજું બાળક દત્તક લેવા બીજું કોઈ નહીં ખુદ મિહિર એની પત્ની તૃષા સાથે આવ્યો હતો.
મિહિરને જોઈને નિલાક્ષી સ્તબ્ધ હતી. કેવી વિચિત્ર વિડંબના હતી એના જીવનની કે કોઈક સમયે જેને બેહદ ચાહ્યો હતો એ જ પ્રેમી ...Read Moreપત્ની સાથે તેનાં સંતાનને દત્તક લેવા ઇચ્છતો હતો, એય એક સોદારૂપે !