Jindagi... Ramat shuny chokdini book and story is written by Urvi Hariyani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jindagi... Ramat shuny chokdini is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - Novels
by Urvi Hariyani
in
Gujarati Love Stories
માઝા મૂકીને વરસી રહેલાં વરસાદને કારણે મુંબઇમાં જળ-થળ-તળ બધું એક થઈ જળબંબાકાર દેખાઈ રહેલું.આગલી રાતથી વરસી રહેલો વરસાદ આજે બીજા દિવસે પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. એવા સમયે નમતી સાંજે લાવણ્યા હજી ઓફિસમાં હતી. એનાં ચહેરા પર ચિંતાની વાદળીઓ ઊતરી આવેલી. 'આઈ થિંક ધિસ ઇઝ કલાઉડ બર્સ્ટ!' અનમોલ દાદરમાં આવેલી એની આધુનિક ઓફિસની ગ્લાસ વિન્ડોઝમાંથી બહાર તાકતા બોલ્યો.પછી એ લાવણ્યા તરફ ફર્યો.
માઝા મૂકીને વરસી રહેલાં વરસાદને કારણે મુંબઇમાં જળ-થળ-તળ બધું એક થઈ જળબંબાકાર દેખાઈ રહેલું.આગલી રાતથી વરસી રહેલો વરસાદ આજે બીજા દિવસે પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. એવા સમયે નમતી સાંજે લાવણ્યા હજી ઓફિસમાં હતી. એનાં ચહેરા પર ચિંતાની ...Read Moreઊતરી આવેલી. 'આઈ થિંક ધિસ ઇઝ કલાઉડ બર્સ્ટ!' અનમોલ દાદરમાં આવેલી એની આધુનિક ઓફિસની ગ્લાસ વિન્ડોઝમાંથી બહાર તાકતા બોલ્યો.પછી એ લાવણ્યા તરફ ફર્યો.
છેલ્લાં છ મહિનાથી અનમોલનાં સંપર્કમાં આવેલી લાવણ્યા દિન - પ્રતિદિન પોતાની જાતને અનમોલ પ્રત્યે ખેંચાઈ રહેલી મહેસૂસ કરી રહેલી.
પોતાની ભૂતકાળની જિંદગીની અસલિયતથી વાકેફ એવી લાવણ્યા સભાનપણે પોતાનાં મનને અનમોલનાં વિચારો કરતું રોકવાના પ્રયાસ કરતી, તો એનાથી બમણી ઝડપે અનમોલ ...Read Moreદિલદિમાગ પર છવાઈ જતો.
કેમેરાનો ફ્લેશ ઝબક્યો.
એ સાથે ઝબકારાથી ચમકી ઊઠેલી લાવણ્યાની કાળી, લાંબી, ઘેરી પલકો ઊંચકાઈ ન ઊંચકાઈ અને પાર્લાની મીઠીબાઈ કૉલેજમાં એની નજર સમક્ષ ઘડીભરમાં તડાફડી થઈ ગઇ.
લાવણ્યાનાં ખૂબસૂરત ચહેરા અને મોહક દેહાકૃતિને ઝડપનાર એ કેમેરા રોનકનાં હાથમાંથી ખેંચાઈ ગયેલો. રોનક ...Read Moreહતો. અત્યાધુનિક કેમેરાનો જો એ ગુસ્સા સાથે કરાયેલો 'થ્રો' સમયસર લાવણ્યાએ ઝીલી ન લીધો હોત તો અત્યારે લાખ્ખોની કિંમતનાં એ કેમેરાના ટુકડે ટુકડા થઈ ગયા હોત.
છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ !
શલ્ય આજે ટેકસાસ જઇ રહ્યો હતો. બધા એને એરપોર્ટ પર મૂકવા આવ્યાં હતા. લાવણ્યા પણ !
હજી પંદર દીવસ પહેલાં તો શલ્યનાં હાલ બારે વહાણ ડૂબી ગયા હોય એવાં હતા.
વર્ષોથી એની જોહુકમીને વશ થઈ, તેની જ ...Read Moreપ્રમાણે વર્તતી લાવણ્યાએ એનાં લગ્નનાં પ્રસ્તાવને ધરાર નકાર્યો હતો. બંને કુટુંબની સહમતી હોવા છતાં લાવણ્યા આ લગ્ન માટે રાજી નહોતી.
સુધન !!!
આખરે એ હતો કોણ ?
લગભગ આઠ મહિના પહેલાં એ લાવણ્યાનાં જીવનમાં અજાણતાં પ્રવેશ્યો હતો.
'અનસૂયા, બિલકુલ ચિંતા કર્યા વગર તું તારી સખી સુધાને અહીં બોલાવી લે...'લાવણ્યાનાં પપ્પા સુરજે પત્નીને કહેલું.
મૂળ નવસારીનાં - એવી સુધા અને અનસૂયા બન્નેય વર્ષો જુની ...Read Moreહતી. અનસૂયા પરણીને મુંબઇ આવી હતી, જ્યારે સુધા નવસારીમાં પરણી હતી. લગ્નનાં ફકત ત્રણ વરસમાં સુધા વિધવા થઈ હતી. એથી અનસૂયાને એની આ કમનસીબ સખી માટે ખૂબ લાગણી હતી. એને એ ક્યારેય કોઈ પણ પ્રકારે મદદ કરવામાં પાછળ ન પડતી. સૂરજ હંમેશ એમાં પત્નીને સાથ આપતો.