Adhura Armano book and story is written by Ashq Reshmmiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhura Armano is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આખરે સૂરજ આવ્યો!
સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા..
સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા ગામ એના ...Read Moreઊભરાણું!
-Ashkk
કેટલાંય વિદેશીયો આવ્યા ને ગયા.અંગ્રેજો પણ આવીને ગયા.પરંતું ગામની ગરીબાઈ ન ગઈ તે ન જ ગઈ. સ્વરાજ આવ્યુ પણ ગામમા હજું સુધી રોનક ન આવી.ગામની સ્થાપના વખતે જે પ્રશ્ન હતો:પીવાના પાણીનો! એ વિકરાળ સવાલ આજેય દાનવસમો મ્હોં ...Read Moreઅડીખમ ઊભો છે.મરનારા એક જ અફસોસ લઈને જાય છે કે જીવતેજીવ પાણીનો કકળાટભર્યો ત્રાસ ન મટ્યો! ને જીવનારા એક જ મહેચ્છાથી જીવી રહ્યાં છે કે ક્યારેક તો પાણી ઘરના આંગણા પાવન કરશે જ !
ગામના આ દાનવ સમાં પાણીની તંગીને લઈને સૂરજ પણ મોટી વિમાસણમાં હતો.
-Ashkk
એક નાજુક નમણી મુગ્ધા પારાવાર પ્રેમમાં પડી.
ને પ્રેમના એકરારનામાં પર જાણે નેહભર્યા નયનોએ સુંદર સહી કરી.
બહું જ નસીબદાર છે તું હો સૂરજડા ! આજનો દિવસ તારા માટે સોનાથીયે સવાયો બન્યો છે.એક છોકરી પર નજર પડી ને ...Read Moreએને પ્રેમમાં પાડી દીધી! વાહ! મેરે શૅર વાહ! કહેતા નોટીએ એની પીઠ થાબડી.
નોટીના મતે સુંદર છોકરીને પળમાં પોતાના પ્રેમમાં પાડવી એટલે જાણે ત્રીજું વિશ્વયુદ્ધ જીતવું. ashkk
ત્યારે તો તું અકાળે આથમી જવાનો,સૂરજ....!
સૂરજ છું,આથમીનેય હેમખેમ ઊગી જવાનો....!
તો નક્કી જમાનો તને પૂજવાનો. જા અમારા દિવ્યાશિષ તારી ...Read Moreતારા પ્રેમની સંગે છે.
સૂરજને સમજાવવો પડશે હો! ચિંતાભેર ધર્મેશે કહ્યું..
હા,ભાઈ ! નહી તો એ બાવાના બેય બગાડશે.
કહેતો હતો કે હું ભણીશ.ભણીને ભારતના ભવ્યાતિભવ્ય ભવિષ્યને મારા હાથે કંડારીશ! ભ્રષ્ટાચારના ભયંકર ભૂતાવળને ઊભી પૂંછડીએ ભગાડીશ! લાંચરૂશ્વત નામની બેશરમ લલનાને લીલે લાકડે દઈશ! લાગવગશાહીને લાબડતોડ લાત મારીને ધૂળ ચાટતી કરીશ! ધર્મ,જાતિ અને કલંકી કોમવાદને અને ઝેરીલી જાતિવાદને દેશનિકાલ કરીશ અને માં ભારતીને વિશ્વના વિશાળ ફલક પર ઊંચા આશને બેસાડીશ! કિન્તું ભણતરની ઉંમરે પ્રણયના પાવન પંથે પ્રણાય કરીને સૂરજ આમાનું કશું જ નહી કરી શકે કશું જ ! કહેતા - કહેતા સુમનની આંખ ભરાઈ આવી.ashkk
એક દિવસ સૂરજ એના ભાઈબંધો સાથે લીમડાના ઘટાદાર ઝાડ નીચે બેઠો હતો એ વેળાએ ધર્મેશે હળવેકથી કહ્યું: સૂરજ યાર, એક વાત સાંભળ.આટલા દિવસોથી તું સેજલના ખયાલોમાં ઝુરી રહ્યો છે.અને ભણવામાં પણ બેધ્યાન રહે છે તો પછી સેજલને પ્રપોઝ ...Read Moreદે ને!
આ પ્રપોઝ વળી કંઈ બલાનું નામ છે એ વળી કંઈ રીતે આપવાનો મારી પાસે આવું કંઈ છે જ નહી! થોડું ઉત્સુકતામા અને થોડું અજાણતામાં સૂરજે પૂછ્યું.અને સૌ મિત્રો સૂરજની અગ્નાનતા પર બરાબરના દાંત કાઢ્યા.
અલ્યા મૂરખા! આટલો મોટો ઢગા જેવો થયો ને પ્રપોઝ વિશે નથી જાણતો આજકાલ તો નાના-નાના ટેણીયાઓ પણ એનાથી અજાણ નથી ને તું સૂરજને બરાબરો હલાવતા હરજીવને ઉચ્ચાર્યું.ફરી સૌ હસ્યા.
અરે પણ એમાં આમ હસવાનું ક્યાંથી આવે છે નથી તો જાણતો તો નથી જ જાણતો! બોલો હવે શું કરવાનું
કંઈ નહી,ઢાંકણીમાં પાણી લઈ લેવાનું! સૂરજનો કાન આમળતા પ્રકાશે મણકો મૂક્યો. ashkk